બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મરઘીના બચ્ચાંએ ગળામાં ફસાઈને યુવાનને મારી નાખ્યો, બાપ બનવા કરી મેલી વિદ્યા, ટોટકો ભારે પડ્યો
Last Updated: 09:53 PM, 16 December 2024
બાપ બનવા માટે એક યુવાન મરઘીનું જીવતું બચ્ચું ગળી ગયો અને આવું કરવામાં તેને જીવ ખોવાનો વારો આવ્યો હતો. છત્તીસગઢના અંબિકાપુરમાં બનેલી આ ઘટનામાં નિસંતાન યુવાનને બાપ બનવું હતું એટલે તેણે કોઈની વાતમાં આવી જઈને મરઘીનું જીવતું બચ્ચું ગળી ગયો અને તેને કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
બાપ બનવું હોય તો જીવતું બચ્ચું ગળી જા
મૃતક યુવક નિઃસંતાન હતો. તે પિતા બનવા માગતો હતો, તેણે કોઈ તાંત્રિકનો સંપર્ક સાધ્યો હતો અને તાંત્રિકે તેને મરઘીનું જીવતું બચ્ચું ગળી જવાની સલાહ આપી હતી. આ પ્રમાણે યુવાને જીવતું બચ્ચું ગળી ગયું પરંતુ તે ગળામાં ફસાઈ ગયું હતું જેને કારણે તેને શ્વાસ લેવામાં ગૂંગળામણ થવા લાગી અને તેનું મોત થયું હતું.
ADVERTISEMENT
પાપ પકડાઈ જવાની બીકે પોસ્ટ મોર્ટમની ના
મૃતક યુવકના પરિવારજનો પોસ્ટમોર્ટમ કરવા માંગતા ન હતા કારણ કે તેમને પાપ પકાડાઈ જવાની બીક હતી. પરંતુ માહિતી મળ્યાં બાદ પોલીસે પીએમ કરાવ્યું હતું જેમાં સામે આવ્યું હતું કે યુવકનું મોત તેના ગળામાં ચિકન ફસાઈ જવાથી થયું હતું. તબીબોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે યુવકના ગળામાં યુ-સેફમાં એક મરઘીનું બચ્ચું જીવતું ફસાયેલું હતું. આ જોઈને ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થયાં હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.