ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ahmedabad monsoon action plan washed out

ચોમાસુ / પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ, કરોડોના ખર્ચ બાદ પણ કમર તોડ રસ્તાએ તંત્રની પોલ ખોલી

Published By: Mehul

Last Updated: 09:30 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં પડેલા વરસાદે ફરી એકવાર તંત્રની પોલ ખોલી છે. ઠેર ઠેર રોડ રસ્તાઓ બેસી ગયા તો ક્યાંક ઉબડખાબડ રોડ પરથી વાહન ચાલકોએ પસાર થવું પડી રહ્યું છે. ભારે વરસાદમાં અમદાવાદ જાણે ખાડાબાદ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ADVERTISEMENT

રાજ્યભર સહિત અમદાવાદમાં મેઘરાજાએ મહેરબાની કરી છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાનગરપાલિકા પ્રિમોન્સૂન પ્લાનિંગમાં નિષ્ફળ સાબિત થયું છે. શહેરમાં પડેલા ભારે વરસાદથી રોડ રસ્તાની હાલત બિસ્માર થઇ ગઈ છે. 

શહેરના થલતેજ, હેલ્મેટ સર્કલ, વાડજ વિસ્તારમાં રોડ પર ખાડા પડતાં વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ લોકોની કમરભાંગી તેવા જતાં અહીંથી પસાર થતા વાહન ચાલકો જાણે જીવના જોખમે વાહન ચલાવી રહ્યા હોય તેવું લાગે છે.   

ઉલ્લખનીય છે કે, તંત્ર પ્રિમોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ આ ખર્ચો માત્ર કાગળ પર જ હોય તેવું આ રોડ રસ્તાની હાલત જોઈ લાગી રહ્યું છે. આટલા વરસાદ માત્રથી વાડજનો બીઆરટીએસ કોરિડોર પણ ધોવાઈ ચૂક્યો છે જેના કારણે બસમાં બેઠલા મુસાફરોને પણ ભારે મુશ્કેલી પડી  રહી છે.  

સ્થાનિક લોકોને પણ આ ખાડાને કારણે અવર જ્વર કરવામાં મુશ્કેલી પડી રહી છે. પરંતુ કોર્પોરેશન તંત્ર હજુ સુધી અહીં સમારકામ કરવા પહોંચ્યું નથી. લોકોનો આક્ષેપ છે કે, મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થાય પછી કોર્પોરેશન દ્વારા ખાડામાં માત્ર કાંકરી પાથરી દેવામાં આવે છે.

ગત વર્ષે રોડ રસ્તા મામલે હાઇકોર્ટે પણ ટકોર કરી હતી અને ત્યાર બાદ તંત્ર જાગ્યું હતું પરંતુ કામગીરી માં નિષ્ફ રહ્યું હતું.  કોર્પોરેશન તંત્ર આ વર્ષે પણ નિષ્ફળ રહ્યું છે ત્યારે આ બિસ્માર રોડ રસ્તાનું સમારકામ ક્યારે થશે તે જોવાનું રહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Gujarat News Monsoon ahmedabad Monsoon

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ