બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Porbandar Lok Sabha seat Mansukh Mandvia or Lalit Vasoya

પોરબંદર લોકસભા બેઠક / પોરબંદરમાં મનસુખ માંડવિયા કે લલિત વસોયા? કોંગ્રેસ ગઢમાં કેન્દ્રીય મંત્રીની રાહત કઠિન

Ajit Jadeja

Last Updated: 01:12 PM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરમાં ઉદ્યોગો નથી જેથી યુવાનોને રોજગાર માટે પોરબંદર છોડીને અન્ય શહેરોમાં જવું પડે છે

Porbandar News: પોરબંદર લોકસભા બેઠક કે જેમાં પોરબંદરની સાથે જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક મત વિસ્તારોનો સમાવેશ થાય છે. એક સાથે 3 જિલ્લાના મતદારો જોડાતા હોય તેવી કદાચ સૌરાષ્ટ્રની એક માત્ર લોકસભા બેઠક છે. લોકસભા ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તમામ પક્ષનો ચૂંટણી પ્રચાર હવે ટોપ ગિયરમાં છે. જેમાં પોરબંદર બેઠક પર ભાજપે મનસુખ માંડવિયાને તો કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે. 

રાજકીય સમીકરણો જોવા મળ્યા

લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે. જેમાં ગુજરાતની 26 બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે પરંતુ આ વખતે સૌની નજર પોરબંદર બેઠક પર રહેશે. આમ તો વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર 2024માં નવા રાજકીય સમીકરણો જોવા મળ્યા છે. પોરબંદર સુદામા અને બાપુની જન્મભૂમિ કહેવાય છે. પોરબંદર કોગ્રેસના મોટાભાગના આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેંસ પહેરી લીધો હતો.

વખાણ કરી કેસરિયા કર્યા

પોરબંદરના કોગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ રાજીનામુ આપી દીધા બાદ પોરબંદર જીલ્લા કોગ્રસના આગેવાનો અને હોદેદારોએ રાજીનામા આપી દીધા હતા. ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે. કોંગ્રેસના એક સમયના કદાવર નેતાઓએ વખાણ કરતા કરતા કેસરિયા કરી લીધા છે. ભાજપમા પ્રવેશ લઇ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારત વિકાસના સંકલ્પમા યાત્રામા જોડાય રહ્યા છે તેવું કહ્યુ હતું.

લલિય વસોયાને કોંગ્રેસે ઉતાર્યા

પોરબંદરની વાત કરીએ તો અહી અર્જુન મોઢવાડિયા કદાવર નેતા હતા અને કોંગ્રેસ પક્ષ અહી મજબુત હતો પરંતુ હવે તેઓએ કેસરિયા કરી લીધા છે સાથે તેમના સમર્થકોને પણ લેતા ગયા છે. એટલે મજબુત કોંગ્રેસને આ બેઠક પર જીતવા વધુ મહેનત કરવી પડશે. અહી લોકસભા અને પોરબંદર વિધાનસભા બંનેની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસે લોકસભામાં લલિત વસોયાને ઉતાર્યા છે. તેઓ પણ કોંગ્રેસના મજબુત નેતા છે. એટલે આ બેઠક કપર ખરાખરીનો જંગ જોવા મળશે. લલિત વસોયાની પાટીદારો અને ખેડૂતો પર મજબુત પકડ છે. તેઓ ખેડૂતોના પ્રશ્નો, સડકથી લઈ વિધાનસભા સુધી અવાજ ઉઠાવી ચુક્યા છે.રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકારવા મુદ્દે વસોયા તેમની પાર્ટીની પણ ટીકા કરી ચુક્યા છે.લલિત વસોયાએ 2019માં ભાજપ નેતા રમેશ ધડૂક સામે લોકસભાની ચૂંટણી લડ્યા હતા.પરંતુ તેઓની હાર થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેમને 2022ની ગુજરાત વિધાનસભાની ટિકિટ પણ આપવામાં આવી હતી, જોકે તેમાં પણ તેઓને હારનો સામનો જ કરવો પડ્યો હતો.

લોકસભા સાથે પોરબંદર વિધાનસભાની ચૂંટણી

ભારતના ચુંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત પોરબંદર લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં 7 મી મેના મતદાન યોજાશે. પોરબંદર લોકસભાની સાથે પોરબંદર વિધાનસભાની પેટા બેઠક માટે પણ મતદાન થવાનું હોય પોરબંદર લોકસભા વિસ્તારની 6 બેઠકના મતદારોએ સંસદ સભ્ય માટે માત્ર એક મત આપશે જ્યારે પોરબંદર વિધાનસભા બેઠક પર મતદારોએ સંસદ સભ્ય માટે એક અને ધારાસભ્ય માટે પણ એક એમ કુલ 2 મત આપવાના રહેશે.

આ પણ વાંચોઃ ગીરમાં 186 સિંહોના મોત, હાઈકોર્ટે રેલવે વિભાગ પાસેથી જવાબ માગ્યો

પોરબંદરમાં ઉદ્યોગોના અભાવે વિકાસ રુંધાયો

પોરબંદરમાં ઉદ્યોગો નથી. જેથી યુવાનોને રોજગાર માટે પોરબંદર છોડીને અન્ય શહેરોમાં જવું પડે છે. અને વિકાસ રુધાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓના મતે પોરબંદરમાં જગ્યાઓ વિશાળ છે. યુવાધન પણ છે. બસ રોજગાર લક્ષી કંપનીઓનો અભાવ છે. ગુજરાતનું સૌથી જુનું પોર્ટ પોરબંદરમાં જ આવેલું છે. પરંતુ ત્યાં જવાની પરવાનગી નથી. જોકે અહીં અન્ય પોર્ટની જેમ આ પોર્ટનો પણ વિકાસ થાય તો વધુ  રોજગારીનું સર્જન થઈ શકે. માછીમારોના પણ મુદ્દાઓ છે જે હજુ સુધી રજુઆતો કરવા છતાં ઉકેલાયા નથી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ