ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રેપીડો જેવી કોમર્શિયલ બાઈક રાઈડ અમદાવાદમાં બંધ, આ કારણે લેવાયો મોટો નિર્ણય
Last Updated: 04:29 PM, 5 January 2025
ADVERTISEMENT
અમદાવાદ RTOએ કોમર્શિયલ બાઈક અંગે મોટો નિર્ણય લીધો છે. કોમર્શિયલ ઉપયોગમા લેવાતી ટુવ્હીલર પર એક માસ સુધી પ્રતિબંધ મુક્યો છે. કોમર્શિયલ ઉપયોગમાં નોન કોમર્શિયલ વાહન ઉપયોગ કરતા કાર્યવાહીનો સપાટો બાલાવવામાં આવ્યો છે. ત્યારે હવે એક મહિના સુધી રેપીડો બાઈક પર પ્રતિબંધ મુક્યો છે.
ADVERTISEMENT
RTOએ કોમર્શિયલ બાઈક અંગે મોટો નિર્ણય લીધો
ભાડે ચાલતી રેપીડો બાઈક અને અન્ય રાઇડ પર પ્રતિંબધ મુક્યો છે. સફેદ નંબર પ્લેટના વાહનોનો ઉપયોગ કરાતા કાર્યવાહી કરવામાં આવી છે. રીક્ષા યુનિયનની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આવા વાહનોથી ટ્રાફિક નિયમ ભંગ અને રીક્ષા ચાલકોને નુકશાન થતું હોવાની પણ ફરિયાદ થઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: મેં ક્યારેય કીધું કે મારે મહંત થાવું છે?' સતાધાર ધામના વિવાદ પર નરેન્દ્ર સોલંકીનો ખુલાસો

ADVERTISEMENT
અગાઉ પણ RTOએ ઉબર ટેક્સી રેપીડો પર પ્રતિબંધ મૂક્યો હતો
અગાઉ પણ અમદાવાદ RTOએ ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપીડોને પર પ્રતિબંધ મુક્યો હતો. RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરાઇ હતી. RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપીડોના વાહનો રોડ પર દેખાશે તો જપ્ત કરાશે તેવી સુચનાઓ પણ આપી હતી. મે 2023ની આ વાત છે
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT