બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ''ઉનસે કોઇ સવાલ નહીં કરતા, વહ 10-10 લડકીયો કે સાથ...'', પવનસિંહ પર અક્ષરા સિંહે તોડ્યું મૌન
Last Updated: 01:17 PM, 26 February 2026
ભોજપુરી અભિનેત્રી અક્ષરાનો સુપરસ્ટાર પવન સિંહ સાથે સંબંધ એટલો સારો રહ્યો નથી. તે ઘણી વખત સંબંધને લઈને ખુલીને વાત કરે છે. તેમણે પવન સિંહ પર ઝઘડા કરતી વખતે ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. હવે અક્ષરાએ ચોખવટ કરી લીધી છે કે તે તેનું નામ પવનસિંહ સાથે જોડવા માંગતી નથી.
ADVERTISEMENT
અક્ષરાનું કહેવું છે કે પવન સિંહ અલગ અલગ છોકરીઓ સાથે ફરે છે. જોકે ઘણો સમય થઈ ગયો છે. હું પણ મારા જીવનમાં આગળ વધવા માગુ છું. તે દસ અલગ અલગ છોકરીઓ સાથે ફરી રહ્યા છે અને તેમને કોઈ સવાલ કરતું નથી પણ બધા મને સવાલ કરે છે. મારું નામ તેમની સાથે જોડાયેલું રહેશે અને મને એમના વિશે વારંવાર પુછવામાં આવશે તો મારી સાથે કોણ પરણશે. દરેક જાણે છે કે તેમનું કેરેક્ટર કેવું છે તેમ છતા કોઈ એમને સવાલ નથી કરતું.

ADVERTISEMENT
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું હાલ પણ તેમના મનમાં પવન માટે જગ્યા છે. તો તેમને સવાલને ટાળ્યો અને કહ્યું કે, એ કોણ છે. જ્યારે અક્ષરાએ પવન સિંહની અલગ રહેતી પત્ની જ્યોતિ સાથે સંપર્ક વિશે જણાવ્યું તો કહ્યું કે, જે દિવસ પવન સિંહના લગ્ન થયા ત્યારે હું આગળ વધી ગઈ હતી પણ તેમ છતા હું આ બધામાં રહી ગઈ.જ્યારે તેમની પત્નીએ મને ફોન કરવાનું કહ્યું તો તે એનાથી ખુશ ન હતા તો મે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કારણ કે ત્યાં સુધી હું તેમના સ્વભાવને જાણી ગઈ હતી.
ADVERTISEMENT
અક્ષરા અને પવન સિંહ વચ્ચેના સંબંધો લાંબા સમયથી જાહેર ચર્ચાનો વિષય રહ્યા છે. તેણીએ અગાઉ પવન સિંહ પર શારીરિક શોષણ અને કંટ્રોલ કરવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Don 3 કોન્ટ્રોવર્સીમાં રણવીર સિંહ બરાબર ભરાયો, કોર્ટ આપી શકે છે મોટો ઝટકો!
ADVERTISEMENT
તેણીએ કહ્યું કે , આવું ઘણી વખત બન્યું છે અને એક વખત હું મરતા મરતા બચી ગઈ હતી. મને બંધ રૂમમાં માર મારવામાં આવ્યો હતો. અક્ષરાએ સ્વીકાર્યું કે તે સમયે તે પવન સિંહને ખૂબ પ્રેમ કરતી હતી અને તેની સાથે રહેવા માંગતી હતી. તેણી માનતી હતી કે તે તેની સાથે લગ્ન કરશે અને સંબંધ જાળવવા માટે તમામ પ્રયાસો કરતી હતી.
ADVERTISEMENT
તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે તે મંચ પર આવતી તો પવન તેમને બન્ને હાથથી પગે લાગવાનું કહેતા હતા. તેમણે કહ્યું કે, થોડીક પણ ચૂક થઈ જાય તો પવન એવી વાતો કરતા હતા જેનાથી તે માનસિક રીતે તૂટી જતી હતી. અક્ષરાએ એવો પણ દાવો કર્યો કે તેમનો સંબંધ પારંપરિક ન હતો. તેમણે આને એક ડિલ સાઈન ગણાવી અને આરોપ લગાવ્યો કે પવન સિંહે તેમને એક ડિલ પર સહી કરાવી હતી. તેમણે એવું પણ કહ્યું કે, પવન સિંહ લાંબા સમય સુધી એક સંબંધમાં રહેવા માટે સંઘર્ષ કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.