બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / AMC announce EWS-2 scheme in 3 place in Ahmedabad

ઘરનું ઘર / અમદાવાદમાં સસ્તાં ઘરની યોજનાનું એલાન, 15 માર્ચથી ભરી શકાશે ફોર્મ, જાણો તમામ ડિટેલ્સ

Hiralal

Last Updated: 08:48 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) શહેરમાં 3 ઠેકાણે સસ્તા આવાસની યોજના બહાર પાડી છે જેને માટે આવતીકાલથી ફક્ત ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે.

અમદાવાદમાં જે લોકો પાસે ઘરનું ઘર નથી તેમને માટે નવું અને સસ્તું ઘર લેવાની તક આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરમાં સસ્તાં ઘરની ફરી એક સ્કીમ લઈને આવ્યું છે. AMCએ ત્રણ ઠેકાણે ગોતા, નરોડા મુઠિયા અને હંસપુરા માટે EWS-2 હેઠળ 1055 આવાસ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ 3 ઠેકાણે 1055 જેટલા ઘરો બાંધવામાં આવશે. 

ફોર્મ કેવી રીતે ભરવું 
આ આવાસોનું ફોર્મ ફક્ત ઓનલાઈન જ ભરવાનું છે ઓફલાઈન ફોર્મ ભરવાની કોઈ વ્યવસ્થા નથી. તા. 15.03.24થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ફોર્મ ભરી શકી શકાય છે. ફોર્મ ભરવાની છેલ્લીતારીખ 13 મે 2024 છે એટલે બે મહિનાનો સમય છે. લોકો પોતાની મેળે કે કોઈ સહાયથી કે સાયબર કાફેમાં જઈને ફોર્મ ભરી શકે છે. 

કોણ ફોર્મ ભરી શકશે?
જે લોકોની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય ફક્ત તેવા જ લોકો આ ફોર્મ ભરી શકશે. 

6 લાખમાં મળશે આવાસ
EWS-2 હેઠળ ગોતા, નરોડા મુઠિયા અને હંસપુરા ખાતે બની રહેલા આવાસ 2BHKના છે બધી સહાય બાદ  લાભાર્થીઓને 5.50 લાખ અને મેઈન્ટેનન્સ પેટે 50 હજાર એમ ટોટલ 6 લાખમાં ફાળવવામાં આવશે. 

EWS-2 આવાસ સ્કીમ પર ઉડતી નજર
ગોતા, નરોડા મુઠિયા અને હંસપુરા એમ 3 ઠેકાણે 1055 આવાસો
15-03-24થી AMCની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 
ફોર્મ ભર્યાં બાદ કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોથી મકાન લાગનારના નામ જાહેર થશે
મકાન લાગ્યું હશે કે નહીં લાગ્યું હોય તેની જાણ મોબાઈલના મેસેજમાં કરાશે. 
ત્યાર બાદ આગળની પ્રોસેસ મેસેજ દ્વારા જણાવવામાં આવશે. 

જે લોકોને મકાન લાગ્યાં હોય તેઓ ભરી શકે ફોર્મ? 
જે લોકોને અગાઉની આવાસ યોજનામાં મકાન લાગ્યું છે તેવા લોકો ભરી ફોર્મ ભરી શકવા પાત્ર નથી. અગાઉની યોજનામાં મકાન લાગ્યું હોય અને ફરી ફોર્મ ભર્યું હોય અને નસીબજોગ લાગી જાય અને ધ્યાનમાં આવશે તે મકાન અને ભરેલા પૈસા જપ્ત થઈ શકે છે. મકાનવાળા લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરતાં હોવાનું એએમસીના ધ્યાનમાં આવ્યું હતું જેમાં મૂળ કબજેદાર સિવાયના લોકો રહેતા હોવાનું જણાયાં કબજો પાછી લઈ લેવાની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી હતી. 

બધી ડિટેલ્સ એએમસીની વેબસાઈટ પરથી મળશે

આ સિવાયની તમામ ડિટેલ્સ તમને એએમસીની વેબસાઈટ પરથી મળશે. ફોર્મ સાથે એક માહિતી પત્રિકા સામેલ હશે જેમાં આવાસની તમામ માહિતી આપવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

AMC EWS-2 scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ