બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amit Shah attacks Congress over vote bank says Narendrabhai ended familyism

ગુજ'રાજ'2022 / વોટ બેંકને લઇ અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું ગુજરાતમાં પરિવારવાદને નરેન્દ્રભાઈએ સમાપ્ત કર્યો

Kishor

Last Updated: 05:02 PM, 28 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જંગી જનસભાસ સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

  • અરવલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 
  • ભિલોડામાં અમિત શાહની જનસભા
  • એક જ ઝાટકે કલમ 370 હટાવવાનું કામ કર્યુ: શાહ

ગુજરાતનો ગઢ કબ્જે કરવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઑ રીતસરના મેદાને ઉતાર્યા છે.  જેમાં પોતપોતાના પક્ષના ઉમેદવારોને જીતાવવા લોકપ્રિય નેતાઑ ઠેકઠેકાણે સભાઑ ગજવી રહ્યાં છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહીત અનેક નેતાઑ ગુજરાત પ્રવાસે આવ્યા છે.  ત્યારે આજે ભાજપના પ્રચંડ પ્રચારના ભાગરુપે અરવલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ સભા સંબોધી હતી.

 
8 વર્ષમાં ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યા : શાહ 
અરવલ્લીના ભિલોડામાં અમિત શાહએ જનસભા સંબોધી જણાવ્યું હતુ કે ગુજરાતમાં જાતિવાદ પરિવારવાદને નરેન્દ્ર મોદીએ ખતમ કર્યો હોવાનું કહ્યું હતું. વધુમાં કોરોના કાળમાં ગરીબોની પરેશાની પારખી 80 કરોડ ગરીબોને સવા બે વર્ષ સુધી મફતમાં અનાજ પહોંચાડ્યુ છે. આદિવાસી સમાજની દીકરીને રાષ્ટ્રપતિ બનાવી આદિવાસીઑને ગૌરવ આપવાનું કામ વડાપ્રધાન  નરેન્દ્રભાઈએ કહ્યું હોવાનું કહ્યું હતું. ઉપરાંત અરવલ્લી જિલ્લામાં વીજળી, ઘર, ગેસ સિલિન્ડર, રોડ રસ્તા સહીત અનેક વિકાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં 8 વર્ષમાં ગરીબોના જીવનમાં પરિવર્તન આવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. 


ભાજપ સરકારે એક જ ઝાટકે કલમ 370 હટાવવાનું કામ કર્યુ 
રામ મંદિરને લઇને કોંગ્રેસ લાંબા સમયથી આ મુદાને લટકાવી અભેરાઇએ ચડાવતી હતી. જ્યારે નરેન્દ્ર મોદી સરકારે તાત્કાલિક નિર્ણય લઇ આસ્થાના કેન્દ્રોને મજબૂતી આપવાનું કામ કર્યુ છે. વધુમાં કોંગ્રેસે રામ મંદીર મામલે માત્ર વાયદાઑ કર્યા હોવાનું કહી અમિત શાહે દાવા સાથે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2024 ના રોજ આયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર તૈયાર હશે. તેમણે કહ્યું કે વોટ બેંકની રાજનિતીથી કોંગ્રેસ ઉપર આવી જ ન શકી વર્ષોથી કોંગ્રેસની સરકારે વોટ બેંક સાચવવા માટે કામ ન કર્યું હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યાંરે ભાજપ સરકારે એક જ ઝાટકે કલમ 370 હટાવવાનું કામ કર્યુ હોવાનું અંતમાં અમિત શાહએ જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ