બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad tops in 100 smart cities india

વિકાસ / દેશની 100 સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદમાં પ્રથમ ક્રમે, PM મોદીનું સંસદીય ક્ષેત્ર પછડાયું

Published By: Parth

Last Updated: 01:24 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકારે શહેરોના વિકાસ માટે સ્માર્ટ સિટી યોજના શરુ કરી હતી જેમાં દેશભરમાં સ્માર્ટ સિટી બનાવવાનું સપનું જોવામાં આવ્યું છે ત્યારે દેશની 100 સ્માર્ટ સિટીઝની લાઇવ રેન્કિંગમાં અમદાવાદ અવ્વલ છે.

  • સ્માર્ટ સિટીમાં અમદાવાદ પ્રથમ ક્રમે 
  • પીએમ મોદીનો મતવિસ્તાર કાશી પાંચમાં ક્રમે 
  • મધ્ય પ્રદેશના ઇન્દોરને મળ્યું બીજું સ્થાન 

અમદાવાદ અવ્વલ 

દેશના 100 સ્માર્ટ સિટીઝની લાઇવ રેન્કિંગમાં ગુજરાતીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. કારણ કે 100 સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમે આવ્યું છે. જ્યારે પીએમ મોદીના મતવિસ્તાર વારાણસી શહેરા પાંચમા ક્રમે ખસ્યું છે. દેશની સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નવા રેન્કિંગમાં, અમદાવાદ પ્રથમ ક્રમે છે જ્યારે મધ્યપ્રદેશનું ઈન્દોર બીજા ક્રમે આવ્યું છે.  આગ્રા ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 

યુપીના આગ્રાના વખાણ 

યુપીમાં રાજ્ય સ્તરની વાત કરીએ, તો આગ્રા ટોચ પર છે. નોંધનીય છે કે યુનિયન અર્બન અને હાઉસિંગ સેક્રેટરી હરદીપ પુરી, જે તાજેતરમાં મેટ્રો પ્રોજેક્ટના ઉદઘાટન પર પહોંચ્યા હતા, તેમણે આગ્રા સ્માર્ટ સિટીના કામની પ્રશંસા પણ કરી હતી. જ્યારે પીએમ મોદીએ આગ્રા સ્માર્ટ સિટી હેઠળ બનાવવામાં આવેલી કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમની પણ પ્રશંસા કરી છે.

વારાણસી પછડાયું 

નોંધનીય છે કે વારાણસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંસદીય મત વિસ્તાર છે. આને કારણે વારાણસીના વિકાસ માટે થઈ રહેલા કામ પર વિરોધીઓ નજર રાખી રહ્યાં છે. ફંડ ટ્રાન્સફરના આધારે, શહેરી વિકાસ મંત્રાલયે શહેરોની લાઇવ રેન્કિંગ નક્કી કરી છે. આ વર્ષની અંતિમ રેન્કિંગ આ મહિનાના અંતમાં અથવા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બહાર પાડવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શહેરોને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી 49-49 કરોડ રૂપિયા મળવાના હતા. આ સંદર્ભે બનારસ શહેરને કેન્દ્ર સરકાર તરફથી જ ભંડોળ પ્રાપ્ત થયું છે. જો કે રાજ્ય સરકાર તરફથી નાણાં નહીં મળવાના કારણે બનારસની પાંચમા ક્રમે આવ્યું છે. સ્માર્ટ સિટીના અધિકારીઓનો દાવો છે કે આવતા ક્વાર્ટરમાં સખત મહેનત કરીને રેન્કિંગમાં સુધારો કરવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Varanasi ahmedabad smart city અમદાવાદ સ્માર્ટ સિટી Smart City

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ