વિવાદ / 24 કલાકમાં સરકારે અનામત વર્ગને આપેલી બાંહેધરી પૂર્ણ કરે, અલ્પેશ ઠાકોરનું સરકારને એલ્ટિમેટમ

ગાંધીનગરમાં છેલ્લા 66 દિવસથી અનામતને લઈને મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય આંદોલન કરતી મહિલાઓને સમર્થન આપ્યું છે. અલ્પેશ ઠાકોરે એક વીડિયો જાહેર કરીને સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જેમાં તેમણે કહ્યુ છે કે, સરકાર દ્વારા ગરીબોના અધિકાર પર તરાપ મારવાનો ઠરાવ પાસ કરાયો હતો જેને લઈને વિરોધ થતા રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા બેઠક કરી હતી. આ બેઠક બાદ ઠરાવમાં સુધારા અથવા રદ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ત્રણ દિવસ વિત્યા બાદ પણ હજુ સુધી સરકાર દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી આ મામલે રાજ્ય સરકાર દ્વારા 48 કલાકમાં નિવેડો લાવવો જોઈએ. જો સરકાર દ્વારા 48 કલાકમાં નિવેડો કરવામાં નહી આવે તો તેઓ સોમવારે પદયાત્રા કરશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ