બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Amid IPS lobby's thrashing, PIs fill in, radium-jacketed and baton-wielding police appear only when there is a VVIP movement.
Dinesh
Last Updated: 03:13 PM, 11 June 2023
ADVERTISEMENT
રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે અને ઠેર ઠેર ચેકિંગ કરી રહી છે. તો બીજી તરફ ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે તમામ દારૂ જુગારના અડ્ડા બંધ કરાવી દેવાની પણ સૂચના અધિકારીઓને આપી દીધી છે. તો બીજી એક એવી મળી છ કે, હવે તમે અમદાવાદમાં વાહન પાર્ક કરીને ફરવા જાઓ તો પોલીસ દારૂનો કેસ કરી શકે છે. અમદાવાદની એક એજન્સીએ અડધા કરોડની ગાડીમાંથી દારૂ ઝડપ્યો હોવાનો કેસ કરીને વિવાદ વહોર્યો ગાડીના માલકા કોર્ટમાં જવાનું કહેતા પોલીસ સમાધાનના મુડમાં, ગાડી છોડાવવા વકીલ કરી આપ્યો.
દારૂ પકડતી એજન્સીના અધિકારી જ ખાદી પહેરીને ઘરમાં ગાંધીજીના ફોટો સામે પીવે છે દારૂ.
ગુજરાતમાં દારૂ બંધીને લઈને અનેક વાતો થતી હોય છે. દારૂ પકડવા માટે એજન્સીઓ પણ બની છે. પીસીબી હોય કે સ્ટેટ મોનીટરીંગ સેલ. આ એજન્સીઓ દારૂ પકડીને બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરે છે. પરંતુ આ એજન્સીઓની વાત કરીએ તો દારૂ પકડતી એજન્સીના એક અધિકારી તો દારૂ તો પકડે છે પરંતુ ખાદીના કપડાં પહેરીને ગાંધીજીના ફોટો સામે દારૂ પાર્ટી પણ કરે છે. આ ચર્ચા પોલીસ બેડામાં ટોક ઓફ ટાઉન છે. પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠ વચ્ચે પોલીસ એજન્સીઓથી ડરે છે પરંતુ આ એજન્સીના અધિકારી ફરજ દરમ્યાન દારૂ બંધી માટે કડક છે અને ઘરે દારૂ સ્વતંત્ર છે.
ADVERTISEMENT
પાર્કિગમાં દારૂનો કેસ બાદ પોલીસે આરોપી માટે વકીલની પણ વ્યવસ્થા કરી
હવે તમે અમદાવાદમાં વાહન પાર્ક કરીને ફરવા જાઓ તો પોલીસ દારૂનો કેસ કરી શકે છે. અમદાવાદની એક એજન્સીએ અડધા કરોડની ગાડીમાંથી દારૂ ઝડપ્યો હોવાનો કેસ કરીને વિવાદ વહોર્યો ગાડીના માલકા કોર્ટમાં જવાનું કહેતા પોલીસ સમાધાનના મુડમાં, ગાડી છોડાવવા વકીલ કરી આપ્યો. દેશભરમાં અમદાવાદ પોલીસની કામગીરીની નોંધ લેવાઇ રહી છે. ડિટેક્શન અને ગુનેગારો પર અમદાવાદ પોલીસનો સારો એવો કંટ્રોલ પણ છે. ત્યારે અમદાવાદની એક સુપર એજન્સીના અધિકારીઓની કરતુતો એજન્સી સહિત શહેર પોલીસને કાળી ટીલી લગાવી રહી છે. શહેરમાંથી તાજેતરમાં જ એક એજન્સીઓ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. જેમાં લક્ઝુરીયસ કારમાંથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જેની ભારોભાર સરાહના પણ થઇ રહી છે. ત્યારે જ એક એવી ચોંકાવનારી વાત સામે આવી કે લગભગ અડધા કરોડ રૂપિયાની એક ગાડીમાં દારૂજ નહોતો તો પોલીસે કેવી રીતે બતાવ્યો. હવે જ્યારે ગાડીના માલીકે આ બાબતે પોલીસ સમક્ષ વિનંતી સાથે રજૂઆત કરી હતી કે તેની કારમાં કોઇ જ દારૂ નહોતો અને જો દારૂ હોય તો જ્યાંથી પકડ્યો તે સ્થળના સીસીટીવી કેમેરામા પણ પોલીસ તપાસ દરમિયાના દારૂ નીકળતો દેખાય જે ફુટેજ બતાવવા માટે પણ ગાડીના માલીકે વિનંતી કરી હતી. બીજી તરફ જ્યાંથી દારૂનો જથ્થો કબજે કરવાનું બતાવવામાં આવી રહ્યું છે. તે સ્થળે સીસીટીટીવી કેમેરા છે પરંતુ તપાસના નામે પોલીસે ડીવીઆર લઇ લીધું હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આ તમામ બાબતો વચ્ચે જે તે અધિકારી દ્વારા જેની કાર હતી તેની સાથે ચર્ચા કર્યા બાદ આ કેસમાંથી કાર છોડાવી આપવાની જવાબદારી લેવામાં આવી અને તેના માટે તપાસ અધિકારીએ જ એક સિનિયર એડવોકેટ પણ કરી આપવામાં આવ્યો હોવાનું જાણી શકાયું છે. જોકે વકીલે પોતાની ફી ગાડીના માલીક પાસે માંગી ત્યારે તેણે કહ્યું હતું કે, આ ફી તો પોલીસ અધિકારી આપવાના હતા તેમ નક્કી થયું હતું. આ તકરારને લઇને ફરીથી વિવાદ ઉભો થયો છે. હવે જોવાનું એ રહ્યું કે, જેટલા પ્રમાણમાં દારૂ બતાવવામાં આવ્યો છે. તે જોતાં આ ગાડી લગભગ બે વર્ષ સુધી તો છુટે તેમ નથી. બીજી તરફ નવીજ ગાડી છોડાવનારને પણ કોઇ કારણ વગર પોલીસની ઝપટે ચડી જવાનો વારો આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે કોઇ પણ વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાની ક્ષમતા ધરાવતી આ સુપર એજન્સી હવે પોતાના માથે આવી પડેલી તકલીફનું નિરાકરણ લાવી શકે છે કે કેમ. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સટ્ટાના એક કેસમાં પણ એક એજન્સીના અધિકારીઓ વિરૂદ્ધ ખુદ બુકીએ કમિશનર સમક્ષ લેખીતમાં ફરિયાદ કરી પૈસા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીની જ બ્લેક ફિલ્મવાળી કાર, પણ જુએ કોણ?
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલાં એક યુવક નંબર પ્લેટ વગરનું ટુ વ્હીલર લઇને કામથી ગયો હતો ત્યારે પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહીને ગુનો દાખલ કર્યો હતો. કાયદા કાનૂન દરેક માટે લાગુ પડે છે પછી તે પોલીસ હોય, નેતા હોય કે પછી કોઇ વીવીઆઇપી વ્યકિત પણ કેમ નથી હોતી. પોલીસ નંબર પ્લેટ વગરનાં વાહનો તેમજ કાર પર બ્લેક ફિલ્મ લગાવીને ફરતા લોકો પર તવાઇ બોલાવી રહી છે ત્યારે ખુદ પોલીસ તે નિયમો તોડી રહી છે. પોલીસ કર્મચારી છું એટલે અમને કોઇ કાયદા કાનૂન લાગુ પડતા નથી તેવું વિચારીને કેટલાક પોલીસ કર્મચારીઓ બિનધાસ્ત થઇ ગયા છે. ગઇ કાલે સરદારનગર પોલીસ સ્ટેશનમાં એકદમ બ્લેક ફિલ્મ લગાવેલી તેમજ નંબર પ્લેટ વગરની બ્લેક કાર ઊભી હતી. આ કારની પૂછપરછ કરી તો ખબર પડી કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીની છે.
પોલીસે ખાસ લોકોને કહ્યુંઃ ‘રથયાત્રા આવે છે, દારૂ-જુગારનો ધંધો પોતાનાં રિસ્ક પર કરજો!’
રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ એલર્ટ મોડ પર છે અને ઠેર ઠેર ચેકિંગ કરી રહી છે. તો બીજી તરફ ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે તમામ દારૂ જુગારના અડ્ડા બંધ કરાવી દેવાની પણ સૂચના અધિકારીઓને આપી દીધી છે. પોલીસ સ્ટેશનના વહીવટ સંભાળતા કેટલાક પોલીસ કર્મચારીઓએ દારૂનો ધંધો તેમજ જુગારનો ધંધો કરતા ગુનેગારોને ફોન કરીને કહી દીધું છે કે, રથયાત્રા આવે છે એટલે દારૂ જુગારનો ધંધો પોતાના રિસ્ક પર કરજો નહીં તો સંપૂર્ણ રીતે થોડા સમય માટે બંધ કરી દેજો. પોલીસની સૂચના મળતાં કેટલાક લોકોએ પોતાનો ધંધો બંધ કરી દીધો છે જ્યારે કેટલાક લોકોએ પોતાના રિસ્ક પર ધંધો ચાલુ રાખ્યો છે.
દેખાડોઃ માત્ર VVIP મૂવમેન્ટ હોય ત્યારે જ રેડિયમ જેકેટ અને ડંડાનો ઉપયોગ
નાગિરકો સાથે મિત્રતા કેળવાય તે હેતુસર પોલીસ હંમેશાં કંઈક નવું કરવાનો વિચાર કરતી હોય છે. વાહનચાલકો મોડી રાતે ટ્રાફિક પોલીસને જોઈ શકે તે માટે સંખ્યાબંધ રેડિયમ જેકેટ અને લાઇટવાળા ડંડા ખરીદવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસ કર્મચારીને ડંડા અને જેકેટ આપવામાં આવ્યા હતા, જોકે તેનો ઉપયોગ નહીંવત્ થઇ ગયો છે. શરૂઆતમાં પોલીસ કર્મચારીઓ ડંડા અને જેકેટ પહેરીને ઊભા રહેતા હતા, પરંતુ સમય જતાં તેને તિજોરીમાં મૂકી દેવાયા છે, જ્યારે જ્યારે વીવીઆઇપી મૂવમેન્ટ અમદાવાદમાં થવાની હોય ત્યારે પોલીસ કર્મચારીઓ જેકેટ અને ડંડા તિજોરીમાંથી બહાર કાઢે છે. હાલ શહેરના કોઇ પણ પોલીસ કર્મચારીના શરીર પર જેકેટ અને લાઇિટંગવાળા ડંડા જોવા મળતા નથી. કેટલાક પોલીસ કર્મચારીઓને કહેવું છે કે ગરમી હોવાના કારણે જેકેટ પહેરવાથી વધુ ગરમીનો અહેસાસ થાય છે, જેના કારણે પહેરતા નથી.
IPS લોબીના ધમપછાડા વચ્ચે PI ભરાયા
નિવૃત IPSના પુત્રને બચાવવા અમદાવાદ પોલીસ તંત્ર કામે લાગ્યું હોય તેવી ચર્ચા જાગી છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનમાં નિવૃત IPSના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ ન થાય તેની આડઅવળી અંદરો અંદરો ભલામણોની ભરમમાર શરૂ થઈ છે. જેના માટે IPS લોબી ફરિયાદ ન લેવા અંદોર અંદર ગુસપુસ કરી રહી છે, નિવૃત IPSના પુત્ર પર એવા આક્ષેપ છે કે, ખોટા ડોક્યુમેન્ટ દ્વારા પાસા અટકાવીને ન્યાયતંત્રનો ખોટો ઉપયોગ કર્યો છે પરંતુ જેતે પોલીસ સ્ટેશનના PIની કપરી સ્થિતિ છે કેમ એક તરફ ન્યાયતંત્ર અને બીજી તરફ IPS તંત્ર. આ બંન્ને વચ્ચે PI બરાબરના ભરાયા છે સાહેબોનું સાંભળે તો ન્યાયતંત્રનું શું ? અને ન્યાયતંત્ર તરફ જોવે તો IPS લોબી આંખો બતાવે. બન્નેને લીધે PI ફરિયાદ તો નથી નોંધી રહ્યા બસ અરજી લઈને સંતોષ માન્યો છે. ત્યારે આ નિવૃત IPSના પુત્રને બચાવવા 4થી 5 IPS ફોન કરીને પોલીસ સ્ટેશન માથે લીધું છે અને નિવૃત્ત IPSના પુત્રને બચાવવાના મરણિયા પ્રયાયો આદર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.