બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટની ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા, ફનબ્લાસ્ટ ગેમિંગ ઝોનમાં ફાયર વિભાગનું ચેકિંગ

સતર્ક / રાજકોટની ઘટનાના પડઘા અમદાવાદમાં પડ્યા, ફનબ્લાસ્ટ ગેમિંગ ઝોનમાં ફાયર વિભાગનું ચેકિંગ

Last Updated: 09:52 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં ગેમિગ ઝોનમાં આગ લાગવાનાં બનાવ બાદ અમદાવાદ મ્યુનિસિપલ વિભાગ દ્વારા શહેરમાં આવેલ ફન બ્લાસ્ટ ગેમિગ ઝોનમાં ચેકીંગ હાથ ધર્યું હતું. તેમજ ફાયર સેફ્ટીનાં સાધનોને ચેક કરાયા હતા.

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગ લાગવાનાં બનાવને લઈ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સાવચેતીનાં ભાગરૂપે અમદાવાદમાં આવેલ ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોર્પોરેશનનાં ફાયર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે મુલાકાત લીધી હતી. તેમજ ફાયર સેફ્ટીનાં સાધનોને ચેક કરાયા હતા. તેમજ રાજ્ય સરકારનાં હુકમ પ્રમાણે ફાયર સેફ્ટીનાં સાધનો ન હોય તેવા ફનઝોન બંધ રહેશે. તેમજ અમદાવાદમાં 15 થી વધુ જગ્યા ઉપર ફનઝોન આવેલા છે.

vlcsnap-2024-05-26-08h52m13s467

ફાયર સિસ્ટમ ચાલુ છે કે નહી તેની તપાસ હાથ ધરાઈ

આ સમગ્ર બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડેપ્યુટી કમિશ્નર વી.એમ. ઠક્કરે જણાવ્યું હતું કે, અહીંયે જે બિલ્ડીંગ ફીક્સ ફાયર ફાઈટર ઈન્સ્ટોલેશન સિસ્ટમ નાંખવામાં આવી છે. તે હાલ કાર્યરત છે કે નહી તે જાણવું જરૂરી છે. તેમજ ફાયર એનઓસી પણ છે. સ્મોક ડિટેક્શન સિસ્ટમ ચાલુ હાલતમાં છે કે નહી તે. તેમજ ફાયરની સિસ્ટમ છે તે ચાલુ હાલતમાં છે તેમજ તેમાં પાણી આવે છે કે નહી તે તમામ ચેકીંગ હાથ ધરાયું.

વધુ વાંચોઃ ગેમઝોન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 મૃતદેહ મળી આવ્યા, હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા

કોર્પોરેશન દ્વારા ચેકીંગ હાથ ધરાયું

તેમજ આગ લાગે ત્યારે ઈમરજન્સી એક્ઝીટ કેટલા છે તેમજ લોકોને ઝડપી બહાર કેવી રીતે કાઢી શકાય તે તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. તેમજ રાજકોટમાં ઘટનાં ગત રોજ બની. પરંતું તે પહેલા અમદાવાદમાં ગોતામાં ફન બ્લાસ્ટમાં પહેલા એક વખત આગ લાગી ચૂકી હતી. તેમજ તાજેતરમાં જ ટીઆરપી મોલમાં આગ લાગી હતી. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતર્કતા રાખી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Game zone fire department on alert Ahmedabad news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ