બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Amit Shah Gujarat Visit new Cabinet discussion

રાજનીતિ / અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે, મંત્રીમંડળમાં 3 નવા ચહેરા તો 3ને પડતાં મૂકાય તેવી સંભાવના

Divyesh

Last Updated: 06:20 PM, 27 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. જો કે વિધિવત રીતે તો શાહ અમદાવાદના કાર્યક્રમો અને તમામ જિલ્લાના કલેક્ટરો સાથે મિટીંગ કરવા આવી રહ્યા છે.પરંતુ ગુજરાત ભાજપના અંગત વર્તુળમાંથી સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તો ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણનું અને સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું પ્લાનીંગ છે.

અમિતભાઈ CM સાથે બેઠક કરી મંત્રીમંડળ અને સંગઠનની ચર્ચા કરશે

આવતી કાલે સાંજે રાજભવન ખાતે અમિતભાઈ અને CM રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારની ચર્ચા કરી શકે છે. જેમાં લાંબા સમયથી થનગની રહેલાં 3 નેતાઓને મંત્રી બનાવાઈ અને અન્ય 3ને પડતાં મૂકાય તેવી સંભાવના છે. આ સાથે ભાજપ સદસ્તા અભિયાન પૂર્ણ થતાં પ્રદેશ સંગઠનમાં નવા કાર્યકર્તાઓને હોદ્દા ફાળવી તેમને ખુશ કરવા અને પાર્ટીમાં નવો જીવ પુરવાની શક્યતાં છે. અમુક નેતાઓનું એવું પણ માનવું છે કે અમિતભાઈ આવશે એટલે અમારા પાર્ટીમાં હોદ્દા નિશ્ચિત. 
 

વાઘાણી સહિત 3 નેતાઓને મંત્રી બનવાનો થનગનાટ

આંતરિક વર્તુળોમાં મોખરે ચાલી રહેલાં નામોમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું નામ નિશ્ચિત છે, આ સાથે ઉતર ગુજરાતના બે નેતા શંકર ચૌધરી કે જેને પરબત પટેલના સ્થાને લઈ શકે છે કારણ ચૌધરીઓને ખુશ કરવાં આ પગલું લેવું જરૂરી છે. અને રહી વાત કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કરનાર અલ્પેશ ઠાકોરની તેમને તો રૂપાણી સાહેબે મંત્રી પદનું વચન આપી દીધું છે બસ અમિતભાઈ હા પાડે તેની જ રાહ છે.
 

પરસોતમ સોલંકી સહિત 3 મંત્રીઓને હવે પડતાં મુકાશે 

લાંબા સમયથી બીમાર અને સરકારમાં નિષ્ક્રિય એવાં પરસોતમ સોલંકીથી CM સહિતના તમામ નેતાઓ થાક્યા છે. જ્યારે કચ્છના વાસણાં આહિર બે-ત્રણ વખત વિવાદમાં ફસાતાં પાર્ટી પોતાની ઈમેજ બગાડવાં નથી માંગતી. અને હજુ એક દિગ્ગજ નેતા અને મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત અત્યંત નાદુસ્ત રહે છે આથી તેમનું ખાતું જીતુભાઈને આપી તેમને પાર્ટીની કોઈ જવાબદારી સોપાઈ તેવી સંભાવના છે.

જીતુભાઈને મંત્રી બનાવી પ્રદેશ અધ્યક્ષ બદલવાની તજવીજ 

જીતુભાઈ વાઘાણી અમિતભાઈના માનીતા નેતા છે એટલે તેમનાં જ નેતૃત્વમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ભાજપે લડી. પરંતુ હવે જીતુભાઈ પોતે મંત્રી બનવા થનગની રહ્યા છે એવું અંગત સુત્રોનું કહેવું છે. ઉપરાંત પ્રદેશને નવું નેતૃત્વ મળે તો કાર્યકર્તાઓમાં પણ નવો ઉત્સાહ આવે તેવી વિચારધારાથી ફેરફાર શક્ય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ