બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad air pollution in winter 2020

ચિંતાજનક / અમદાવાદમાં પ્રદૂષણઃ ‘દિલ્હી અભી દૂર હૈ!’ પણ ફટાકડા વધારી શકે છે, તાપમાન

Hiren

Last Updated: 03:34 PM, 11 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ના આદેશના પગલે શહેરમાં દિવાળી દરમિયાન રાતના ૮-૦૦થી ૧૦-૦૦ વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડી શકાશે. ગ્રીન ફટાકડાથી વાયુ પ્રદૂષણ ઓછું ફેલાય છે, તેમાંથી નીકળતો ધુમાડો શરીર માટે નુકસાનકારક નથી, જોકે શહેરમાં ગ્રીન ફટાકડાનાં વેચાણ કે ખરીદી કેટલાં થાય છે તે મોટો પ્રશ્ન છે. બીજી તરફ એનજીટીએ દેશનાં સૌથી પ્રદૂૂષિત ૧રર શહેરમાં અમદાવાદનો પણ સમાવેશ કર્યો છે, પરંતુ અમદાવાદમાં ઝેરી હવાનું પ્રમાણ દેશનાં સૌથી વધુ પ્રદૂષિત શહેર ગણાતા દિલ્હી કરતાં ૬૭ ટકા ઓછું છે. બીજા અર્થમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ચોક્કસ છે. તેમ છતાં આ મામલે દિલ્હી હજુ દૂર છે.

  • અમદાવાદમાં આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ર૩પ નોંધાયો
  • રાયખડમાં ૩૦૬ ઈન્ડેક્સથી વાયુ પ્રદૂષણ વધ્યું
  • દર વર્ષે શિયાળામાં શહેરમાં વાયુ પ્રદૂષણ ભયજનક બને છે

કોરોનાકાળમાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણની સાથે-સાથે કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની ભીતિ છે એટલે એનજીટીએ દિલ્હીમાં ગત તા.૧૦ નવેમ્બરથી આગામી તા.૩૦ નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એર મોનિટરિંગ એજન્સી 'સફર'ના જણાવ્યા અનુસાર દિલ્હીમાં આજે સવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યૂઆઇ) ૭ર૪ નોંધાયો છે. આ ઇન્ડેક્સ લોકોના આરોગ્ય માટે વધારે ભયજનક છે.

અમદાવાદમાં આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ર૩પ નોંધાયો

જ્યારે અમદાવાદમાં આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ર૩પ નોંધાયો છે, જે હવાની ગુણવત્તા ખરાબ હોવાનું દર્શાવે છે. હજુ ત્રણ દિવસ પહેલાં શહેરનો ઈન્ડેક્સ ૧૭પની આસપાસ હતો કે જે હવાની ગુણવત્તાને મધ્યમ દર્શાવતો હતો એટલે છેલ્લા ૭ર કલાકમાં હવાની ગુણવત્તા મધ્યમથી ખરાબ સ્તર સુધી આવી છે, જોકે આમાં શહેરમાં લઘુતમ તાપમાન ૧૬.૩ નોંધાતાં પ્રદૂષણ વધ્યું હોવાની પણ ચર્ચા ઊઠી છે, કેમકે શિયાળામાં ઠંડીના કારણે ભેજ ઓછો થવાથી હવા સૂકી થાય છે અને સવારે તેમજ રાતે ધૂળ અને ધૂળના રજકણ જમીન નજીક હવામાં રહે છે.

રાયખડમાં ૩૦૬ ઈન્ડેક્સથી વાયુ પ્રદૂષણ વધ્યું

જોકે શહેરમાં કચરાના ડુંગરના કારણે પીરાણામાં ઝેરી હવાની માત્રા સ્વાભાવિકપણે સૌથી વધુ છે. પીરાણા ડમ્પ સાઇટ ૮૪ એકર જમીનમાં ફેલાયેલી છે. આ કચરાના ડુંગરમાં વારંવાર આગ લાગે છે તેમજ શિયાળામાં આગના કારણે થતો ધુમાડો જમીનની નજીક રહેવાથી તેની અસર સમગ્ર અમદાવાદમાં થાય છે. આજે પીરાણામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૩૩૬ નોંધાતાં આ બાબત હવાની ગુણવત્તા ખરાબ સ્તરની દર્શાવે છે, જ્યારે રાયખડમાં ૩૦૬ ઈન્ડેક્સથી વાયુ પ્રદૂષણ વધ્યું છે.

ગિફ્ટ સિટીમાં ૧ર૪ એટલે કે મધ્યમ નોંધાયું

શહેરના અન્ય વિસ્તારના વાયુ પ્રદૂષણની વિગત તપાસતાં નવરંગપુરામાં ૧પ૯ ઈન્ડેક્સ એટલે કે મધ્યમ, રખિયાલમાં ૧૭૩ એટલે કે મધ્યમ, ચાંદખેડામાં ૧૯૩ એટલે કે મધ્યમ, બોપલમાં ૧૯૦ એટલે કે મધ્યમ, સેટેલાઇટમાં ર૦૮ એટલે કે ખરાબ, એરપોર્ટમાં ર૩૯ એટલે કે ખરાબ, ગાંધીનગરના લેકાવાડામાં ૩૦ર એટલે કે ખરાબ અને ગિફ્ટ સિટીમાં ૧ર૪ એટલે કે મધ્યમ નોંધાયું છે.

ખુલ્લા પ્લોટમાંથી ઊડતી ધૂળ પણ શહેરની હવાને દૂષિત કરે છે

શહેરની કેમિકલ ફેકટરીઓ પણ પ્રદૂષણ ફેલાવે છે. તાજેતરમાં બહેરામપુરાની સાહિલ કેમિકલ ફેક્ટરીના અગ્નિકાંડથી મ્યુનિ. તંત્ર અને જીપીસીબીની પોલ ખૂલી છે, જેના કારણે હવે ગેરકાયદે ધમધમતાં ફેક્ટરી કે ગોડાઉન સામે તંત્રે લાલ આંખ કરી છે, પરંતુ કેમિકલ ફેક્ટરીની નિયમિત ચકાસણી થશે કે કેમ તે બાબત શંકાસ્પદ છે. શહેરમાં અસરકારક જાહેર પરિવહન સર્વિસ ન હોઇ અંગત વાહનનો વપરાશ સતત વધી રહ્યો છે, જેના કારણે ‌પિકઅવર્સમાં હવામાં ધુમાડાનું પ્રમાણ વધતું જાય છે. બાંધકામના ડિમોલિશન કે ડેવલપમેન્ટના કારણે ધૂળ ઊડીને પ્રદૂષણ ફેલાવે છે. આ ઉપરાંત ખુલ્લા પ્લોટમાંથી ઊડતી ધૂળ પણ શહેરની હવાને દૂષિત કરે છે. 

જોકે સત્તાધીશોએ પીરાણા ડમ્પ સાઇટની બંને તરફ પ૦૦ એર પ્યો‌િરફાયર મશીન મૂકવા માટેના પ્રોજેક્ટનો બજેટમાં સમાવેશ કર્યો છે. એર પ્યોરિફાયરનાે પાઇલટ પ્રોજેક્ટ સફળ નીવડ્યો હોવાનો તંત્રનો દાવો છે.

દર વર્ષે શિયાળામાં શહેરમાં વાયુ પ્રદૂષણ ભયજનક બને છે

વાયુ પ્રદૂષણ અસ્થમા કે દમ સહિત શ્વાસના દર્દી તેમજ કોરોનાના સંક્રમણથી બહાર આવેલા દર્દી માટે જોખમી છે. આવા દર્દીનાં ફેફસાં પર વાયુ પ્રદૂષણની અસર થાય છે. હવે અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધતું જશે. આની સાથે-સાથે હવાની ગુણવત્તા વધુ ને વધુ કથળતી જશે. આગામી ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફટાકડા ફોડ્યા વિના માત્ર ઠંડા હવામાનના કારણે શહેરમાં હવાની ગુણવત્તા સતત બગડતી જશે. દર વર્ષે શિયાળામાં શહેરમાં વાયુ પ્રદૂષણ ભયજનક બને છે તે નક્કર વાસ્તવિકતા હોઇ દિવાળી સિવાય પણ આ મામલે તંત્રે ગંભીર બનવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ