બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલ પર એક્શનની તૈયારી, મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલમાં થશે, દર્દીઓને ખસેડી લીધા

જાગી સરકાર! / ખ્યાતિ હોસ્પિટલ પર એક્શનની તૈયારી, મૃતકનું પોસ્ટમોર્ટમ સિવિલમાં થશે, દર્દીઓને ખસેડી લીધા

Last Updated: 05:03 PM, 12 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે કડક કાર્યવાહીનાં આદેશ આપવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ અને એક્સપર્ટનાં રિપોર્ટ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીનાં મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કેમ્પમાં 100 લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. 20 જેટલા દર્દીઓને સારવાર માટે બોલાવ્યા હતા. મૃતકને અસારવા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. વીડિઓગ્રાફીથી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ અને એક્સપર્ટનાં રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારી ખુલશે તો ગુનો નોંધવામાં આવશે.

હોસ્પિટલ પરથી દર્દીઓનો ભરસો ઉઠ્યો

ખ્યાતી હોસ્પિટલમાં 2 દર્દીઓનાં મોત મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાશે. 2 દર્દીઓનાં મોત બાદ અન્ય દર્દીઓ બીજી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. હોસ્પિટલમાં હોબાળો થતા ડોક્ટર પણ હોસ્પિટલમાં હાજર નથી. હોસ્પિટલ પરથી દર્દીઓનો ભરોસો ઉઠ્યો છે.

કણજરી ગામમાં 20 થી 25 લોકોએ ચેકઅપ કરાવ્યું હતું

VTV NEWSની ટીમ એ જગ્યાએ પહોંચી હતી જે જગ્યાએ કેમ્પ યોજાયો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના કણજરી ગામમાં પણ નિશુલ્ક કેમ્પ યોજાયો હતો.. 3 મહિના પહેલા કણજરીમાં કેમ્પનું આયોજન થયું હતું. કણજરી ગામમાં 20 થી 25 લોકોએ ચેકઅપ કરાવ્યું હતું. PMJAY કાર્ડ હતા તેવા 12 લોકોને અમદાવાદ બોલાવ્યા હતા તેમાંથી 6 લોકોની એન્જિયોગ્રાફી કરી નાંખી હતી.આમ માત્ર એક ગામ નહીં આ રીતે અનેક ગામોમાં કેમ્પ કરીને અનેક લોકોની કોઇપણ જાતની પરમિશન વગરજ એન્જિયોગ્રાફી કરી નાંખી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી તાલુકાના બોરીસણા ગામે ફ્રી કેમ્પનું આયોજન કરાયું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું. જે બાદ દર્દીઓને અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.

કડી તાલુકાના 4 ગામમાં કેમ્પ કર્યા

બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે રૂપિયા કમાવવા કડી તાલુકાના 4 ગામમાં કેમ્પ કર્યા હતા. જેમાં કડીના કણજરી, વાધરોડા, કરસનપુરા, વિનારકપુરા (હનમનીયા) ગામોમાં કેમ્પ કર્યા હતા. હાલ VTVની ટીમ કડી તાલુકાના કણજરી ગામ ખાતે પહોંચી હતી. કણજરી ગામમાં પણ ફ્રી નિદાન કેમ્પ કરીને સરકારી યોજનાના રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ત્યારે 3 મહિના પહેલા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં કેમ્પ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગામમાંથી 20થી 25 લોકોએ કેમ્પમાં ચેકઅપ કરાવ્યું હતું. જેમાં PMJY કાર્ડ જે લોકો પાસે હતા તેવા 12 લોકોને બોલાવ્યા હતા.

રિપોર્ટ કરી તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ હતીઃ ચિરાગ રાજપૂત

સમગ્ર ઘટનાને લઇ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત મીડિયા સામે આવ્યા હતા. તેઓએ 10 નવેમ્બરે બોરીસણામાં કેમ્પ કર્યો હોવાની વાત કરી હતી. અને લૂલા બચાવમાં કહ્યું અનેક લોકોને કેમ્પના લાભ આપ્યા છે. તેઓએ જણાવ્યું હતુ કે 20 લોકો સ્વેચ્છાએ સારવાર માટે આવ્યા હતા. રિપોર્ટ કરી તેમની એંજિયોપ્લાસ્ટી કરાઈ હતી.

વધુ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલની 'ખ્યાતિ' સારી નથી, અહીં ગયા તો ગયા સમજો! ચોંકાવનારા ખુલાસા બન્યો ચર્ચાનો વિષય

હોસ્પિટલનાં સીઈઓએ ર્ડા.પ્રશાંત વજરાનીએ ઓપરેશન કર્યાની કબુલાત કરી

આ ઉપરાંત ચિરાગ રાજપૂતે ડૉ.પ્રશાંત વજરાનીએ ઓપરેશન કર્યા હોવાની કબૂલાત કરી હતી. અને હાલ હોસ્પિટલમાં 17 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેમ જણાવીને તપાસમાં સહકાર આપવાનું રટણ કર્યું હતુ. પરંતુ દુર્ઘટના ઉપર દુખ વ્યક્ત કરવાનું તો નામ જ નથી લેતા. ત્યારે આવા બેદરકાર તંત્રના રાજા પર લોકોનો ભારે માત્રામાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Khyati Hospital Khyati Hospital Ahmedabad Khyati Hospital Live Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ