બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad corona positive patient died on brts bus stop cm rupani get inquiry on it
ADVERTISEMENT
દાણીલીમડા BRTS સ્ટેન્ડ પાસેથી મૃતદેહ મળ્યો હતો. 14મેના રોજ દર્દીને હોમ આઈસોલેશન માટે રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી દર્દીને BRTS બસમાં રવાના કરવામાં આવ્યા હતો. બસમાંથી ઉતર્યા બાદ દર્દીનું બસ સ્ટેન્ડે આકસ્મિક મૃત્યુ થયું હતું. મૃતદેહ માટે પ્લાસ્ટિક પણ પરિવારજનો પાસે મંગાવાયું હતુ. વોર્ડબોયે મૃતદેહ પર દવા છાંટવાના રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. શબવાહિની ન મળતા પરિવારજનો ઉંચકીને મૃતદેહને સ્મશાને લઈ ગયા હતા.
CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
ADVERTISEMENT
ભાજપના નેતા ગિરીશ પરમારે CM રૂપાણીને રજૂઆત કરી હતી. ગિરીશ પરમારની રજૂઆત બાદ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. CM રૂપાણીએ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને તપાસ સોંપી છે. તપાસનો અહેવાલ 24 કલાકમાં રજૂ કરવાનો આદેશ અપાયો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાના CM રૂપાણીએ આદેશ આપ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ADVERTISEMENT
ADVERTISEMENT
સળગતા સવાલ
તંત્ર દ્વારા દર્દીઓને કેમ ઘરે સુધી પહોચાડવામાં આવતા નથી?
દર્દીઓને રજા આપતા સમયે પરિવારને કેમ જાણ કરાતી નથી?
BRTSમાં દર્દીને મોકલતા સમયે પરિવારને કેમ જાણ ન કરાઈ?
કોરોનાના દર્દીના મોતનું જવાબદાર કોણ?
અમદાવાદમાં તંત્ર કેમ પોતાની જવાબદારીથી છટકે છે?
દર્દીઓની સંભાળ રાખવામાં તંત્ર નિષ્ફળ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.