બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Akash Ambani's classy reply to 'Rohit Sharma ko wapas lao' shout from crowd steals the show during IPL auction

IPL ઓક્શન / VIDEO : 'રોહિત શર્મા કો વાપસ લાઓ' હરાજીમાં પડી બૂમો, આકાશ અંબાણીએ આપ્યો જબરો જવાબ

Hiralal

Last Updated: 08:00 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુબઈમાં આઈપીએલ હરાજીમાં 'રોહિત શર્મા કો વાપસ લાઓ' તેવી ચાહકોની બૂમો પર મુંબઈ ઈન્ડીયન્સના માલિક આકાશ અંબાણીએ મજેદાર રીતે જવાબ આપ્યો હતો.

  • રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સનો ફરી કેપ્ટન બનાવાય તેવી ચાહકોની લાગણી
  • દુબઈમાં આઈપીએલ હરાજીમાં ફેન્સ ચિલ્લાયો
  • 'રોહિત શર્મા કો વાપસ લાઓ' ફેન્સને આકાશ અંબાણીએ આપ્યો જવાબ
  • આકાશ અંબાણી હસતાં હસતાં બોલ્યાં- ચિંતા ન કરે રોહિત બેટિંગ કરશે 

જ્યારથી રોહિત શર્માને મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન પદેથી હટાવાયો છે ત્યારથી ચાહકો ગાંડા થઈ ગયાં છે અને કેપ્ટન તરીકે તો રોહિત શર્મા જ શોભે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. આઈપીએલ 2024ની દુબઈની હરાજીમાં પણ એક ચાહકે રોહિત શર્માને પાછો બોલાવો, તેવી બૂમો પાડી હતી.  ચાહકે બૂમો પાડી હતી કે 'રોહિત શર્મા કો વાપસ લાઓ'. ચાહક બૂમો પાડીને એવું કહેવા માગતો હતો કે રોહિત શર્માને કેપ્ટન બનાવો અને તેણે હરાજી રૂમમાં હાજર મુંબઇ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીની સામે રોહિત શર્માને પરત લાવવા કહ્યું હતું. આ પછી આકાશે આપેલો જવાબ સતત વાયરલ થઇ રહ્યો છે.

આકાશ અંબાણીએ શું જવાબ આપ્યો 
મુંબઇ ઇન્ડિયન્સે પોતાના એક્સ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જણાવવામાં આવ્યું છે કે દુબઈમાં હરાજીના વિરામ દરમિયાન એક ચાહક બૂમો પાડી રહ્યો હતો કે 'રોહિત શર્માને પાછો લાવો'. આ પછી આકાશ અંબાણી ન રોકાયા અને તેમણે એક મજેદાર જવાબ આપ્યો. આકાશ અંબાણીએ કહ્યું કે "ચિંતા ન કરો, તે બેટિંગ કરશે.

રોહિત વિશે ચેન્નઈ ફ્રેન્ચાઈઝીનું મોટું નિવેદન
રોહિત વિશે ચાલી રહેલી તમામ ખબરો ફગાવી દેતાં ચેન્નઈની ટીમના સીઈઓ કાશી વિશ્વનાથને હરાજીની વચ્ચે જ કહ્યું હતુ કે, તેમની ટીમ રોહિતને લેવાના મૂડમાં નથી. આ તમામ અહેવાલો અફવા છે. સૈદ્ધાંતિક રીતે, અમે ખેલાડીઓનો ટ્રેડ કરતા નથી અને અમારી પાસે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટ્રેટ કરવા માટે ખેલાડીઓ નથી. અમે તેમનો સંપર્ક કર્યો નથી અને અમારો અમારો ઇરાદો નથી. 

હાર્દિક પંડયાને કેપ્ટન બનાવતાં પહેલા રોહિતની લેવાઈ હતી મંજૂરી 
મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્મા પાસેથી કેપ્ટનનો તાજ છીનવી લઈને હાર્દિક પંડ્યાને આપ્યો છે તેથી રોહિત નારાજ થઈને ચેન્નઈ સુપરકિંગ્સમાં જોડાય તેવી ચર્ચાઓ ઉપડી છે. 
આવી સ્થિતિમાં હવે એ સવાલ ઊભો થવા લાગ્યો છે કે શું રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ મુંબઈની ટીમ છોડશે ? આ દરમિયાન કેટલાક ફેન્સ અને મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રોહિત ટ્રેડ વિન્ડો હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમમાં જઈ શકે છે. સીઈઓ વિશ્વનાથને કહ્યું કે હાર્દિક પંડયાને કેપ્ટન બનાવવાનો નિર્ણય લેતા પહેલા તમામ ખેલાડીઓની સંમતિ લેવામાં આવી હતી, જેમાં ખુદ રોહિત પણ સામેલ હતો. એટલે બાકીનું બધું જ નકામું છે. દરેક ખેલાડી આ નિર્ણય માટે સહમત થયા છે.

મુંબઈ ઈન્ડીયન્સે રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો કેપ્ટન
ઉલ્લેખનીય છે કે 2024ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડીયન્સે રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવીને હાર્દિક પંડ્યાને બનાવ્યો છે. મુંબઈના આ નિર્ણયથી રોહિતના ચાહકો ખૂબ નિરાશ થયાં હતા અને રોહિત મુંબઈની આગેવાની લેવા હકદાર છે તેવી પણ ચાહકોની લાગણી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ