All Reliance Jio voice calls to any network in India to be free
ફાયદો /
રિલાયન્સ Jioની નવા વર્ષમાં ભેટ: હવેથી આ ગ્રાહકોને નહીં લાગે કોઈ પણ ચાર્જ; જાણો સમગ્ર માહિતી
Team VTV03:30 PM, 31 Dec 20
| Updated: 04:40 PM, 31 Dec 20
ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ Jioએ કહ્યું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ આપેલ સૂચના અનુસાર 1 જાન્યુઆરી 2021થી IUC ચાર્જીસ કાઢી નાખવામાં આવશે.
આનો સીધો અર્થ એ થાય છે કે IUC ચાર્જ કાઢી નાખવાથી Jio ફરી એક વખત ડોમેસ્ટિક કોલ્સની સેવા બિલકુલ મફત આપશે. કંપનીએ પોતે આ નિવેદનને કન્ફર્મ કર્યું છે.
Jio ગ્રાહકોને ટેક્નોલોજી ઇનોવેશન વડે બેસ્ટ સર્વિસ આપવા માંગે છે
Jioએ કહ્યું છે કે તેઓ એક ડિજિટલ સોસાયટી બનાવવા માંગે છે જ્યાં તમામ સેવાઓ સારી ઇન્ટરનેટ સ્પીડ સાથે ઇન્ટરકનેક્ટેડ હોય. તેઓ ગ્રાહકોને ટેક્નોલોજી ઇનોવેશન વડે સારામાં સારી સર્વિસ આપવા માંગે છે.
પ્રતિકાત્મક તસ્વીર
ઓક્ટોબર મહિનામાં Jioએ 22 લાખ નવા યુઝર્સ ઉમેર્યા હતા. આ સાથે Jioના કુલ યુઝર્સ 40 કરોડથી વધુ છે. વાયર લાઈન સેગ્મેન્ટમાં પણ Jio 2 લાખ 45 હજાર સબસ્ક્રાઈબર્સ સાથે ટોચના સ્થાને છે. બીજા ક્રમે ભારતી એરટેલના 48,397 ફિક્સ્ડ લાઈન કનેક્શન છે.