બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Husband wife stigmatizing marital relations Cases

અમદાવાદ / સરખેજમાં પતિ રિક્ષા લઇને કામે જતો ત્યારે પત્નીએ એવું કામ કર્યું કે પતિએ કરી આત્મહત્યા

Hiren

Last Updated: 07:49 PM, 1 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનૈતિક સંબંધએ ફરી બે પરિવારને વિખેરી દીધા. પતિના અન્ય સ્ત્રી સાથેને પ્રેમ સંબંધથી પત્નીએ આત્મહત્યા કરી. તો બીજા કિસ્સામાં પત્નીના અનૈતિક સંબંધે પતિનો ભોગ લીધો. સમાજમા હવે પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાવતા આ કેસમાં વાસણા પોલીસે પતિ અને સરખેજ પોલીસે પત્નીની ધરપકડ કરી છે. ત્યારે આવા અનૈતિક સંબંધના દુષણથી અનેક જીંદગી હોમાઈ.

  • પતિ-પત્નીના સંબંધોને લાંછન લગાવતા કિસ્સા
  • સરખેજમાં પત્નીના પ્રેમસંબંધને લઇને પતિએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા
  • વાસણામા પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધના કારણે પત્નીએ કરી આત્મહત્યા

સભ્ય સમાજમાં હવે પારિવારિક સંબંધોને લાંછન લાગતા કિસ્સાઓ વધી રહ્યા છે. સમાજમાં અનૈતિક સંબંધ હવે સ્ટેટસ બન્યુ હોય તેમ દુષણ ફેલાઈ રહ્યુ છે. તાજેતરમા કાગડાપીઠમાં પત્નીના પ્રેમસંબંધની જાણ થતા પતિએ આપઘાત કર્યો હતો. તેવો જ વધુ એક કિસ્સો સરખેજ વિસ્તારમા સામે આવ્યો છે. જેમાં પતિએ અંતિમ ચીઠ્ઠીમાં પત્ની અને તેના પ્રેમીનો ભાંડો ફોડીને આપઘાત કરી લીધો. 

સરખેજની ઘટનાઃ પતિ લોડીંગ રિક્ષા લઈને ઘરની બહાર નીકળે તો પત્ની પ્રેમીને મળતા જતી

સમગ્ર ઘટના કંઈક એવી છે કે સરખેજમાં રહેતા લીયાકતશા ફકીરની પત્ની તસ્લીમબાનુના પાડોશી સલીમ ઉર્ફે કાલુ સાથે અનૈતિક સંબંધ હતા. પાંચ મહિનાથી બન્ને વચ્ચેના પ્રેમ સંબંધની જાણ પતિ લિયાકતશાને થઈ અને બન્ને વચ્ચે ઝઘડો થયો અને સમાધાન પણ થઇ ગયું. પરંતુ પત્ની તસ્લીમબાનુ એ પ્રેમીને મળવાનુ છોડ્યુ નહિ. જયારે પતિ લોડીંગ રિક્ષા લઈને ઘરની બહાર નીકળે તો પત્ની પ્રેમીને મળતા જતી રહેતી હતી. જેની જાણ લીયાકતશાને થતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. 

આપઘાત કરનાર પતિએ સ્યુસાઈડ નોટમાં પત્ની અને પ્રેમીના અનૈતિક સંબંધની પોલ ખોલી દીધી. પોલીસે આપઘાતને લઈને પત્ની અને પ્રેમી વિરૂધ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પત્નીની ધરપકડ કરી.

વાસણાની ઘટનાઃ બે સ્ત્રી સાથેના અનૈતિક સંબંધથી વકીલ પોતાના લગ્નજીવનનો જ કેસ હારી ગયા

સરખેજમાં પત્નીના અનૈતિક સંબંધે પતિનો ભોગ લીધો. તો વાસણામા પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધના કારણે 20 વર્ષના દામ્પત્યજીવનો અંત આવ્યો અને પત્નીએ આપઘાત કરી લીધો. ઘટના કંઈક એવી છે કે એડવોકેટ પ્રકાશ ચંદ્ર જોષીએ છે. પરંતુ બે સ્ત્રી સાથેના અનૈતિક સંબંધથી તેઓ પોતાના લગ્નજીવનનો કેસ હારી ગયા. પ્રકાશચંદ્રના ચંદા રાજપુત અને પુનમ નામની બે સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ હતા. જેની જાણ તેમની પત્ની મમતા જોષીને થતા બન્ને વચ્ચે તકરાર શરૂ થઈ. અંતે પત્નીએ અગ્નિસ્નાન કરીને પોતાના જીવનનો અંત લાવ્યો. પત્નીને બચાવવા જતા પ્રકાશચંદ્રના હાથ પણ દાઝી ગયા હતા. વાસણા પોલીસે આત્મહત્યાને લઈને પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

અમદાવાદમાં થોડા જ દિવસોમાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા

કાગડાપીઠ, સરખેજ અને વાસણામા અનૈતિક સંબંધથી પતિ-પત્નીના દામ્પત્યજીવનનો કરૂણ અંજામ આવ્યો. જેમાં સજા તો નિર્દોષ સંતાનોને મળી. એક પિતાનો આશરો ગુમાવ્યો તો બીજે માતાની મમતા છીનવાઈ. આ બન્ને કરૂણ કિસ્સામાં સરખેજ પોલીસે પત્નીની ધરપકડ કરી તો વાસણા પોલીસે પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ