બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / After Kejriwal's arrest, who is in the CM race?

દિલ્હી / સુનિતાને મળશે AAPની કમાન ? કેજરીવાલની ધરપકડ બાદ સીએમની રેસમાં કોણ કોણ?

Vishal Khamar

Last Updated: 11:22 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરાબ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડથી AAP તેમજ દિલ્હી સરકાર સામે નેતૃત્વનું સંકટ ઉભું થયું છે. ટૂંક સમયમાં જ કેજરીવાલના સ્થાને બીજા વ્યક્તિએ પાર્ટીની આગેવાની લેવી પડશે.

દિલ્હીના શરાબ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં ધરપકડથી આમ આદમી પાર્ટીની સાથે સાથે દિલ્હીના સરકારનાં નેતૃત્વ સામે સંકટ ઉભું કર્યું છે. આમ આદમી પાર્ટીએ પાર્ટીનાં નેતૃત્વ માટે જલ્દી જ કેજરીવાલનો વિકલ્પ શોધવો પડશે. આમ કેજરીવાલ રિપ્લેસમેન્ટનાં રૂપમાં તેમના પત્ની સુનિતા કેજરીવાલ, કેબિનેટ મંત્રી આતિષી અને સૌરભ ભારદ્વાજનું નામ ચર્ચામાં છે.

હવે આમ આદમી પાર્ટીની સામે એક યોગ્ય નેતા ઉતારવો તે સૌથી મોટી ચેલેન્જ છે, જે કેજરીવાલની ગેરહાજરીમાં પાર્ટી અને સરકાર બંને સંભાળી શકે. જો કે AAPનાં નેતૃત્વ માટે 2012માં પાર્ટીની સ્થાપના પછીના સંયોજક અને ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી એવા કેજરીવાલના કદની નજીક આવે તેવું નામ શોધવું ખરેખર મોટું કાર્ય છે. આ મામલે પક્ષ માટે વિકલ્પો ખૂબ ઓછા છે.

AAP માટે કેજરીવાલનું રિપ્લેસમેન્ટ ઝડપથી શોધવું વધુ મહત્વનું બની ગયું છે, કારણ કે આમ આદમી પાર્ટી દિલ્હી, પંજાબ, ગુજરાત, આસામ અને હરિયાણામાં લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે, જ્યાં કેજરીવાલને પાર્ટીના સ્ટાર પ્રચારક બનવાના હતા.

પૂર્વ IRS અધિકારી સુનિતા કેજરીવાલ સિવાય પણ AAPના મંત્રી આતિષી અને સૌરભ ભારદ્વાજનું નામ આ પદ માટે ચર્ચામાં છે. દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણા, પીડબલ્યુડી, મહેસૂલ જેવી સેવાઓ સહિત સૌથી વધુ પોર્ટફોલિયો ધરાવતા આતિશીને અરવિંદ કેજરીવાલની નજીકના નેતા માનવામાં છે. તે પાર્ટીના પ્રવક્તા પણ છે. 

આ ઉપરાંત સૌરભ ભારદ્વાજ પણ દિલ્હી સરકારના એક મોટા મંત્રી છે. તેમના પર સ્વાસ્થ અને શહેરના વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી છે. તે પાર્ટીના જાણીતો ચહેરો છે. સૌરભ ભારદ્વાજ પણ પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ બનવાની રેસમાં છે.

ભારદ્વાજે તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "આ અભિયાનમાં લગભગ 90% લોકોએ અભિપ્રાય આપ્યો કે કેજરીવાલ પાસે દિલ્હીનો જનતા છે અને તેઓને પસંદ કરવામાં આવ્યા છે. તેથી, તેઓ જ દિલ્હીમાં સરકાર ચલાવશે, પછી ભલે તે ગમે ત્યાંથી ચલાવે."

જો કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં AAPએ "મૈં ભી કેજરીવાલ" નામનું સહી અભિયાન શરૂ કર્યુ હતું, જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ કે ધરપકડ કરવામાં આવે તો જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ. આ પ્રચાર દરમિયાન, AAP વડાએ આ મુદ્દે તેમની પ્રતિક્રિયા માટે પાર્ટીના ધારાસભ્યો અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરોને પણ મળ્યા હતા.

વધુ વાંચોઃ ISROએ લોન્ચ કર્યું 21મી સદીનું પુષ્પક વિમાન, જાણો શું છે ખાસિયતો

સુનીતા કેજરીવાલ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આતિષીના નામ પણ એવા નેતાઓ તરીકે ચર્ચામાં છે જે 'AAP'ના નવા રાષ્ટ્રીય સંયોજકની જવાબદારી સંભાળી શકે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ