બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / VIDEO Tucker dog earns crores by making videos, Gunther is the owner of 30 billion rupees

Ajab Gajab / VIDEO: Tucker ડોગ વીડિયો બનાવી કરે છે કરોડોની કમાણી, તો Gunther શ્વાન છે 30 અબજ રૂપિયાનો માલિક

Megha

Last Updated: 10:07 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે એવા ઘણા શ્વાન કે પાલતુ પ્રાણીઓ વિશે સાંભળ્યું હશે, જેના નામે તેમના માલિકે કરોડોની સંપત્તિ કરી હોય, પરંતુ એવા શ્વાન વિશે સાંભળ્યું છે જે જાતે જ કરોડો રૂપિયા કમાય છે? જુઓ વિડીયો..

આજકાલ વીડિયો બનાવવાનો ક્રેઝ બધાને જ છે. આપણે સૌએ રીલ્સ બનાવવાનો પ્રયત્ન કર્યો હશે પણ જો હવે તમેય કરોડપતિ બનવા માંગો છો તો તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી, બસ તમે પણ આ મહિલાની જેમ એક સુંદર પાલતુ શ્વાન રાખીલો એટલે વર્ષમાં કરોડો રૂપિયા કમાવવા લાગશો. 

તમે એવા ઘણા શ્વાન કે પાલતુ પ્રાણીઓ વિશે સાંભળ્યું હશે, જેના નામે તેમના માલિકે કરોડોની સંપત્તિ કરી હોય, પરંતુ એવા શ્વાન વિશે સાંભળ્યું છે જે જાતે જ કરોડો રૂપિયા કમાય છે? ટકર નામનો આ શ્વાન સોશિયલ મીડિયા ઈન્ફ્લુઆન્સર છે. એટલે કે વીડિયો બનાવીને વર્ષે 8 કરોડથી વધુની કમાણી કરે છે. તેના માલિક તેના વીડિયો બનાવીને અપલોડ કરે છે, પરંતુ લોકો આ શ્વાનને જ જોવા માટે વાઈરલ વીડિયો જુએ છે.

ટકરની વાત કરીએ તો ટકર એક ગોલ્ડન રિટ્રીવર ડોગ છે, જે વર્ષે 8 કરોડ 28 લાખની કમાણી કરે છે. આ ડોગ કર્ટની બેડગીન નામની મહિલાનો છે અને તેઓ જ ટકરનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરે છે. એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 30 મિનિટના વીડિયો માટે YouTube ટકરને 30 લાખથી 50 લાખ રૂપિયા ચૂકવે છે. 3 થી 8 ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માટે 16 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે, તો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મની મદદથી આ શ્વાન વાર્ષિક આઠ કરોડથીની કમાણી કરે છે. 

આ શ્વાનનો જ્યારે તે 6 મહિનાનો હતો ત્યારે તેનો પહેલો વિડીયો વાયરલ થયો હતો. આ પછી ટકરનું બાળક ટોડ પણ આવ્યું. જ્યારે ટકરે એક વર્ષમાં 8 કરોડ રૂપિયા સુધીની કમાણી શરૂ કરી, ત્યારે કર્ટની અને તેના પતિએ તેમની નોકરી છોડી દીધી હતી.

હવે પાલતુ શ્વાનની વાત આવી છે તો હાલ સોશિયલ મીડિયા પર હજુ એક ડોગ ચર્ચામાં છે જેનું નામ છે Gunther અને તે  જર્મન શેફર્ડ શ્વાન છે. આ શ્વાન પાસે લગભગ 30 અબજ રૂપિયાની સંપત્તિ છે અને તે BMW માં ફરે છે સાથે જ તેના નામ પર ઘણા બંગલા છે એટલું જ નહીં, તેની પાસે એક ફૂટબોલ ક્લબ પણ છે.

વધુ વાંચો: VIDEO: જાપાનનું એક એવું અનોખું ગામ, જ્યાં ચારે બાજુ ઢિંગલા જોવા મળે છે

Gunther પ્રખ્યાત પોપ સિંગર મેડોનાના જૂના ઘરમાં રહે છે, જેની પાસે એક મોટી યોટ પણ છે અને તેનું ધ્યાન રાખવા માટે ઘણા નોકરો પણ છે. આ શ્વાન કેરેબિયન ટાપુઓમાં સ્થિત તેના 6 અબજ 81 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે અને તેની કુલ સંપતિ 29 અબજ જેટલી છે.અહેવાલ મુજબ જર્મન કાઉન્ટેસ કાર્લોટા લેબેનસ્ટીનના મૃત્યુ સમયે કોઈ નજીકના સંબંધીઓ ન હતા અને એમને પોતાની તમામ સંપત્તિ આ શ્વાનના નામે કરી દીધી હતી. આ પછી Gunther ના નામે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, જે ખાતરી કરે છે કે આખી સંપત્તિ પાલતુ શ્વાન અને તેના પરિવાર પાસે રહે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ