બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / AJAB GAJAB Natvarlal sell Taj Mahal 3 times, Red Fort 2 times and Rashtrapati Bhawan 1 time

AJAB GAJAB / VIDEO: આ વ્યક્તિએ 3 વખત Taj Mahal, 2 વખત લાલ કિલ્લો તો 1 વખત રાષ્ટ્રપતિ ભવન વહેંચી નાખ્યું!

Megha

Last Updated: 03:36 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિસ્ટર નટરવલાલ નામથી જાણીતા એક વ્યક્તિએ ત્રણ વખત તાજમહેલ, બે વખત લાલ કિલ્લો તો એક વખત રાષ્ટ્રપતિ ભવન વહેંચી નાખ્યું હતું. જુઓ કોણ છે આ નટરવલાલ..

કેટલાક લોકો ઇતિહાસ બનાવે છે અને કેટલાક ઇતિહાસ બની જાય છે અને વર્તમાનમાં સમયમાં ભૂતકાળના એ જ કિસ્સોઆ લોકોને સાંભળવા ગમે છે. મિસ્ટર નટવરલાલ નામથી જાણીતો વ્યક્તિ આવો જ છે. આમ તો દુનિયા એમને નટવરલાલ તરીકે ઓળખે છે પરંતુ એમનું સાચું નામ હતું મિથલેશ કુમાર શ્રીવાસ્તવ.

વર્ષ 1912 માં, બિહારના સિવાન જિલ્લાના બાંગરા ગામમાં મિથિલેશ ઉર્ફે નટવરલાલનો જન્મ થયો હતો. કોઈ ફિલ્મની જેમ નટવરલાલની કહાનીના બે અલગ અલગ પાર્ટ છે. શરૂઆત થાય છે શ્રીમંત જમીનદાર રઘુનાથ પ્રસાદના મોટા પુત્ર મિથિલેશ જે અભ્યાસમાં સરેરાશ વિદ્યાર્થી હતા તો ફૂટબોલ અને ચેસમાં વધુ રસ ધરાવતા હતા.  કહેવાય છે કે મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા બાદ મિથિલેશને તેના પિતાએ માર માર્યો હતો. જે બાદ તે કલકત્તા ભાગી ગયા અને ત્યાંથી એમના જીવનનમાં વળાંક આવ્યો 

આમ તો તેમની ઠગીના કિસ્સાઓ વિદેશમાં પણ પ્રખ્યાત છે, પરંતુ તેણી શરૂઆત નટવરલાલના પાડોશમાંથી જ શરૂ થઈ હતી. બન્યું એવું કે એકવાર મિથિલેશને તેના પાડોશીએ બેંકમાં ડ્રાફ્ટ જમા કરાવવા મોકલ્યો. ત્યાં જઈને મિથિલેશે પાડોશીની સહી બરાબર નકલ કરીને તેના ખાતામાંથી 1000 જેટલા રૂપિયા ઉપાડી લીધા હતા.

બસ અહીંથી જ એમની ઠગીને કહાની શરૂ થઈ અને ધીરે ધીરે નટવરલાલ કોન મેન બની ગયા. નટવરલાલે ત્રણ વખત તાજમહેલ, બે વખત લાલ કિલ્લો તો એક વખત રાષ્ટ્રપતિ ભવન  વેચ્યું હતું. એટલું જ નહીં કહેવાય છે કે એક વખત તેણે ભારતનું સંસદ ભવન પણ વેચી દીધું હતું. એવું પણ કહેવાય છે કે નટવરલાલે એક વખત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની નકલી સહી કરીને ઠગાઈ કરી હતી સાથે જ નટવરલાલે ધીરુભાઈ અંબાણી, ટાટા અને બિરલા ઉદ્યોગપતિઓ તેમજ ઘણા સરકારી અધિકારીઓ સાથે ઠગાઈ પણ કરી હતી.

વધુ વાંચો: VIDEO: Tucker ડોગ વીડિયો બનાવી કરે છે કરોડોની કમાણી, તો Gunther શ્વાન છે 30 અબજ રૂપિયાનો માલિક

એક સમય એવો હતો જ્યારે આ મિસ્ટર નટવરલાલ 100 કેસમાં 8 રાજ્યોમાં વોન્ટેડ હતો. અને  9 વખત તો તેની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 8 વખત તે પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. એક રિપોર્ટ અનુસાર 2009માં નટવરલાલના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નટવરલાલનું 25 જુલાઈ, 2009ના રોજ અવસાન થયું હતું, તેથી તેમની સામેનો પેન્ડિંગ કેસ રદ કરી દેવામાં આવે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ