બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / An outrageous allegation against Shankar Chaudhary of Ganiben Thakor

લોકસભા ચૂંટણી 2024 / 'દસ વર્ષથી એક વ્યક્તિનું શાસન' ગેનીબેન ઠાકોરના શંકર ચૌધરી સામે બેફામ આરોપ

Vishal Khamar

Last Updated: 02:01 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા લોકસભા કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કોંગ્રેસનાં ઉમેદવાર વિઠોદર ગામે કાર્યક્રમમાં હતા. ત્યારે બનાસકાંઠાના કાર્યક્રમમાં કોંગ્રેસનાં ઉમેદવારે નિવેદન આપ્યું હતું કે, દસ વર્ષથી સહકારી માળખુ એક વ્યક્તિનાં શાસનથી ચાલે છે.

લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોર ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર શરુ કરી દીધો છે. આજે ડીસાનાં વિઠોદર ગામે ગેનીબેન પ્રચાર કરી તેઓને ચૂંટણીમાં મત આપી વિજયી બનાવવા કહ્યું હતું. તેમજ ગેનીબેન ઠાકોર દ્વારા કાર્યક્રમમાં આક્ષેપ કર્યા હતા. 

ડીસાનાં વિઠોદર ગામે કાર્યક્રમમાં ફરી ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર બનાસ ડેરીનાં ચેરમેન શંકર ચૌધરી સામે નિશાન તાક્યું હતું. દસ વર્ષથી સહકારી માળખુ એક વ્યક્તિનાં શાસનથી ચાલે છે. પોતાનાં સગા વ્હાલા અને મળતિયા કીધામાં રહે તેવી નીતી છે. બનાસ ડેરીના પૂર્વ ચેરમેનોએ કદી ડેરીને બાનમાં લીધી નથી. દસ વર્ષથી ડેરીનાં મંત્રીઓ સભાસદોને બાનમાં રાખે છે. ડેરીનાં મંત્રીઓને લોકોને લાવવાની જવાબદારીનું પ્રેશર કરાય છે. ડેરીના સંચાલકો આપણા રોટલા પૂરા કરતા હોય તેવી દાદાગીરી કરે છે. 

કોણ છે ડૉ.રેખાબેન ચૌધરી?
ભાજપના ઉમેદવાર ર્ડા. રેખાબેન ચૌધરી વિશે વાત કરીએ તો ર્ડા. રેખાબેન ચૌધરી બિનરાજકીય ઉમેદવાર છે.  ભાજપ દ્વારા પ્રથમ વખત મહિલાને ટિકીટ આપી છે. તેમજ તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે. શિક્ષણ ક્ષેત્રે તેઓ સારૂ એવું નામ ધરાવે છે.

કોણ છે ગેનીબેન ઠાકોર?
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો તેઓ હાલ ચાલુ ધારાસભ્ય છે. તેમજ તેઓ ઠાકોર સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠકમાં સૌથી વધુ સાડા 4 લાખ મતદારો ઠાકોર ક્ષત્રિય સમાજના છે. આ બેઠક પર સૌથી વધુ પ્રભુત્વ પણ ઠાકોર સમાજનું રહ્યું છે.  કોંગ્રેસે 2017માં વાવ બેઠક પર ગેનીબેનને ધારાસભ્યની ટિકિટ આપી હતી. આ સમયે ગેનીબેને રાજ્ય સરકારના મંત્રી અને દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવ્યા હતા.

2019નું પરિણામ?
જો ગત ચૂંટણીના બનાસકાંઠાના પરિણામ પર નજર નાખવામાં આવે તો, ભાજપના ઉમેદવાર પરબત પટેલ 3 લાખ 68 હજાર 296 મતની લીડથી જીત્યા હતા.  આ સમયે કોંગ્રેસે પરથી ભટોળને ટિકિટ આપી હતી. 

બનાસાકાંઠા લોકસભા બેઠકનો ઈતિહાસ
બનાસકાંઠા લોકસભા બેઠકના ઈતિહાસની વાત કરીએ તો છેલ્લી 3 ટર્મથી બનાસકાંઠા બેઠક ભાજપ પાસે છે. અગાઉ 1952થી વાત કરીએ તો 3 ટર્મ સુધી અહીં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. આ બેઠક જનતા દળ, જનતા પક્ષ અને સ્વતંત્ર પક્ષને પણ 1-1 ટર્મ માટે મળી હતી.

વધુ વાંચોઃ પોરબંદરમાં મનસુખ માંડવિયા કે લલિત વસોયા? કોંગ્રેસ ગઢમાં કેન્દ્રીય મંત્રીની રાહત કઠિન

બનાસકાંઠા લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ
બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો અહીં ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4 લાખ 50 હજારથી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે, જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. આ બેઠક કુલ 19.53 લાખ મતદારો છે. જો કે, દલિત અને આદિવાસી સમાજના મતદારો પરિણામ પલટી શકે છે. આ બંને સમાજના 1.75 લાખ મતદારો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ