બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / An accident occurred in Kapodra, Surat

BIG BREAKING / અમદાવાદ બાદ હવે સુરતમાં અકસ્માત: નશામાં ધૂત નબીરાએ 5 લોકોને અડફેટે લીધા, બાઈક ચાલકોને તો 20 ફૂટ સુધી ઢસડ્યાં

Kishor

Last Updated: 08:51 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ બાદ સુરતમાં નબીરાના પાપે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ બનેલા નબીરાએ ત્રણ બાઈક ચાલકો અને રાહદારીઓને ઠોકરે લીધા હતા. બાઇક ચાલકને 20 ફૂટ સુધી  ઢસડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે.

  • અમદાવાદ બાદ સુરતમાં નબિરો બેફામ બન્યો
  • સુરતમાં કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા
  • BRTS રૂટમાં 3 બાઈક અને 2 રાહદારીને અડફેટે લીધા

રાજ્યમાં બેફામ બની વાહન ચલાવતા નબીરાઓના પાપે જાણે માર્ગો પર મોત ઘૂમતું હોય તેવી સ્થિતિ સર્જાય છે. મોટા શહેરોમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડ બાફ હવે સુરતમાં અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી છે. સુરતના કાપોદ્રામાં રાત્રે નબીરાએ બેફામ સ્પીડે GJ 05 RN 9995 નંબરની સ્વીફ્ટ કાર ચલાવી 5 લોકોને લીધા અડફેટે અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્નેહમુદ્રા સોસાયટી પાસે રાત્રે કારચાલક બેફામ બન્યો હતો.

3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા
વાયુ વેગે કાર ચલાવી સુરતમાં સાજન ઉર્ફે સન્ની પટેલે 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા થવા પામી હતી. આરોપીએ નીતિની નિયમ નેવે મૂકી BRTS રૂટમાં ઓવરસ્પિડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આરોપી કારના ચાલકે એક બાદ એક ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બાદમાં કારની એરબેગ્સ ખુલી ગઈ હતી.

ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા

બીજી બાજુ આરોપો કાર ચાલક દારૂના નશામાં હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. લોકોએ કાર ચાલકને બહાર કાઢી બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાબડતોબ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરાંત કાર ચાલકને પણ ઇજા થતાં તેને પણ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અમદાવાદમાં બન્યો હતો ચોંકાવનારો અકસ્માત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતની ઘટનાને પગલે રાજ્ય આખું હચમચી ગયું છે.19 જુલાઈનાં રોજ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. 

ISKCON Bridge Accident Case : આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજુર, પિતા  14 દિવસ માટે જેલ હવાલે, iskcon-bridge-accident-case-accused-tathya-patel-granted-3-days-remand-prajnesh-patel-sentenced-to  ...

આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવીલ લઈ જવામાં આવ્યા હતા. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બાદમાં પોલીસે અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી હતી.

સળગતા સવાલો ?

  • રાજ્યમાં કયા સુધી નબીરા બેફામ બનીને કાર ચલાવતા રહેશે?
  • લોકોના જીવ જોખમમાં મુકતા નબીરાઓ પર લગામ ક્યારે?
  • બેફામ બનીને અકસ્માત સર્જતાં નબીરાઓને પોલીસનો કેમ નથી ડર?
  • નબીરાઓ પર અંકુશ લાવવામાં પોલીસનો પન્નો ટૂંકો કેમ પડે છે?
  • શું પોલીસ આ મામલાને ગંભીરતાથી લેશે કે કેમ?
  • હજુ કેટલાં લોકોના જીવ લેશે આ બેફામ નબીરાઓ?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ