બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Along with the heatwave, there is also a water crisis in Gujarat

કાળઝાળ આગાહી / એપ્રિલ હવે આકરો લાગશે! વધશે તાપમાન, હિટવેવની સાથે-સાથે ગુજરાતમાં જળસંકટના પણ એંધાણ

Vishal Khamar

Last Updated: 08:39 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. ત્યારે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી ઉંચકાવાની શક્યતા છે. તો સાથે સાથે ઉનાળાની શરુઆત સાથે જ સૌરાષ્ટ્રમાં જળસંકટનાં એંધાણ જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં હવે ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર.આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. માર્ચના અંત સુધીમાં તાપમાનનો પારો વધીને 40 ડિગ્રીને પાર થઇ શકે છે.હિટવેવની સાથે રાજ્યમાં ઉનાળામાં જળસંકટ આવી શકે છે. 

ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં જળસંકટનાં એંધાણ
ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર 40 ટકા ઓછું પાણી બચ્યું છે. તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર 57 ટકા જેટલું પાણી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતના મોટાભાગે હિટવેવના વિસ્તારોમાં તાપમાન 39- 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને, અમરેલીમાં હિટવેવની આગાહી છે. જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. 

Image

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે.પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, કચ્છમાં ભીષણ ગરમી પડશે. તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે. અત્યાર સુધી મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું છે.ઉલ્લેખનિય છે કે દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

વધુ વાંચોઃ અમદાવાદમાં આવેલું છે 1 હજાર વર્ષ જુનું મહાદેવનું મંદિર, ઓળખાય છે અમદાવાદના સોમનાથ તરીકે

હીટવેવમાં આટલી બાબતોનું રાખજો ધ્યાન

  • હીટવેવને લીધે લોકોને સાવચેત રહેવા અપીલ
  • બપોરના સમયે જરૂર વિના બહાર ન નિકળવા સુચન
  • પાણી, લીંબુ સરબતનું સેવન વધુ કરવા સુચન
  • તાપથી બચવા મોઢે રૂમાલ કે હેલમેટનો ઉપયોગ કરો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ