બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Agniveer Recruitment Start in Gujarat: Know Complete Information from Eligibility to How to Apply
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે 14 જૂને ચાર વર્ષ માટે નવા સૈનિકોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. હાલ જ ઇન્ડિયન આર્મી દ્વારા ઓફીશીયલ જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરતની અંદર અગ્નીવીરોની ભરતી શરુ કરી દેવામાં આવી છે. અગ્નીવીરની ભરતી હાલ મુખ્યત્વે ચાર જગ્યાઓ માટેની છે. જે ભરતી માટે 5 ઓગસ્ટ 2022થી લઈને ૩ સપ્ટેમ્બર 2022 સુધી ફોર્મ ભરાશે. એ પછી 18 સપ્ટેમ્બર થી તમને એડમિટ કાર્ડ ફોર્મ એટલે કે કોલ ડેટા ડાઉનલોડ થવાના શરૂ થશે અને 15 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી આર્મી ભરતી રેલીનું આયોજન થશે. ભરતીઓ સમગ્ર રીતે ઉપલબ્ધ ખાલી જગ્યાઓના પર મેરિટ આધારિત થશે.
Indian Army Rally Bharti ARO Ahmedabad 2022 https://t.co/vFyuVEM2nP via @JoinIndianArmy3
— Join Indian Army (@JoinIndianArmy3) August 5, 2022
ADVERTISEMENT
કેવી રીતે કરવું અપ્લાઈ
તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં અગ્નિવીરો માટેની ભરતી આવી ગઈ છે અને આ ભરતી માટે અપ્લાઈ કરવા માટે સેનાની સત્તાકીય વેબસાઈટ joinindianarmy.nic.in પર લૉગ ઇન કરીને નામ નોંધાવવાનું રહેશે.
ADVERTISEMENT
ગુજરાતમાં ક્યાં યોજાવાની છે આ ભરતી રેલી
અગ્નિવીરો માટે જે ભરતી આઈ છે એ 15 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી અમદાવાદમાં આવેલ ગુજરાત યુનીવર્સીટીના સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં આયોજિત થશે. જો તમે આ ભરતી રેલીમાં ભાગ લેવા જશો તો ત્યાં તમારે તમારા બધા ડોક્યુમેન્ટ અને ખાસ કરીને એપ્લીકેશન કર્યા પછી આવતા એડમિટ કાર્ડને ખાસ તમારી સાથે રાખવું પડશે.
વેકેન્સી અને જરૂરી લાયકાત
1 - અગ્નિવીર જનરલ ડ્યુટી
આ પોસ્ટ માટે અપ્લાય કરવા માટે
શૈક્ષણિક લાયકાત
- જનરલ ડ્યુટી પદ પર ભરતી માટે ઉમેદવારોએ ધોરણ 10માં 45 ટકા સાથે પાસ હોવુ જરૂરી છે. સાથે જ બધા વિષયમાં 33 ટકા માર્કસ હોવા જરૂરી છે
શારીરિક લાયકાત
- શરીરની છાતી ઓછામાં ઓછી 77 સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી તમારે તેને 5 સેન્ટીમીટર ફુલાવી પડશે.
- ઉંચાઈ ઓછામાં ઓછી 168 સેન્ટીમીટર હોવી જરૂરી છે.
ADVERTISEMENT
2 - અગ્નિવીર ટેક્નિકલ
આ પોસ્ટ માટે અપ્લાય કરવા માટે
શૈક્ષણિક લાયકાત
ટેકનિકલ એવિએશન અને એમ્યુનેશન પદ માટે 12 માં ધોરણમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઈંગ્લિશ વિષય હોવા જરૂરી છે. સાથે જ કુલ 50 ટકા અને બધા વિષયમાં 40 ટકા માર્કસ હોવા જરૂરી છે.
શારીરિક લાયકાત
શરીરની છાતી ઓછામાં ઓછી 76 સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી 5 સેન્ટીમીટર ફુલાવી પડશે
ઉંચાઈ ઓછામાં ઓછી 167 સેન્ટીમીટર હોવી જરૂરી છે.
3 - અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ
આ પોસ્ટ માટે અપ્લાય કરવા માટે
શૈક્ષણિક લાયકાત
અગ્નિવીર ક્લાર્ક/સ્ટોરકીપર ટેક્નિકલ પદ માટે સાઈન્સ કોમર્સ કે આર્ટસ કોઈ પણ ફિલ્ડમાં 12 પાસ હોવું જરૂરી છે. પણ ગણિત કે એકાઉન્ટ કે બુક કીપિંગ વિષય હોવો જરૂરી છે. સાથે જ કુલ 60 ટકા અને બધા વિષયમાં 50 ટકા માર્કસ જરૂરી છે.
શારીરિક લાયકાત
શરીરની છાતી ઓછામાં ઓછી 77 સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી 5 સેન્ટીમીટર ફુલાવી પડશે
ઉંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જરૂરી છે.
ADVERTISEMENT
4 - અગ્નિવીર ટ્રેડ્સમેન
આ પોસ્ટ માટે અપ્લાય કરવા માટે
શૈક્ષણિક લાયકાત
આ પદ માટે બે અલગ અલગ જગ્યાઓ છે જેમાં એક પદ માટે ધોરણ 10 પાસ અને બીજા પદ માટે ધોરણ 8 પાસ હોવું જરૂરી છે.
શારીરિક લાયકાત
શરીરની છાતી ઓછામાં ઓછી 76 સેન્ટીમીટર હોવી જરૂરી અને એ પછી 5 સેન્ટીમીટર ફુલાવી પડશે
ઉંચાઈ ઓછામાં ઓછી 168 સેન્ટીમીટર હોવી જરૂરી છે.
તમને જણાવી દઈએ કે તમામ પદ માટે નિર્ધારિત વય મર્યાદા 17.5 વર્ષથી 23 વર્ષ નિર્ધારિત છે.
ADVERTISEMENT
આર્મીમાં શામેલ થવા માટે કેટલી પરીક્ષા
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ
ગુજરાતમાં કુલ બે આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ આવેલ છે. એક અમદાવાદમાં અને બીજી જામનગરમાં. તેમાંથી અમદાવાદમાં આવેલ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા હાલ ભરતી બહાર પાડવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે જલ્દી જ જામનગર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ દ્વારા ભરતી બહાર પાડવામાં આવશે.
#AgnipathRecruitmentScheme | On completion of the engagement period of 4 years, 'Agniveers' will be paid one-time 'SevaNidhi' package... which will be exempt from Income Tax. There shall be no entitlement to gratuity & pensionary benefits: Ministry of Defence pic.twitter.com/dFae7Qi9yx
— ANI (@ANI) June 14, 2022
કેન્દ્ર સરકારે 14 જૂને ચાર વર્ષ માટે નવા સૈનિકોની ભરતી કરવા માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. અગ્નિવીરોને રૂ. 30,000 થી રૂ. 40,000 સુધીનો માસિક પગાર મળશે, જેમાંના 75% જેઓ ચાર વર્ષ પછી ડિમોબિલાઈઝ થઈ જાય છે તેમને રૂ. 11.71 લાખનું ‘સેવા નિધિ’ એક્ઝિટ પેકેજ મળે છે, જેમાંથી અડધો ભાગ તેમના પોતાના યોગદાન દ્વારા મળશે. બાકીના 25%ને વધુ 15 વર્ષ સેવા આપવા માટે સશસ્ત્ર દળોના નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.