ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC's health system is worried due to the epidemic in Ahmedabad city

ચિંતાજનક સમાચાર / અમદાવાદીઓને માથે વધુ એક મુસીબત મંડરાઈ? નવા રોગે દેખા દેતા વધ્યું ટૅન્શન, આ વિસ્તાર જાહેર કરાયા 'ક્લસ્ટર્સ'

Published By: Malay

Last Updated: 08:47 AM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં બાળકોમાં ઓરીનો રોગચાળો વકરતાં AMCનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. તંત્ર દ્વારા ઓરીગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા છે.

ADVERTISEMENT

 

  • અમદાવાદ શહેરમાં ઓરીના કેસોમાં વધારો 
  • ઓરીગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા
  • AMC દ્વારા એક માસમાં 1.32 લાખ બાળકોને 3 રસી અપાઇ

અમદાવાદમાં ઓરીના કેસો વકરતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. શહેરમાં જે અર્બન હેલ્થ સેન્ટરમાં 2 કન્ફર્મ કેસ અને 5થી વધારે શંકાસ્પદ કેસ હોય તેવા વિસ્તારને ક્લસ્ટર્સ જાહેર કરાયા છે. 

આ વિસ્તારોમાં જોવા મળ્યા મહત્તમ કેસો
અમદાવાદ  શહેરના બહેરામપુરા, દાણીલીમડા, જુહાપુરા, મક્તમપુરા, ગોળલીંમડા અને રખિયાલમાં ઓરીના મહત્તમ કેસો જોવા મળ્યા છે. મ્યુનિ. હેલ્થ કમિટીમાં આ બાબતે વિસ્તારથી અપાયેલા અહેવાલમાં અત્યારે શહેરમાં 1661 શંકાસ્પદ કેસ પૈકી 457 કેસ સામે આવ્યા છે.

એક માસમાં 1.32 લાખ બાળકોને 3 રસી અપાઇ
AMC દ્વારા એક માસમાં 1.32 લાખ બાળકોને 3 રસી અપાઇ છે. જેમાં 1,08,393 બાળકોને વિટામિન એનો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 79,821 બાળકોને એમઆર-ઓરીનો ડોઝ આપવામાં આવ્યો છે. 

આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને લખ્યો હતો પત્ર
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને ઓરી રોગના લક્ષણોની ઓળખ અને માર્ગદર્શિકા સાથેનો પત્ર લખ્યો હતો. જેમાં બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવા તાકીદ કરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા માતા-પિતાએ અન્ય અફવાઓમાં ન આવીને તુરંત જ બાળકોની સારવાર શરૂ કરાવી દેવાની અપીલ કરવામાં આવી હતી.

બાળકમાં લક્ષણો દેખાય તો સ્કૂલે ન મોકલવા તાકીદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શિક્ષણ અધિકારીને પત્ર લખીને જાણ કરી હતી કે, બાળકને ઓરીના લક્ષણ દેખાય તો તાત્કાલિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા અર્બન હેલ્થ સેન્ટર ઉપર જાણ કરવાની રહેશે અને બાળકને તાત્કાલિક રજા આપવાની રહેશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગે બાળક સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી સ્કૂલે ન મોકલવાની તાકીદ કરી હતી. 

શું છે ઓરીના લક્ષણો?

  • ત્વચા પર લાલ ફોલ્લી થવી 
  • ભારે તાવ આવવો 
  • વધુ પડતી ઉધરસ આવવી
  • આંખો લાલ થવી
  • ખૂબ થાકી જવું
  • વહેતું નાક
  • સૂકું ગળું
  • સ્નાયુઓમાં દુઃખાવો
  • મોઢામાં ચાંદા પડવા
  • આંખે ઝાંખું દેખાવું 
  • સ્વભાવ ચીડિયો થઈ જવો

સંકળાયેલા મુદ્દાઓ

AMC Ahmedabad city epidemic health system અમદાવાદમાં રોગચારો આરોગ્ય તંત્ર હરકતમાં ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ