બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ISRO Launches 21st Century Pushpak Aircraft, Know Its Features

પુષ્પક વિમાન લોન્ચ / ISROએ લોન્ચ કર્યું 21મી સદીનું પુષ્પક વિમાન, જાણો શું છે ખાસિયતો

Priyakant

Last Updated: 11:12 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pushpak launch Latest News: પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને 'સ્વદેશી સ્પેસ શટલ' પણ કહેવામાં આવે છે

Pushpak launch : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શુક્રવારે (22 માર્ચ) સવારે કર્ણાટકના ચિત્રદુર્ગમાં 'પુષ્પક' વિમાન સફળતાપૂર્વક લેન્ડ કર્યું. વાત જાણે એમ છે કે, ISROએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને 'સ્વદેશી સ્પેસ શટલ' પણ કહેવામાં આવે છે. ફરીથી વાપરી શકાય તેવા રોકેટ સેગમેન્ટમાં સફળતા હાંસલ કરવાની દિશામાં ભારત દ્વારા આ એક મોટું પગલું છે. 

 

ISROએ કહ્યું કે, RLV LEX-02 લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ (RLV) ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ (ATR)માં સવારે 7.10 વાગ્યે કરવામાં આવ્યું હતું. વિન્ગ્ડ પુષ્પક (RLV-TD) નજીવી ઉંચાઈથી પ્રક્ષેપિત થયા બાદ સફળતાપૂર્વક ચોકસાઈ સાથે રનવે પર ઉતર્યું. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આ રોકેટને આકાશમાંથી છોડવામાં આવ્યું હતું. 

પુષ્પક રોકેટનું કેટલી વાર કરવામાં આવ્યું હતું પરીક્ષણ ? 
પુષ્પક રોકેટની આ ત્રીજી ઉડાન હતી. પુષ્પક રોકેટનું પ્રથમ વખત 2016માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે તેને બંગાળની ખાડીમાં વર્ચ્યુઅલ રનવે પર લેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે તે ફરીથી સંપૂર્ણપણે ડૂબી ગયું અને ક્યારેય પુનઃપ્રાપ્ત થયું નહીં. બીજું પરીક્ષણ 2023માં થયું હતું જ્યારે તેને લેન્ડિંગ માટે ચિનૂક હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવ્યું હતું. ISRO સતત આ રોકેટનું પરીક્ષણ કરી રહ્યું છે જેથી પડકારજનક સ્થિતિમાં તેની ક્ષમતાનું પરીક્ષણ કરી શકાય. 

વધુ વાંચો: 1000 વર્ષ જુની ભોજશાળાનો સર્વે શરુ, ASI ટીમ ઐતિહાસિક ભવનની અંદર પહોંચી

પુષ્પક રોકેટ તૈયાર કરવાનું કામ ક્યારે થયું હતું શરૂ ? 
પુષ્પકને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં ઘણા વર્ષો લાગશે. રોકેટને રામાયણમાં ઉલ્લેખિત પુષ્પક વિમાન પરથી પુષ્પક નામ મળ્યું. પુષ્પક વિમાન ધનના દેવતા કુબેરનું વાહન હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું હતું કે, પુષ્પક પ્રક્ષેપણ વાહન એ ભારતના અવકાશ મિશનને આર્થિક બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. આ સ્પેસ શટલને તૈયાર કરવાનું કામ 10 વર્ષ પહેલા શરૂ થયું હતું. એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોની ટીમે આના પર રાત-દિવસ કામ કર્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ