બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / The grand Shivalaya of Neelkanth Mahadev is located in the Asarwa area of Ahmedabad

દેવ દર્શન / અમદાવાદનું એવું મંદિર કે જ્યાં મહંત મંદિરનો દ્રાર ઓળંગી શકતા નથી, પાંડવોએ કરી છે પૂજા

Dinesh

Last Updated: 11:07 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: નિલકંઠ મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલુ છે. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે.

અમદાવાદના અસારવા વિસ્તારમાં નિલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં ભગવાન શિવજીનું લિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. અજ્ઞાતવાસમાં પાંડવો પણ નિલકંઠ મહાદેવની પૂજા કરતા  હોવાની માન્યતા છે. નીલકંઠ મહાદેવના મંદિરે શિવરાત્રીના અવસરે મહામેળો યોજાય છે. જેમાં દૂર-દૂરથી ભકતો દર્શન કરવા આવે છે.. લોકોની આસ્થા અને વિશ્વાસનુ પ્રતિક છે નીલકંઠ મહાદેવ મંદિર.

અમદાવાદના અસારવામાં નીલકંઠ મહાદેવનું પૌરાણિક મંદિર
નીલકંઠ મહાદેવનું ભવ્ય શિવાલય અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલુ છે. શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. કારણ કે, આ શિવલિંગ હજારો વર્ષ પહેલા જમીનમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયું હતુ. જેનો ઈતિહાસ પાંડવો સાથે પણ જોડાયેલો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો નિરતંર જાપ કરવાથી આધિ, વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મેળવવા ભક્તજન મંદિરે આવી શિવની આરાધના કરે છે. વર્ષો પહેલા દશનામી સ્વતંત્ર નિરંજની નીલકંઠ અખાડાના સ્વામી હીરાપુરીજી મહારાજ જેઓ મનોહરનાથગિરિજી મહારાજના સાધક શિષ્ય હતા. મનોહરનાથગિરિજીએ પોતાના અંતિમ સમયમાં હીરાપુરીજીને ભભૂતિ અને અન્નાપૂર્ણા માતાની મૂર્તિ આપી હતી.. જે ભભૂતી અને મૂર્તી લઈને હીરાપુરીજી અમદાવાદના અસારવામા આવ્યા હતા.

પાંડવો નીલકંઠ મહાદેવની પૂજા કરતા હોવાની માન્યત
નીલકંઠ મહાદેવ મંદિરના બાંધકામ પહેલા જ્યારે ખોદકામ કરવામાં આવી રહ્યુ હતુ ત્યારે જમીનમાંથી ગણપતિજી,હનુમાનજી, શિવલિંગ અને માતા પાર્વતીની મૂર્તિ પ્રગટ થઈ હતી. મંદિરના નિર્માણ કાર્ય બાદ મંદિરની જમીનમાંથી પ્રગટ થયેલી મૂર્તિઓ અને શિવલિંગની સ્થાપના કરીને મંદિરનું નામ નીલકંઠ મહાદેવ રાખવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે. નિયમિત મહાદેવજીના દર્શને આવતા ભાવિકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે અને મહાદેવજી પણ તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિરમા ધુણાનુ વિશેષ મહત્વ છે. ભકતોમા ધૂણાના દર્શનનુ અનેરૂ આકર્ષણ છે. કહેવાય છે કે મહંત હીરાપુરીજી અસારવા આવ્યા ત્યારે મોગલ સામ્રાજય હતુ. તેઓ એક વૃક્ષ નીચે ધુણા નીકળી રહી હતી ત્યારે બેઠા હતા. જેથી આ મહાદેવ મંદિરમાં દર શ્રાવણ માસમાં ધુણાને બદલવામા આવે છે.. અને તેના દર્શન કરવા માટે લાખોની સંખ્યામા ભકતો મંદિરે આવે છે.. આ અવસરે મેળો પણ યોજાય છે.

તૂટ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે
નિલકંઠ મહાદેવ મંદિરના મહંત બન્યા બાદ મહંત મંદિરનો દ્રાર ઓળંગી શકતા નથી. તેમના મૃત્યુ બાદ મંદિરમાં જ તેમની સમાધી બનાવવામા આવે છે.. મહંત હીરાપુરીજી મહારાજની સમાધી મંદિરમાં જ બનાવવામા આવી છે. અને તેમના બાદ બનેલા તમામ મહંતની પણ સમાધી બનાવાઈ છે.. સ્વયભૂ શિવલીંગના દર્શનની સાથે ભકતો સમાધીના પણ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અસારવાનુ ઐતિહાસિક શિવમંદિર ભકતોની આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે.. શિવરાત્રી અને શ્રાવણ મહિનામા લાખો ભકતો મહાદેવના દર્શન કરે છે. મંદિરે સંતો અને મહંતો અનેભકતોજનો માટે ભંડારો પણ રાખવામા આવે છે..મંદિરમાં આવેલી ગૌશાળાની ગાયોના છાણાનો ઉપયોગ ધુણા માટે કરવામા આવે છે. પૌરાણિક અને ઐતિહાસિક નીલકંઠ મહાદેવનુ મંદિર ભક્તો માટે અતૂટ આસ્થા અને વિશ્વાસનુ કેન્દ્ર છે.

વાંચવા જેવું: દેવી-દેવતાઓ સામે દીવો પ્રગટાવતા પહેલા જાણો સાચી રીત, આરતી ઉતારતી વખતે કરો આ નિયમનું પાલન

દરેક દૂખ દૂર કરે છે
મંદિર પરિસરમાં અન્નપૂર્ણા માતાજીનુ મંદિર આવેલુ છે. જે વર્ષમા 3 વખત જ ખોલવામા આવે છે. મંદિરમાં જીવને શિવ એકાકાર તો થાય છે જ સાથે સાથે દર્શનાર્થીઓ દર્શન બાદ નવી શક્તિના સંચારના સાથે શાંતિનો અહેસાસ પણ કરે છે ગૌસેવાની સાથે મંદિરમાં અનેક પ્રવૃતિઓ ચાલે છે જેનો ભક્તો લાભ લે છે. નીલકઠ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. ભાવિકોને આસ્થા છે કે મહાદેવ તેમના દરેક દૂખ દૂર કરે છે. અને તેમની માનતા પણ પૂર્ણ થાય છે.. પૌરાણિક અને અલૌકીક મંદિરમાં મહાદેવ હાજરા હજુર હોવાની દરેક ભકતોને અનુભૂતી થાય છે..અને એટલે જ તેમનો વિશ્વાસ અને આસ્થા અતૂટ છે..

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ