બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / ahmedabad motera stadium cricket lovers fight for national flag
Gayatri
Last Updated: 01:34 PM, 24 February 2021
ADVERTISEMENT
આજે અમદવાદને આંગણે સૌથી મોટો ઉત્સવ મનાવાઈ રહ્યો છે આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન અને નવું નામ કરણ કરવામાં આવી રહ્યુ છેે અને આજે જ ઈગ્લેન્ડ-ભારતની ટેસ્ટમેચનો પણ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતીયો ઘેલા બન્યા છે.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ જોવા ગુજરાતીઓ ઉત્સુક છે અને ભારતના ધ્વજ અને ટેટુ સાથે દર્શકો આવ્યા છે. ચહેરા પર ભારતના ફ્લેગ દોરાવી દર્શકો આવ્યા છે. આજે દેશની મેચ જોવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
કેમ કર્યો હોબાળો?
અમદાવાદ મોટેરા સ્ટેડિયમ બહાર લોકોનો હોબાળો જોવા મળ્યો હતો. ઇન્ડિયન ફ્લેગ સાથે ન જવા દેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં ફ્લેગ સાથે ન જવા દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઈન્ડિયન ફ્લેગ સાથે ન જવા દેતા ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશ થયા હતા અને VTV સાથે તેમણે તેમની હૈયા વરાળ ઠાલવી હતી.
ઈન્ડિયન નેશનલ ફ્લેગને નથી લઈ જવા દેવાતો. અમે કોરોના કાળમાં પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છીએ, 2500 ની ટિકિટ ખર્ચા છે તેમ છતાં ભારતની શાન લઈને જવા નથી દેવાતા. શું કરવાનું આવું સ્ટેડિયમ? ભારતીય છું તો કંઈ પાકિસ્તાન કે, ઈગ્લેન્ડનો ઝંડો થોડી લાવું? સારુ હતુ 2000 લોકોનું સ્ટેડિયમ હતુ આ 1.32 લાખ લોકોનું સ્ટેડિયમ શું કરવાનું? ઓસ્ટ્રેલિયા અને બીજે તમામ જગ્યાએ અમે મેચ જોવા જઈએ છીએ તો ઝંડો લઈ જવા દેવામાં આવે છે અને અહીં આપણા ભારતમાં જ ઝંડો નથી લઈ જઈ દેવામાં આવી રહ્યો.
શું છે સ્ટેડિયમની ખાસિયતો
800 કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર કરાયું છે સ્ટેડિયમ
ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરાયા છે.
સ્ટેડિયમમાં કુલ 1.10 લાખ લોકો સાથે મેચ જોઇ શકે છે
જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઊડથી વધારે છે
મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા હતી
કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
મેદાન પર કુલ 11 પીચ છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
મેદાનમાં ફ્લડ લાઈટ્સની ઉંચાઈ 90 મીટર છે. એટલે કે 25 માળ ઉંચી બિલ્ડીંગ બરાબર
આ મેદાનની નીચે સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
વરસાદ હોવાની સ્થિતિમાં મેદાનને ફરી 30 મિનિટમાં જ તૈયાર કરવામાં આવી શકે
ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ પણ યોજાય શકે છે
મોટેરા સ્ટેડિયમમાં નોંધાયેલા રેકોર્ડ
મોટેરાના ઈતિહાસમાં આ પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ
સુનલ ગાવસ્કરે 10 હજાર રન મોટેરા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે પૂરા કર્યા હતા
કપીલ દેવે કુલ 432 વિકેટ ઝડપી રિચર્ડ હેડલિનોનો રેકોર્ડ મોટેરા સ્ટેડિયમમાં તોડ્યો હતો
ઓક્ટોબર 1999માં સચિને પોતાની કારર્કિદીની પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી
મોટેરામાં જ સચિને 2009માં શ્રીલંકા સામે ક્રિકેટ કારર્કિદીના 20 વર્ષ પૂર્ણ કર્યા હતા
2009માં મોટેરામાં જ સચિને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં 30 હજાર રન પૂર્ણ કર્યા હતા
મોટેરામાં જ સચિન તેંડુલકર પહેલો ક્રિકેટર બન્યો જેણે વન-ડેમાં 18 હજાર રન નોંધાવ્યા હોય
એબી ડિવિલીયર્સે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી બેવડી સદી મોટેરામાં ફટકારી હતી
મોટેરામાં ટેસ્ટ મેચ રેકોર્ડ
શ્રીલંકાએ ભારત સામે એક ઈનિંગમાં સૌથી હાઈએસ્ટ 760 રન ફટકાર્યા હતા
દક્ષિણ આફ્રિકા સામે ભારતનો એક ઈનિંગનો સૌથી ઓછો સ્કોર 76 રન રહ્યો છે
શ્રીલંકાના મહિલા જયવર્ધનેએ એક ઈનિંગમાં સર્વાધિક 275 રન ફટકાર્યા છે
1983માં કપીલ દેવે વેસ્ટઈન્ડિઝ સામે એક ઈનિંગમાં સૌથી વધુ 9 વિકેટ ઝડપી હતી
વેન્કટપથી રાજુએ 1994માં ટેસ્ટ મેચમાં સૌથી વધુ 11 વિકેટ ઝડપી હતી
મોટેરામાં સૌથી વધુ રન કરનાર ખેલાડી રાહુલ દ્રાવિડ છે જેણે 771 રન ફટકાર્યા છે
કુલ 36 વિકેટ સાથે અનિલ કુંબલેએ મોટેરામાં સૌથી વધુ વિકેટ ઝડપી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.