બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Annu Kapoor insulted Aamir Khan? When asked about 'Lal Singh Chaddha', he said - who is he?
ADVERTISEMENT
એક્ટર અન્નુ કપૂર તેના વિવાદિત નિવેદનોને લઈને ઘણાં ચર્ચામાં રહે છે એવામાં હાલ જ એમને જયારે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા વિષે પૂછવામાં આવ્યું હતું ત્યારે એમને એવું કંઇક કહ્યું કે સાંભળીને દરેક લોકો ચોંકી ગયા હતા. હાલ જ અન્નુ કપૂરની વેબસીરીઝ 'ક્રેશ કોર્સ' એમેઝોન પ્રાઈમ પર રીલીઝ થઇ છે. તેના પ્રમોશન વખતે એક જર્નાલીસ્ટે અન્નુ કપૂરને આમીર ખાનની રીલીઝ થનાર ફિલ્મ વિશે સવાલ પૂછ્યો હતો.
ADVERTISEMENT
વિવાદિત નિવેદન
તેને પૂછ્યું હતું કે 'આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા' રીલીઝ થવાની છે..' તેને વચ્ચે રોકતા જ અન્નુ કપૂર બોલી પડ્યા હતા કે ' એ શું છે? હું ફિલ્મો નથી જોતો અને મને તેના વિશે કશી ખબર નથી.' જો કે અન્નુ કપૂરનાં આ નિવેદન પછી તેના મેનેજર અચાનક એમને રોકતા બોલ્યા હતા કે, 'નો કમેંટ્સ'
ADVERTISEMENT
'હું મારી ફિલ્મ નથી જોતો '
અન્નુ કપૂર આટલાથી ન અટક્યાં અને તેઓ આગળ હજુ બોલતા રહ્યા હતા કે, ' નો કમેંટ્સ નહીં. હું મૂવી જ નથી જોતો. ન મારી કે ન બીજા કોઈની, મને ખબર પણ નથી કે એ કોણ છે, સાચે જ. મને ખબર જ નથી તો હવે હું કેમ કહી શકું એના વિશે. મને આ વિશે કોઈ આઇડિયા નથી.
ADVERTISEMENT
હાલ સોશ્યલ મીડિયા પર આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વિડીયો પણ ઘણાઈ કોમેન્ટ્સ કરી રહ્યા છે. સાથે જ ઘણી અટકળો પણ લાગી રહી છે. લોકો એ વાત સ્વીકારી નથી શકતા કે એક સિનિયર એક્ટર તેની પોતાની ફિલ્મ નહીં જોતાં હોય એમ કેમ બની શકે. અને જે લોકો પોતાની ફિલ્મ નથી જોઈ શકતા તેને ફિલ્મ બીજા કેવી રીતે જોઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.