બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / Politics / After selecting new faces for chief minister post, BJP can surprise more by using Gujarat Formula

રાજકારણ / ત્રણ નવા મુખ્યમંત્રી જ નહીં, BJP અસલી સરપ્રાઈઝ તો હવે આપશે! ત્રણેય રાજ્યોમાં ગુજરાત ફોર્મ્યુલા અપનાવવાની ચર્ચા, જાણો શું છે સ્ટ્રેટેજી

Vaidehi

Last Updated: 07:31 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયાં બાદ પાર્ટીએ ત્રણેય રાજ્યોમાં તદન નવા ચહેરાને મુખ્યમંત્રી પદ સોંપ્યું. હવે મંત્રીમંડળમાં સમાવિષ્ટ થતાં નામ પણ લોકોને ચોંકાવી શકે છે.

  • 3 રાજ્યોમાં ભાજપ અપનાવી શકે છે ગુજરાત કાર્ડ
  • નવા મુખ્યમંત્રીની સાથે-સાથે મંત્રીમંડળમાં પણ મોટો ફેરફાર શક્ય
  • ગુજરાતની જેમ આ 3 રાજ્યોમાં પણ ભાજપ કરી શકે છે પ્રયોગ

ત્રણ રાજ્યોમાં બંપર જીત મેળવ્યા બાદ 10 દિવસો સુધી મુખ્યમંત્રીને લઈને ભાજપમાં વાતચીતો ચાલતી રહી. અનેક દિગ્ગજ નેતાઓનાં નામ આગળ કરવામાં આવ્યાં પણ આખરે નિર્ણય તદન જૂદો જ રહ્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ મંત્રીમંડળનાં મંત્રીઓને લઈને પણ નવો ઝટકો લોકોને આપી શકે છે. ભાજપ રાજ્યોમાં નવી સરકારની મદદથી લોન્ગ ટર્મ પ્લાનિંગ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. શું આ રાજ્યોમાં પણ ભાજપ ગુજરાત જેવો ફોર્મુલો અપનાવશે?  શું CM પદ છોડનાર લોકોનાં સમર્થકોને મંત્રીમંડળમાં સ્થાન મળશે? 

ગુજરાતવાળો ફોર્મુલો
2022ની વિધાનસભા ચૂંટણીથી પહેલાં સપ્ટેમ્બર 2021માં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં મોટો પ્રયોગ કર્યો. વિજય રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદ સોંપ્યું. આ પહેલાં 2017ની ચૂંટણી વિજય રૂપાણીનાં ચહેરે લડવામાં આવી હતી અને ભાજપે 115 સીટ પર જીત મેળવી હતી. રૂપાણીની લોકપ્રિયતા ઓછી નહોતી તેમ છતાં ભાજપ દ્વારા CM બદલી દેવામાં આવ્યાં. એટલું જ નહીં ભૂપેન્દ્ર પટેલ તરીકે નવા સીએમની સાથે-સાથે સંપૂર્ણ મંત્રીમંડળ પણ મોદી સરકારે બદલી નાખ્યું. નવા 24 ધારાસભ્યોને મંત્રી પદ સોંપવામાં આવ્યું. મંત્રીઓને લગતો આ નિર્ણય દિલ્હીમાં થયો હતો.

2 પરિણામો આવ્યાં
રૂપાણી મંત્રીમંડળનાં 22 મંત્રીઓને ભૂપેન્દ્ર સરકારમાં સ્થાન ન મળ્યું. ભાજપનાં આ નિર્ણયનાં 2 પરિણામો આવ્યાં. પહેલો કે CM ભૂપેન્દ્ર પટેલે ફ્રી હેન્ડ સરકાર ચલાવી. તેમને ગર્વનેંસ માટે કોઈનાં વિરોધનો સામનો નહોતો કરવો પડ્યો. અને બીજિં કે 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ 156 સીટો પર જીત મેળવી.

ગુજરાત જેવો જ આ ત્રણ રાજ્યોનો માહોલ
ગુજરાતમાં લેવામાં આવેલ નિર્ણય અને હાલમાં ત્રણ રાજ્યોમાં નવા ચહેરાને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપ્યા બાદ લાગી રહ્યું છે કે ભાજપ આ પ્રકારનો પ્રયોગ ત્રણ રાજ્યોમાં કરશે. મંત્રીમંડળમાં ફેરફાર કરીને પાર્ટી લોન્ગટર્મ તૈયારીઓ કરી શકે છે. જેવી રીતે રૂપાણીનાં સમયમાં થયું હતું તેવું જ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં જોવા મળ્યું. મંત્રીમંડળમાં માત્ર 2 ડેપ્યુટી CM રાખવામાં આવ્યાં. બાકીનાં મંત્રી કોણ બનશે એ અંગે હજુ કોઈ જાહેરાત નથી કરવામાં આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ