બ્રેકિંગ ન્યુઝ
અક્ષય કુમારની ગણતરી બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સમાં થાય છે. તે પોતાની ફિટનેસ અને રૂટિનને લઈને ખૂબ જ સભાન છે. અક્ષય દારૂ અને ચા પણ પીતો નથી. પરંતુ એક વખત અક્ષયે કહ્યું હતું કે તેને વાઈન પીધા પછી પણ નશો થઈ જાય છે અને ત્યારે તે કૂકિંગ કરે છે. અક્ષય એકવાર સલમાન ખાનના શો 'દસ કા દમ'માં ગેસ્ટ તરીકે આવ્યો હતો. સાથે કેટરીના કૈફ પણ હતી. ત્યારે અક્ષયે જણાવ્યું હતું કે નશામાં તે શું કરે છે.
ADVERTISEMENT
હાલમાં જ આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમાં અક્ષય કુમાર કહી રહ્યો છે કે તેને થોડી વાઇન પીધા પછી પણ નશો થઈ જાય છે. પરંતુ જ્યારે તે નશામાં હોય છે, ત્યારે તે ગાતો નથી અથવા અજીબ હરકતો નથી, પરંતુ તેના બદલે તે કૂકિંગ કરવા લાગે છે અને પત્ની ટ્વિંકલ ખન્નાને ખવડાવે છે. આ સાંભળીને સલમાન ખાન અને કેટરીના કૈફ સહિત શોમાં હાજર દર્શકો પણ હસવા લાગ્યા હતા.
ADVERTISEMENT
This episode was just fun 😂❤️
byu/Smsma95 inBollyBlindsNGossip
ADVERTISEMENT
'નશામાં હું કૂકિંગ કરું છું, ઓકાત પર આવી જાઉં છું'
અક્ષય કુમારે કહ્યું હતું કે, હું જરાક વાઇન પણ પી લઉં તો મને નશો થઈ જાય છે. નશામાં લોકો ઉતાવળ કરે છે, ગીતો ગાય છે, પડી જાય છે, ગુસ્સે થઈ જાય છે, હું કૂકિંગ કરવા લાગું છું. હું મારી ઔકાત પર આવી જાઉં છું.
ADVERTISEMENT
એક્ટર બનતા પહેલા શેફ હતો અક્ષય
વાસ્તવમાં, અક્ષય એક્ટર બનતા પહેલા તેના જૂના દિવસોનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જ્યારે તે શેફ હતો. ત્યારે અક્ષય કેનેડામાં એક રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ કરતો હતો. અક્ષયે એમ પણ કહ્યું હતું કે નશામાં તે માત્ર કૂકિંગ જ નથી કરતાં, પણ જે પણ રાંધે છે તે તેની પત્ની ટ્વિંકલ ખન્નાને પણ ખવડાવે છે. તેણે કહ્યું હતું કે, હું એ વાતનું ધ્યાન રાખું છું કે હું જે પણ બનાવું, તે મારી પત્ની ખાય. હું તેની બાજુમાં ઉભો રહું છું અને તેને ખાવા માટે કહું છું. હું પરાઠા બનાવું છું.
ADVERTISEMENT
વધુ વાંચો: રામાયણના સેટ પરથી તસવીરો સહિત Video લીક, દશરથ-કૈકેયી બનેલા અરૂણ ગોવિલ અને લારા દત્તાનો લુક રિવીલ
આ ફિલ્મોમાં જોવા મળશે અક્ષય કુમાર
ADVERTISEMENT
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર હાલમાં 'બડે મિયાં છોટે મિયાં' માટે ચર્ચાઓમાં છે, જે 10 એપ્રિલે રિલીઝ થશે. આ સિવાય તેની પાસે લગભગ 8 ફિલ્મો છે, જેમાં 'વેલકમ ટુ ધ જંગલ', 'હેરા ફેરી 3', 'સરફિરા', 'સિંઘમ અગેઇન', 'સ્કાય ફોર્સ', વેદાત મરાઠે વીર દૌડલે સાત, 'શંકરા' અને ' ખેલ ખેલ મેં'નો સમાવેશ થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.