બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / amc decision ban non veg egg lorries ahmedabad bjp cm

વિવાદ / ટ્રાફિકને નડતી લારીઓ હટાવવાનો નિર્ણય તો પહેલેથી જ હતો તો પછી આ વખતે કાર્યવાહી કરવામાં કેમ આટલો ઢંઢોર પીટાયો?

Hiren

Last Updated: 05:30 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં એક પછી એક મહાનગરોમાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણય લેવાતો ગયો અને અમદાવાદ સુધી પહોંચ્યો ત્યારે વિવાદ ભારે શરૂ થયો. અમદાવાદ મનપાએ નક્કી કર્યુ કે ઈંડા-નોનવેજની લારીઓ હટશે, ભાજપ અને મુખ્યમંત્રી બોલ્યાં તમામ લારીઓ હટશે.

  • અમદાવાદમાં નોનવેજ-ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મુકાયો
  • નિર્ણય બાદથી લારી-ગલ્લા એસોસિયેશનને વિરોધ વ્યક્ત કર્યો
  • મેયરે આજે આ નિર્ણય પર પુનઃર્વિચારણા કરવા મીટિંગ બોલાવી

અમદાવાદમાં ગઈકાલે AMCના ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાના નિર્ણય બાદથી લારી-ગલ્લા એસોસિયેશનને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ અને AIMIMના કાર્યકર્તાઓએ પણ આ નિર્ણય પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હવે આ બધા વિરોધની વચ્ચે અમદાવાદ મેયરે આજે આ નિર્ણય પર પુનઃર્વિચારણા કરવા મીટિંગ બોલાવી હતી. ત્યારે ચર્ચા વધારે તેજ થઈ ગઈ છે કે શું ભારે વિવાદને પગલે આ નિર્ણય પાછો લેવાશે કે તેમાં કોઈ નરમાશ આવશે? 

જો કે આ તમામ વિવાદોની વચ્ચે લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે ઈંડા-નોનવેજની લારી હટાવવાનો નિર્ણય આખરે હતો કોનો? અમદાવાદ મનપા, ભાજપ કે પછી ગુજરાત સરકારનો? કારણ કે જે રીતે ત્રણેયના નિર્ણયોમાં ચોક્કસ સ્પષ્ટતા દેખાતી નથી જેના કારણે લારી-ગલ્લાધારકોમાં વિરોધ તો વધ્યો જ છે પરંતુ સામાન્ય નાગરિકોમાં મૂંઝવણ પણ વધી છે.

આખરે સવાલ ઊભાં થઈ રહ્યાં છે કે શું આ નિર્ણય પહેલાં માત્ર ઈંડા-નોનવેજની લારીઓ માટે જ લેવાયો હતો? વિવાદ વધ્યો એટલે ટ્રાફિક અને દબાણના નિયમની આડ હેઠળ કાર્યવાહી કરવાની વાત થઈ રહી છે? જો ટ્રાફિકમાં અડચણરૂપ હોય તેવી લારીઓ હટાવવાનો નિર્ણય હતો તો તેની માટે તો પહેલેથી જ નિયમ છે તો હવે કાર્યવાહી કરવામાં આટલા ઢોલ કેમ વગાડવામાં આવી રહ્યાં છે?

આજે પાટીલે પણ કહ્યું, કે ટ્રાફિકને અડચણ નહીં હોય તેવી લારીઓ નહીં હટાવાય

હવે ગઈ કાલથી મૂંઝવણ હતી ત્યારે આજે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મનપાની કાર્યવાહી બાદ એ તો ખ્યાલ આવી ગયો કે પહેલાં માત્ર ઈંડા-નોનવેજની લારીઓ પર કાર્યવાહી કરવાની વિચારણા હતી. પરંતુ વિવાદ ધીમે-ધીમે વધતો ગયો એટલે તંત્રએ તમામ અડચણરૂપ લારીઓને હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ જ મુદ્દે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વેજ-નોનવેજ ખાવું તેનો કોઈ વિરોધ નથી. ટ્રાફિકમાં અડચણરૂપ કે દબાણમાં આવતી હશે તેવી લારીઓ જ હટાવાશે. ટ્રાફિકમાં અડચણ નહીં હોય તેવી લારીઓને હટાવાશે નહીં.

દેવાંગ દાણીએ કહ્યું ઈંડા-માંસની લારીઓ હટાવાશે

સૌપ્રથમ શરૂઆત ત્યારે થઈ જ્યારે કાલે AMC ટાઉન પ્લાનિંગ કમિટીમાં નિર્ણય લેવાયો અને ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, અમદાવાદમાં નોનવેજ-ઇંડાની લારીઓ જાહેર માર્ગો પરથી હટાવાશે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આવી લારીઓથી તે વિસ્તારમાં આવતા નાગરિકોને અસર થાય છે જેથી આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને પગલે જાહેર રસ્તાઓ, સ્કૂલો, ધાર્મિક સ્થળો પર આવી લારીઓ ઊભી રહેવા નહીં દેવાય. ઉપરાંત નોન-વેજ દુકાનમાં પણ વેચવું હશે તો લાયસન્સ જરૂરી રહેશે. તેમ જ દુકાનમાં લટકાવીને કે ખુલ્લામાં દેખાય તેવી રીતે વેચી નહીં શકાય. 

આ મુદ્દે મુખ્યમંત્રીનો થોડો સૂર અલગ સંભળાયો

તો બીજી તરફ ગઈ કાલે આણંદ ખાતે એક કાર્યક્રમ દરમિયાન આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'સરકાર માને છે કે નાગરિકોને જે ખાવું હોય તે ખાઇ શકે છે,' એમાં કોઈ વાંધો જ નથી. પરંતુ લારીઓમાં મળતો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવો જોઈએ તે જોવું પણ જરૂરી છે. અને જો કોઈ લારીઓ ટ્રાફિકને અડચણ રૂપ હશે તો તો તેવી લારીઓને દૂર કરાશે. એટલે વેજ કે નોનવેજ ખાવું કે ખાવું તેનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ