એનિમલ ફિલ્મમાંથી હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર અનિલ કપૂરનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે.
ફિલ્મ એનિમલને લઈને ફેન્સ વચ્ચે જબરજસ્ત ઉત્સાહ
હવે એનિમલ ફિલ્મમાંથી અનિલ કપૂરનો ફર્સ્ટ લૂક
એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે
ડિરેક્ટર સંદીપ રેડ્ડી બાંગાની આગામી ફિલ્મ એનિમલને લઈને ફેન્સ વચ્ચે જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણબીર કપૂરની એનિમલ ફિલ્મની બધા રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ ફિલ્મના રણબીર કપૂરનો લૂક સામે આવી ચુક્યો છે. જેને જોઈને ફેન્સનું એકસાઈટમેન્ટ વધી ગયું છે. હવે એનિમલ ફિલ્મમાંથી હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર અનિલ કપૂરનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે. સાથે જ એનિમલ ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે તેની જાણકારી પણ આપવામાં આવી છે.
ધમાકેદાર એક્શન પેકેજ થ્રિલર એનિમલ ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. રણબીર કપૂરનો દમદાર લૂક ફેન્સને ખુબ જ પસંદ આવ્યો હતો. હવે અનિલ કપૂરનું નામ પણ સામેલ થઇ ચૂક્યું છે. ગુરુવારે ફિલ્મ સમીક્ષક તરણ આદર્શએ પોતાના ઓફિશ્યિલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ એનિમલ સાથે જોડાયેલ અનિલ કપૂરનું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે અનિલ જોરદાર લૂકમાં નજર આવી રહ્યા છે. આ પોસ્ટરની સાથે તરણ આદર્શએ એવી પણ જાણકારી આપી કે આવતીકાલે 28 સપ્ટેમ્બરની સવારે 10 વાગ્યે એનિમલ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવશે. આ વાતથી ફેન્સ ખુબ જ ખુશ થયાં છે તો સાથે સાથે તેમની એકસાઈટમેન્ટ પણ વધી ગઈ છે.
1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે
આ પોસ્ટરને અનિલ કપૂરે પણ પોતાના ઓફિશ્યિલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે અને લખ્યું મે એનિમલ કા બાપ, બાલવીર સિંહ. સોશ્યિલ મીડિયા પર અનિલ કપૂરના આ લૂકના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. ગત વર્ષે રણબીર કાળુરે બ્રહ્માસ્ત્ર ફિલ્મના કારણે ચર્ચામાં આવ્યો હતો જેમાં તેણે સારુ કામ કર્યું હતું. ફિલ્મમાં રણબીરના એકશન અંદાજને ખુબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ બ્લોકબ્લસ્ટર સાબિત થઇ હતી. એવામાં હવે ફેન્સ રણબીરની આગામી ફિલ્મ એનિમલને લઈને ખુબ જ ઉત્સાહિત છે. એનિમલ ફિલ્મ ગત 11 ઑગસ્ટએ જ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મને નવી રિલીઝ તારીખ મળી છે, હવે આ એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.