બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / AMC's Biggest Decision So Far on Stray Cattle, Cattle Control Policy Approved with Compulsory Licence, Know Other Rules

BIG NEWS / રખડતાં ઢોર મામલે AMCનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, લાયસન્સ ફરજિયાત સાથે ઢોર અંકુશ પોલિસીને મંજૂરી, જાણો બીજા નિયમો

Vishal Khamar

Last Updated: 05:52 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદીઓ માટે AMC દ્વારા રાહતનાં નિર્ણય લીધો છે. જેમાં AMC દ્વારા ઢોર અંકુશ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં પોલીસીને સર્વાનુમતે મંજૂરી આપી દેવામાં આવી છે.

  • AMC  દ્વારા ઢોર અંકુશ પોલિસીને મંજૂર આપવામાં આવી
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોલિસીને મળી સર્વાનુમતે મંજૂરી
  • સુધારા વધારા સાથે પોલિસીને મંજૂર કરાઈ

અમદાવાદી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા AMC  દ્વારા ઢોર અંકુશ પોલીસીને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે અગાઉ આ પોલિસીને મંજૂર કરાઈ ન હતી. આજે સુધારા વધારા સાથે ઢોર અંકુશ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે. 

દુધાળા પશુ રાખનારા લોકોને લાયસન્સ ફરજિયાત
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું હતું કે,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે  આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદનું કામ લાવવામાં આવ્યું હતું. જેમાં ઢોર નિયંત્રણ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ પશુપાલકે પોતાને પશુ રાખવા માટે પોતાની નિર્ધારિત જે જગ્યા નક્કી કરવામાં આવી છે. તે જગ્યા સાથે તે જગ્યા પર કેટલા ઢોર રાખી શકાય તેમ છે. તે જગ્યા નિર્ધારિત કરવી પડશે.  તેની લાયસન્સ ફી 2000 કમિટીમાં કમિશ્નર દ્વારા નક્કી કરવામાં આવી હતી. જેની જગ્યાએ લાયસન્સ ફી રૂા. 500 તેમજ રીન્યુઅલ ફી રૂા. 250 રાખવામાં આવી છે. અગાઉ જે દંડની વ્યવસ્થા હતી. એ દંડની વ્યવસ્થા હતી એની એજ રાખવામાં આવી છે. 

હિતેશ બારોટ (ચેરમેન, AMC સ્ટેન્ડિંગ કમિટી)

લાયસન્સ ફી માં સુધારો કરાયો
અત્યારે લાયસન્સ ફી ત્રણ વર્ષ માટે લેવામાં આવી હતી. જેમાં પહેલા 2000 રૂ. લાયસન્સ ફી નક્કી કરવામાં આવી હતી.  જેમાં સુધારો કરી 500 રૂા. લાયસન્સ ફી નાં કરવામાં આવ્યા છે.  જે લોકો પ્રાઈવેટ ટ્રસ્ટ્રમાં પોતાનાં પશુઓ રાખતા હતા. તેમની જ નોંધણી કરવામાં આવશે.  તેમજ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલ કાયદા પ્રમાણે પશુપાલક સાથે વ્યવહાર કરવામાં આવશે. ત્યારે આ પોલીસીનો 90 દિવસમાં અમલ કરવામાં આવશે.
પશુ જેટલી વખત પકડાશે તેટલી વખત દંડ વધશે
કોઈ પણ પશુ વધુમાં વધુ વખત પકડાશે તે પ્રમાણે દંડ પણ દોઢો થશે.  જેમાં  એક વખત પકડાશે તો સિંગલ દંડ થશે. બીજી વખત પકડાશે તો દોઢે દંડ હશે અને ત્રીજી વખત પકડાશે ડબલ દંડ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ