બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Akshay Kumar's upcoming film Prithviraj Chauhan is embroiled in controversy because of his name.

વિવાદ / અક્ષય કુમારની આ ફિલ્મ આવી વિવાદમાં, કરણી સેનાએ મુંબઈ પોલીસને કરી ફરિયાદ

Published By: Arohi

Last Updated: 05:38 PM, 24 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની આવનારી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણ તેના નામના કારણે વિવાદોમાં ફસાઈ છે.

  • અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વી રાજ ચૌહાણ ફસાઈ વિવાદોમાં 
  • કરણી સેનાએ કરી ફિલ્મનું નામ બદવાની માંગ
  • ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે તો આંદોલન કરવાની ચિમકી 

પૃથ્વી રાજ ચૌહાણ પર બની રહેલી યશરાજ ફિલ્મ્સની ફિલ્મના નામને લઈને વિવાદ થયો છે. યશરાજ ફિલ્મ્સે અભિનેતાઓમાં નંબર વન બ્રાન્ડ અક્ષય કુમાર અને પૂર્વ વિશ્વ સુંદરી માનુષી છિલ્લરને લઈને એક ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું નામ છે, 'પૃથ્વીરાજ'. કરણી સેનાને આ નામ મંજૂર નથી. તેમની માંગ છે કે ફિલ્મનું નામ આ રાજાના સન્માન અને પ્રતિષ્ઠા અનુસાર રાખવામાં આવ્યું છે.

ફિલ્મનું નામ બદવાની માંગ 

મુંબઈ પોલીસ કમિશ્નરને આપવામાં આવેલા પત્ર વિશે જાણકારી આપતા શ્રી રાજપૂત કરણી સેનાના મુંબઈ અધ્યક્ષ દિલીપ રાજપૂતે કહ્યું કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના મામલે કંઈ નહીં ચલાવી લે. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રાષ્ટ્ર ગૌરવ છે અને અમારી અસ્મિતાના પ્રતીક છે. તેમના જીવન પર બની રહેલી ફિલ્મને સન્માનજનક નામ આપવું જરૂરી છે. ફિલ્મનું હાલ જે નામ છે તે આટલા મોટા સમ્રાટનું અપમાન છે. જો ફિલ્મનું નામ નહીં બદલવામાં આવે તો કરણી સેના પોતાના આંદોલનને વધુ ઉગ્ર બનાવી શકે છે. 

ફિલ્મ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ 

ઉલ્લેખનીય છે કે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ જયંતીના અવર પર શ્રી રાજપૂત કરણી સેનાની બેઠકમાં યશરાજ ફિલ્મ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે અને તેના માટે મુંબઈ પોલીસને માંગ કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. પ્રસ્તાવ અનુસાર જ કરણી સેનાએ મુંબઈ પોલીસથી યશરાજ ફિલ્મ્સના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. કરણી સેનાનો દાવો છે કે તેમને યશરાજ ફિલ્મ્સના નામે એક અલ્ટીમેટમ પણ જાહેર કર્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Karni Sena Pruthviraj Chauhan mumbai police પૃથ્વીરાજ ફિલ્મ entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ