બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad blast case Civil Trauma Center then Superintendent Dr. M M Prabhakar

આપવીતી / હજુ પણ સિવિલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને યાદ કરું તો ઊંઘ ઉડી જાય છે: તત્કાલીન સુપરીટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકર

Vishnu

Last Updated: 08:52 PM, 18 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચુકાદાને લઇને સિવિલ હોસ્પિટલના તત્કાલીન સુપ્રિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરે વર્ણવી 26 જુલાઇ 2008ના એ ગોઝારા દિવસની આપવીતી

  • 2008 સિરિયલ બોંબ બ્લાસ્ટનો ચુકાદો
  • 'બ્લાસ્ટનો દિવસ ક્યારેય ભુલાય તેમ નથી'
  • 'સૌથી વધુ સિવિલમાં મૃત્યુ થયા હતા' 

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં  14 વર્ષની લાંબી લડત બાદ આરોપીઓને આજે કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. ત્યારે ચુકાદાને લઇને સિવિલ હોસ્પિટલના તત્કાલીન સુપરીટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.પ્રભાકરે 26 જુલાઇ 2008ના એ કાળા દિવસને યાદ કરી કહ્યું કે સિવિલમાં બ્લાસ્ટ થયો તે દિવસ ક્યારેય ભુલાય તેમ નથી. બ્લાસ્ટમાં તબીબો,દર્દીઓ સહિત મેડિકલ સ્ટાફનું જેવા અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બોંબ બ્લાસ્ટમાં સૌથી વધુ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા હતા. આ ચુકાદો આવ્યો એ યોગ્ય છે જ્યારે આ બોમ્બ બ્લાસ્ટ ને યાદ કરું ત્યારે હજુ પણ રાત્રે મારી ઊંઘ ઉડી જાય છે.જુઓ વીડિયો

બોંબ બ્લાસ્ટ બાદ કેવી રીતે તપાસ થઈ હતી?
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આજે દોષિતોને સજા ફટકારવામાં આવી છે.. 38 દોષિતને ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને 11 દોષિતોને આજીવન કેદ સંભળાવાઈ છે.  સજાનું એલાન થયા બાદ DGP આશિષ ભાટિયાએ પણ ખુશી વ્યક્ત કરી હતી સાથે જ બોંબ બ્લાસ્ટ બાદ કેવી રીતે તપાસ થઈ હતી અને આ મિશન કેવી રીતે પાર પાડ્યું હતું એ જૂની યાદોને આશિષ ભાટીયાએ વર્ણવી હતી.

મે જે દૂ:ખ સહન કર્યું છે હવે દોષિતોની માતાને ખબર પડશે:  રાયપુરના મૃતક અંકિત મોદીની માતા
સિરિયલ બ્લાસ્ટમાં રાયપુરમાં એક માતાએ પોતાનો એકનો એક દિકરો ગુમાવ્યો હતો. આજે તે માતાએ  તેમના દિકરાની દરેક ક્ષણને યાદ કરી છે. તેમને કહ્યુ કે, દિકરાને ગુમાવવાનુ દુ:ખ આજે દોષિતોની માતાને ખબર પડશે. આપને જણાવી દઈયે કે, સિરિયલ બ્લાસ્ટમાં અંકિત મોદી નામના વ્યક્તિનુ મોત થયુ હતુ. હવે બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓને ફાંસીની સજા મળી છે ત્યારે અંકિત મોદીની માતાને આજે ન્યાય મળ્યો છે.

સરકાર પક્ષની દલીલ બચાવ પક્ષની દલીલ
આતંકી કૃત્ય હત્યા, તોફાનના કેસ જેમ સુનાવણી થાય
રેરસ્ટ ઓફ રેર કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ નથી
નિર્દોષએ જીવ ગુમાવ્યા આરોપીઓની સામાજિક-પારિવારિક સ્થિતિ ધ્યાને લેવાય
વળતર આપો લઘુતમ સજા મળે
દેશ વિરોધી કૃત્ય સાબિત જેલ ડિસીપ્લીન ધ્યાને લેવાય
દોષિતો પર દયા ન રાખો શૈક્ષણિક લાયકાત, તબીબી સ્થિતિ પણ જાણો

મૃતકના પરિવાર અને સ્થાનિકોએ અર્પી શ્રદ્ધાંજલિ
વર્ષ 2008ની 26 જુલાઈનો દિવસ દેશ અને ગુજરાત ક્યારેય નહી ભુલી શકે. આ દિવસે અમદાવાદમાં એક બાદ એક 20 સિરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે આજે આ કેસના 49 આરોપીઓને સજા મળતાં રાયપુર ચકલા વિસ્તારમાં મૃત્યુ પામેલા 2 વ્યક્તિઓેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. રાયપુર ચકલામાં મૃતકોનુ સ્મારક પણ બનાવવામાં આવ્યુ છે. ત્યારે આજે આરોપીઓે સજા મળતાં મૃતકના પરિવાર અને સ્થાનિકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

દેશ અને દુનિયાનો ઐતિહાસિક ચુકાદો આવ્યો: પ્રદેશ પ્રમુખ સી આર  પાટીલ
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા અને 11 આરોપીને આજીવન કેદની સજાનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ન્યાયતંત્રએ આ ચુકાદાથી એક કડક દાખલો બેસાડ્યો છે. આ ચુકાદાને આવકારું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ