બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Anger among LRD women candidates for not getting orders despite government's announcement

LRD વેઈટિંગ / સરકારની જાહેરાત છતાં ઓર્ડર ન મળતા LRD મહિલા ઉમેદવારો પહોંચી ગાંધીનગર, જાણો મામલો

Malay

Last Updated: 06:50 PM, 12 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRD વેઈટિંગના મુદ્દાને લઈને મહિલા ઉમેદવારો આજે ગાંધીનગર સચિવાલય ખાતે એકઠી થઈ હતી. જ્યાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, સરકારે પોતાના વાયદા મુજબ ઓર્ડરો આપ્યા નથી.

 

  • LRD વેઇટિંગના મુદ્દાને લઇ મહિલા ઉમેદવારોમાં રોષ
  • સરકારે વાયદા મુજબ ન આપ્યો ઓર્ડરઃ મહિલા ઉમેદવાર
  • 1112 મહિલા ઉમેદવારને બદલે 101ને જ ઓર્ડર

LRD વેઇટિંગના મુદ્દાને લઈને મહિલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 2018-19 LRD વેઈટિંગ મુદ્દે મહિલા ઉમેદવારો આજે ગાંધીનગર સચિવાલયની બહાર એકઠી થઈ હતી. આ ઉમેદવારોનો આક્ષેપ છે કે, સરકારે પોતાના વાયદા મુજબ ઓર્ડર આપ્યા નથી.

ઓર્ડર ન મળતા LRD મહિલા ઉમેદવારોમાં રોષ

વાસ્તવમાં 16 જુલાઈ 2022ના રોજ LRD 2018 ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 1327 પુરૂષ અને 1112 મહિલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ જાહેર કરાઈ હતી. આ 1112 મહિલા ઉમેદવારોને બદલે 101 ઉમેદવારોને જ ઓર્ડર અપાતા અન્યા મહિલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારની જાહેરાત છતાં ઓર્ડર ન મળતા LRD મહિલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

તમામને 17 સપ્ટેમ્બર પહેલા નિમણૂક આપવામાં આવેઃ મહિલા ઉમેદવાર

2018-19  LRD વેઈટિંગ મુદ્દે સચિવાલય બહાર મહિલા ઉમેદવારો એકઠી થઈ હતી. જ્યાં તેમના દ્વારા સરકારે પોતાના વાયદા મુજબ ઓર્ડર ન આપ્યાનો આક્ષેપ કરાયો હતો. મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે, 'ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 20 ટકા વેઈટિંગ ઓપરેટ કરવાનું કહ્યું હતું અને તમામ 2018 વેઈટિંગ લિસ્ટવાળા મહિલા ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવા આવશે એવી જાહેરાત કરી હતી. આજે દસ્તાવેજ ચકાસણી થયાને દોઢ મહિનો થયો છે. હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.' મહિલા ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે,  'અમારી એક જ માંગ છે કે 20 ટકા વેઈટિંગ ઓપરેટ કર્યું છે એ તમામને 17 સપ્ટેમ્બર પહેલા નિમણૂક આપવામાં આવે.' 

આપને એ પણ જણાવી દઈએ કે, વર્ષ 2018 LRDની ભરતીમાં વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ કરી હતી ત્યારે રુપાણી સરકારે 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તે અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો. આમ રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ પણ આશ્વાસન અપાયું હતું. જેનો સુખદ નીવેડો આવ્યો હતો અને ગત 16 જુલાઈના રોજ  LRD 2018 ભરતીનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ