બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / After studying in night school, the 53-year-old mother passed 10th, the son shared an inspiring story
ADVERTISEMENT
જીવનમાં કશું પણ શીખવાની કોઇ ઉંમર નથી હોતી આવી જ રીતે સપનું પૂરું કરવા કે અભ્યાસ ફરી શરૂ કરવાની પણ કોઇ ઉંમર નથી હોતી. કોઇ પણ વ્યક્તિ ગમે તે ઉંમરે એમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે કોઇ પણ ધોરણમાં એડમિશન લઈ શકે છે. બસ એક વખત મક્કમ નિર્ણય અને હિંમતની જરૂર હોય છે એ પછી આગળના બધા રસ્તા પર ચાલવું સહેલું જ છે. આજે અમે તમને એવી જ એક સાચી કહાની વિશે જણાવી રહ્યા છીએ જેમાં 53 વર્ષની મા એ હાલ જ 10માં ધોરણની પરીક્ષા આપી અને આ કહાની તેમના દીકરાએ જ સોશ્યલ મીડિયા પર શેર કરી હતી.
એક નામી કંપનીમાં કામ કરનાર સિનિયર સોફ્ટવેર એન્જિનિયર Prasad Jambhaleએ તેની માતાની આ પ્રેરણાદાયક કહાની LinkedIn પર શેર કરી હતી. જેમાં એમને જણાવ્યુ હતું કે 37 વર્ષો પછી એમની મા એ તેમનો અધૂરો અભ્યાસ ફરી શરૂ કર્યો અને પરીક્ષા આપી અને તેમાં સારા ક્રમાંકે પાસ પણ થઈ ગઈ છે. એમની માતા મહારાષ્ટ્રની એક નાઈટ સ્કૂલમાં રાત્રે અભ્યાસ કરવા માટે જતી હતી. એમને 2021 માં એ સ્કૂલમાં એડમિશન લીધું હતું પણ તેમના પરિવારના લોકોને કોઇ જાણ કરી નહતી.
ADVERTISEMENT
એક મહિના સુધી કોઈને જાણ ન કરી..
જો કે પ્રસાદ પોતે આયરલેન્ડમાં રહે છે અને એ જ્યારે રાત્રે તેની માતા ને ફોન કરતો ત્યારે એ સ્કૂલે ગઈ હોતી. જો કે એમને ત્યાં એમની સાથે રહેતા તેના નાના દીકરા કે પતિને પણ આ વાતની જાણ કરી નહતી.
આ પોસ્ટમાં એમને શેર કર્યું હતું કે જ્યારે એ ઈન્ડિયા પરત ફર્યા ત્યારે એમની માતા ઈંગ્લીશમાં કશું લખી રહી હતી એ જોઈને તેઓ પણ ચોંકી ગયા હતા. એમની માતા સવારે બધુ ઘરનું કામ કરતી અને પરિવારના સદશ્યોનું પૂરતું ધ્યાન રાખતી અને રાત્રે તેનો અધૂરો અભ્યાસ પૂરો કરવાનું સપનું પૂરું કરવા શાળાએ જતી હતી. આઆ સાથે જ પ્રસાદે એમ જણાવ્યુ કે એમની માતાનો દિવસ જ સવારે અભ્યાસ કરવાથી થતો હતો. અને એ તેના ક્લાસમાં સૌથી હોશિયાર વિદ્યાર્થીનીમાંથી એક હતી.
ADVERTISEMENT
પ્રસાદ ઈન્ડિયા લગ્ન કરવા માટે પરત આવ્યો હતો. એમના લગ્ન ફેબ્રુઆરી મહીનામાં હતા અને તેની માતાની 10 ધોરણની પરીક્ષા માર્ચ મહિનામાં હતી. પણ એક મા ઈચ્છે તો શું હેન્ડલ ન કરી શકે? એમને લગ્ન અને પરીક્ષા માટેનું વાંચન બંને ખૂબ સારી રીતે હેન્ડલ કર્યું હતું. એમની માતા ફક્ત પાસ નથી થઈ પણ ઘણા સારા ક્રમાંક મેળવીને એમને પોતાનું સપનું પૂરું કર્યું છે. એમને 0 ઢોરની પરીક્ષામાં 79.60% મેળવ્યા છે અને આ સાથે જ તેમણે રિપોર્ટ કાર્ડ અને તેમની માતાની તસવીર પણ શેર કરી છે અને સાથે લખ્યું છે કે જીવનમાં કોઇ પણ કામ ક્યારેય કરો તો બસ એને પૂરા દિલથી કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.