બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Ajinkya Rahane is going to become a father again, wife Radhika shared pictures of baby bump

ખુશખબર / ભારતીય ક્રિકેટરનાં ઘરે ફરી બંધાયા પારણા, પત્ની અને દીકરી સાથે શેર કર્યો ક્યૂટ ફોટો

Megha

Last Updated: 04:30 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્ની રાધિકા એ હાલ જ એમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર તસવીર કરીને આ વાતની જાણકારી આપી હતી.

  • મેદાનથી દૂર રહીને રહાણે તેની ફેમિલી સાથે સમય વિતાવી રહ્યા છે
  • રહાણે બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે
  • રહાણે અને તેની પત્ની રાધિકાએ વર્ષ 2014માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા

ભારતીય ટીમના સ્ટાર બેટર અજિંક્ય રહાણે બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. મેદાનથી દૂર રહીને આજકાલ રહાણે તેની ફેમિલી સાથે સમય વિતાવી રહ્યા છે. આઈપીએલ 2022માં એમને થોડી ઇન્જરીને કારણે મેચથી બહાર થવું પડ્યું હતું. એ પછીથી તેઓ મેદાનમાં દેખાયા નથી અને હવે અચાનક ફરી હેડલાઇન બનાવી રહ્યા છે. રહાણેને ઘરે જલ્દી જ એક નવા મહેમાનની એન્ટ્રી થવા જઈ રહી છે. 

અજિંક્ય રહાણેની પત્ની રાધિકા એ હાલ જ એમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર તસવીર કરી હતી અને આ વાતની જાણકારી આપી હતી. રાધિકાએ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાંથી રહાણે અને દીકરી સાથે એક તસવીર શેર કરી હતી. 34 વર્ષના રહાણે બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. 

અત્યારે ખરાબ ફૉર્મમાં ચાલતા રહાણેને ટીમ ઈન્ડિયામાં જગ્યા નથી મળી રહી. ઈંગ્લેન્ડ સામે પાંચમા અને છેલ્લા ટેસ્ટ મેચમાં પણ એમને યાદ કરવામાં આવ્યા નહતા. આ સાથે જ છેલ્લી વખત રહાણે આઈપીએલ 2022માં થોડા મેચમાં જ દેખાયા હતા. અત્યાર સુધી રહાણેએ ભારત માટે 82 ટેસ્ટ, 90 વનડે અને 20 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. 

અજિંક્ય રહાણે અને તેની પત્ની રાધિકાએ વર્ષ 2014માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2019માં ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે પહેલી વખત પિતા બન્યા હતા. એ સમયે રાધિકા અને અજિંક્ય રહાણેના ઘરે દીકરીએ જન્મ લીધો હતો. હાલ ફરી એક વખત એમના ઘરમાં નવું મહેમાન આવવા જઈ રહ્યું છે. રાધિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી અને તેના કેપ્શનમાં લખ્યું હતું 'ઓકટોબર 2022' અને સાથે જ બેબીબંપ અને હાર્ટ ઇમોજી પણ શેર કર્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ