બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Ahmedabad to Salangpur helicopter ride to be started, know the rate

તમારા કામનું / હવે અમદાવાદથી દાદાના સાળંગપુર પહોંચાશે માત્ર 40 મિનિટમાં, શરૂ કરાશે હેલિકોપ્ટર રાઇડ, જાણો રેટ

Published By: Vidhata

Last Updated: 11:37 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવાની છે. ત્યારે યાત્રા ધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિરથી 700 મીટરના અંતરે બે હેલિપેડ તૈયાર કરાયા છે.

અમદાવાદ: અમદાવાદના કાંકરિયાથી બોટાદના સાળંગપુર મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચવું સરળ બનશે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડેઇલી હેલિકોપ્ટર રાઈડની શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, આ ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસની શરૂઆત મે મહિનામાં થવાની છે. ત્યારે ડેઇલી હેલિકોપ્ટર રાઈડ સર્વિસથી યાત્રાળુઓને ફાયદો થશે.  

હવે હેલિકોપ્ટરથી જઈ શકાશે સાળંગપુર 

યાત્રાધામ વિકાસ બોર્ડ અમદાવાદથી બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી ડેઇલી હેલિકોપ્ટર રાઈડ શરૂ કરશે ત્યારે આ સર્વિસ માટે સાળંગપુર મંદિરથી 700 મીટરનાં અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, મે મહિનામાં આ સર્વિસ શરૂ થતા યાત્રાળુઓને ઘણો ફાયદો થશે. રોડ માર્ગે 140 કિલોમીટરનું અંતર છે, અને અમદાવાદથી સાળંગપુર પહોંચતા લગભગ 3 કલાક લાગી જાય છે જયારે હેલિકોપ્ટર દ્વારા આ અંતર 40 મીનીટમાં જ કપાશે. જેથી આ રાઈડ શરૂ થતા ઘણો સમય બચી જશે. 

વધુ વાંચો: અમદાવાદનું એવું મંદિર કે જ્યાં મહંત મંદિરનો દ્રાર ઓળંગી શકતા નથી, પાંડવોએ કરી છે પૂજા

પ્રાથમિક માહિતી મુજબ, આ રાઈડનું ભાડું લગભગ 30 હજાર રૂપિયા જેટલું રહેશે. 6 લોકો બેસી શકે એટલી ક્ષમતાનું આ હેલિકોપ્ટર રહેશે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ માટે સાળંગપુર પહોંચવું ઘણું સરળ બની જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Hanumaji Temple Salangpur Yatra Dham Vikas Board ahmedabad helicopter ride અમદાવાદ સાળંગપુર Ahmedabad to Salangpur helicopter ride

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ