બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / All T20I records broken, Argentina women's team scored 427 runs in 20 overs.

હે ભગવાન / T20 જગતના તમામ ઐતિહાસિક રેકોર્ડ ધ્વસ્ત, આ ટીમે 20 ઓવરની મેચમાં ફટકાર્યા 427 રન, હવામાં જ રહ્યો બોલ.!

Pravin Joshi

Last Updated: 11:41 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચિલીની મહિલા ટીમ આર્જેન્ટીનાના પ્રવાસે ગઈ છે. બંને દેશો વચ્ચે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ 13 ઓક્ટોબરના રોજ બ્યુનોસ આયર્સમાં રમાઈ હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

  • આર્જેન્ટિનાની મહિલા ટીમે ચિલી સામે 427 રન બનાવ્યા 
  • ચિલીની ટીમ 63 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
  • આર્જેન્ટિનાએ ચિલીને 364 રનથી હરાવ્યું હતું

આર્જેન્ટિનાની મહિલા ક્રિકેટ ટીમે T20Iના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આર્જેન્ટિનાની મહિલાઓએ 20 ઓવરની મેચમાં 427 રન બનાવ્યા હતા. ચિલીને રેકોર્ડ 364 રનથી હરાવ્યું. ચિલીની મહિલા ટીમ 63 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આર્જેન્ટિનાના ઓપનિંગ બેટ્સમેનોએ 350 રનની ભાગીદારી કરી હતી. ચિલીની મહિલા ટીમ આર્જેન્ટીનાના પ્રવાસે ગઈ છે. બ્યુનોસ આયર્સમાં બંને દેશો વચ્ચે પ્રથમ T-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આર્જેન્ટિના માટે, લુસિયા ટેલર અને આલ્બર્ટિના ગેલને તમામ T-20 રેકોર્ડ તોડીને એક મહાન રેકોર્ડ બનાવ્યો. આર્જેન્ટિનાએ 1 વિકેટના નુકસાને 427 રન બનાવ્યા હતા.

ઓપનર બેટ્સમેનોએ 350 રનની રેકોર્ડ ભાગીદારી કરી

લુસિયા ટેલરે 84 બોલમાં 27 ચોગ્ગાની મદદથી 169 રન બનાવ્યા હતા. ટેલરની જોડીદાર આલ્બર્ટિના ગેલને 84 બોલમાં 23 ચોગ્ગાની મદદથી અણનમ 145 રન બનાવ્યા હતા. બંનેએ 16.5 ઓવરમાં 350 રનની ભાગીદારી કરી હતી. T20I મેચમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હતી. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી મારિયા કાસ્ટિનરાસે 16 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા.

એક ઓવરમાં 52 રન બનાવ્યા

રસપ્રદ વાત એ છે કે આ શાનદાર રેકોર્ડમાં આર્જેન્ટિનાની ઇનિંગ્સમાં એક પણ સિક્સર ફટકારી ન હતી. એટલું જ નહીં એક જ ઓવરમાં 52 રન બનાવ્યા હતા. આ અનિચ્છનીય રેકોર્ડ ચિલીના બોલર ફ્લોરનેશિયા માર્ટિનેઝના નામે નોંધાયેલો હતો. માર્ટિનેઝે એક જ ઓવરમાં 17 નો-બોલ ફેંક્યા. જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચિલીની ટીમ માત્ર 63 રન બનાવી શકી હતી.

સાત બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા ન હતા

ચિલીની મહિલા ટીમમાંથી જેસિકા મિરાન્ડા (27 રન) એકમાત્ર બેટ્સમેન હતી જેણે બે આંકડાને સ્પર્શ કર્યો હતો. સાત બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ચિલીની આખી ટીમ 15મી ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 63 રનમાં 29 વધારાના રન સામેલ હતા. આર્જેન્ટિનાએ સાઉદી અરેબિયા સામે બહેરીનના T20I સ્કોર 318/1ને વટાવી દીધો.

નેપાળની ટીમે 314 રન બનાવ્યા હતા

તમને જણાવી દઈએ કે એશિયન ગેમ્સમાં નેપાળની પુરૂષ ક્રિકેટ ટીમે મંગોલિયા સામે 3 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા હતા. પુરુષોની T20I ક્રિકેટમાં આ સર્વોચ્ચ સ્કોર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ