બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવીની નગરયાત્રા, અખાડા, ઊંટ, હાથી, ભજન મંડળી આકર્ષણનું કેન્દ્ર

નગરયાત્રા / 614 વર્ષ બાદ અમદાવાદમાં નગરદેવીની નગરયાત્રા, અખાડા, ઊંટ, હાથી, ભજન મંડળી આકર્ષણનું કેન્દ્ર

Last Updated: 07:56 AM, 26 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળી માતા 6 સૈકા બાદ નગરયાત્રાએ નીકળનાર છે. મા ભદ્રકાળીની ચરણ પાદુકા રથમાં બિરાજમાન થયા હતા.

અમદાવાદનાં નગરદેવી ભદ્રકાળીની 614 વર્ષ બાદ યાત્રા નીકળી છે. મા ભદ્રકાળીની ચરણ પાદુકા રથમાં બિરાજમાન થયા હતા. નગરદેવીનાં દર્શને અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. મંદિરનાં પ્રાંગણમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. અમદાવાદનાં સ્થાપના દિવસ પર નગરદેવીની યાત્રા નીકળી હતી. શહેરમાં 6.25 કિલોમીટરનાં રૂટ ઉપર યાત્રા ફરશે. યાત્રા ત્રણ દરવાજાથી માણેકનાથની સમાધિથી નીકળી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશ્રર જી.એસ. મલિક દ્વારા આજે શહેરમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નીકળી છે. ત્યારે નગરયાત્રામાં આશરે 5000 થી વધારે જનસંખ્યા તથા માતાજીનો રથ, પાંચ છોટા હાથી, જગન્નાથ મંદિરનાં હાથી, અખાડાનાં કલાકાર, નાસિક ઢોલ ગ્રુપ, પાંચ સાધુની ધજાઓ, એક બેન્ડ વાજાની ટુકડી, એક ડી.જે. ટ્રક, ત્રણ ભજન મંડળીઓ, 15 કાર, 100 ટુ-વ્હીલર નીકળનાર છે. ત્યારે નગરયાત્રા દરમ્યાન ટ્રાફિક જામ ન સર્જાય અને નગરયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા ભદ્રકાળી માતાજી મંદિરથી જ્યાં સુધી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વાહનોની અવર જવર માટે માર્ગો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે. તેમજ ડાયવર્ઝન આપવામાં આવેલ છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ

શ્રી ભદ્રકાળી માતાજી મંદિરથી કારંજ પોલીસ સ્ટેશન આગળ થઈ ત્રણ દરવાજા થઈ પાનકોર નાકા થઈ માણેક ચોક થઈ ગોળ ગલી થઈ મ્યુનિસિપલ કોઠા અંદર થઈ ગોળલીમડા થઈ ખમાસા ચાર રસ્તા થઈ ડાબી બાજુ વળી જગન્નાથ મંદિરથી જમાલપુર શાકમાર્કેટ થઈ ફુલ બજારની આગળથી રોંગ સાઈડમાં રિવરફ્રન્ટ અંદર થઈ મહાલક્ષ્મી મંદીર થઈ વિક્ટોરીયા ગાર્ડન થઈ અખાડાનંદ સર્કલ થઈ વસંત ચોકથી લાલ દરવાજા થઈ અપના બજાર થઈ સિદ્દી સૈયદની જાળી થી રોંગ સાઈડ થઈ વીજળી ઘરથી શ્રી બહુચર માતાનાં મંદીર થઈ પરત શ્રી ભદ્રકાળી માતાજી મંદીર સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.

વૈકલ્પિક માર્ગની વિગત

  • વીજળી ઘર ચાર રસ્તા થી પાલીકા બજાર થઈ નેગરૂબ્રિજ ચાર રસ્તા થી ડાબી બાજુ વળી એલીસબ્રિજથી ડાબી બાજુ વળી વિક્ટોરીયા ગાર્ડન તરફનાં માર્ગનો ઉપયોદ કરી શકાશે.
  • ગોળ લીમડા થી રાયપુર દરવાજા થઈ એસ.ટી. ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફનાં માર્ગનો ઉપયોગ કરી શકાશે.
  • જમાલપુર ચાર રસ્તા થઈ ફુલ બજાર થઈ સરદારબ્રિજનાં પૂર્વ છેડા થી ડાબી બાજુનાં રોડ થઈ પૂર્વનો રીવરફ્રન્ટ રોડ થઈ કામા હોટલ રીવરફ્રન્ટ કટ થઈ ખાનપુર દરવાજા થઈ ઘી કાંટા તરફનાં માર્ગનો ઉપયોગ કરી શકાશે.
  • કામા હોટલ રિવરફ્રન્ટ ટી થી ડાબી બાજુ વળી બેકરી સર્કલ થઈ રૂપાલી સિનેમાથી જમણી બાજુ વળી નેહરૂબ્રિજ તરફ અવર-જવર કરી શકાશે.

આ જાહેરનામું કોને લાગુ નહી પડે

નગર દેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા દરમ્યાન વાહનોમાં ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગ્રેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.

નગર દેવી મા ભદ્રકાલી માતાની નગરયાત્રાનું સમયપત્રક

7:30 AM નગર દેવી મા ભદ્રકાલી મંદિર પાદુકા આરતી

7:45 AM લક્ષ્મી માની પંજાની આરતી

8:00 AM યાત્રા માટે રથ પર નગર દેવી મા ભદ્રકાળીની પાદુકા પધરામણી

8:30 AM મહારાજ દ્વારા ત્રાણ દરવાજા ખાતે દિવા આરતી

9:00 AM બાબા માણેક નાથના વંશજો દ્વારા બાબા માણેક નાથ મંદિર, માણેક ચોક ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી કરાશે

9:45 AM એએમસી કોઠા કાર્યાલય ખાતે કર્ણાવતી ના મેયર અને અધિકારીઓ મા ભદ્રા કાલી ના પાદુકાની આરતી કરશે

10:30 AM જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરમાં મા ભદ્રા કાલીન પાદુકાની આરતી કરશે

11:15 AM રિવર ફ્રન્ટ ધાટ પર સાબરમતી નદીની આરતી

12:00 PM પુરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી

12:30 PM વસંત ચોક ખાતે આવેલ પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા મા ભદ્રા કાલીના પાદુકાની આરતી

1:00 PM બહુચર માતા મંદિર ખાતે મા ભદ્રા કાલીના પાદુકાની આરતી

1:30 PM નગર દેવી મા ભદ્રકાલી મંદિર ખાતે હવન અને ત્યારબાદ ભંડારો

વધુ વાંચોઃ આવતીકાલે અમદાવાદનો બર્થ ડે: આ રૂટ પરથી નીકળશે માં ભદ્રકાલીની ભવ્ય નગરયાત્રા, જોઇ લો ટાઇમ ટુ ટાઇમ કાર્યક્રમ

6.25 કિમી લાંબી નગરયાત્રા યોજાશે

અમદાવાદના સ્થાપના દિવસે ભદ્રકાળીની નગરયાત્રા યોજાશે. પ્રધાનમંત્રી મોદી અથવા અમિત શાહ નગરયાત્રાના પ્રસંગે હાજર રહી શકે છે. 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ પણ છે ત્યારે તે પ્રસંગે માતાજીની 6.25 કિમી લાંબી નગરયાત્રા યોજાશે જેમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો-નગરજનો જોડાશે. અત્રે જણાવીએ કે, જે યાત્રામાં રથમાં માતાજીની પાદુકા મુકવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Foundation Day Bhadrakali Maa Nagarcharya Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ