બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad pays highest fine for not wearing mask in public place

શરમ કરો / માસ્ક ન પહેર્યું હોય તો ખિસ્સાં ખાલી કરવા તૈયાર થઈ જજો! અમદાવાદમાં 2 જ દિવસમાં 18 લાખનો દંડ વસૂલાયો

Khyati

Last Updated: 12:54 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમ નહી સુધરેંગે , અમદાવાદીઓએ માસ્ક ન પહેરવા બદલ 2 દિવસમાં રૂ.18લાખ ભર્યો દંડ

  • અમદાવાદમાં કોરોના વધતા માસ્ક ફરજિયાત
  • જાહેર સ્થળોએ માસ્ક નહીં પહેરો તો દંડાશો 
  • 2 દિવસમાં માસ્ક ના પહેરનાર 1850ને દંડ

રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાય છે. પરંતુ અમદાવાદીઓએ તો નક્કી કરી લીધુ છે કે કોરોના આવે કે ઓમીક્રોન, હમ નહી સુધરેંગે. કોરોના વાયરસની સાથે સાથે ઓમીક્રોનના પણ કેસ નોંધાઇ રહ્યા છે. તેવામાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ આવશ્યક બને છે પરંતુ અમદાવાદમાં મહદઅંશે લોકો લાપરવાહ હોય તેમ લાગી રહ્યુ છે. 5 થી 100 રૂપિયામાં મળતુ માસ્ક નહી પહેરે પણ હજાર રૂપિયા દંડ ભરશે. જાણીને નવાઇ લાગશે કે અમદાવાદમાં બે દિવસમાં માસ્ક ન પહેરવા બદલ 1850 લોકોને દંડ ફટકારવામાં આવ્યો. એટલેકે માસ્ક ન પહેર્યુ હોય તેવા લોકો પાસેથી રૂપિયા 18 લાખ વસૂલવામાં આવ્યા છે. જાહેર સ્થળો જેવા કે મોલ, મલ્ટીપ્લેક્ષ પરથી માસ્ક ન પહેરનારને દંડ ફટકારવામાં આવ્યો છે.

અમદાવાદીઓ લાપરવાહી ભારે પડશે

ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે. આ આંકડા જ દર્શાવી રહ્યા છે કે અમદાવાદમાં કેટલી હદે લોકો લાપરવાહ છે. કોરોનાને લઇને સરકારે રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ તો આપ્યુ પરંતુ તેનો મતલબ એ નથી કે તે પછીના સમયમાં કોરોના નહી હોય. કોરોનાકાળમાં પણ સરકારે જે છૂટછાટો આપી છે તેનો ફાયદો ન ઉઠાવો. જો સ્થિતિ આવી જ રહી તો આગામી સમયમાં એક હજાર કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાય તો કોઇ નવાઇ નહી.

કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો

અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદ શહેરમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરાયો છે. આ સાથે અમદાવાદ શહેરની વિવિધ 21 સોસાયટીઓને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા  86 પર પહોંચી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ