બ્રેકિંગ ન્યુઝ
મધ્ય પ્રદેશના ધારમાં આર્કિલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારી ભોજશાળાનો સર્વે કરવા પહોંચી ગયા છે. એમપી હાઈકોર્ટની ઈંદૌર બેંચે નિર્ણય કર્યા બાદ ASIએ સર્વેનું આ કામ શરૂ કર્યું છે. હાઈ કોર્ટે ગયા અઠવાડિયે જ આદેશ આપ્યો હતો કે ભોજશાળાનું એસએસઆઈ સર્વે કરે. હાઈકોર્ટના આ આદેશને મુસ્લિમ પક્ષના લોકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે કર્મતારી ત્યાં પહોંચી ચુક્યા છે અને તે એએસઆઈના તપાસ અધિકારીઓની સાથે કામ કરશે. તે જગ્યાની તલાશ પણ લેશે. જણાવી દઈએ કે સર્વે માટે હાઈ કોર્ટે કાર્બન ડેટિંગ સહિત નવીનતમ ટેક્નીકનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. એએસઆઈ અધિકારીઓની તપાસ સદસ્યોની ટીમ 6 અઠવાડિયામાં સર્વેનો રિપોર્ટ આપશે.
સુરક્ષાનો કડક પ્રબંધ
ASIની ટીમ ટેક્નીકલ ઉપકરણો સાથે અંદર ગઈ છે. આ સર્વેને લઈને પરિસરની આસપાસ કડડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. આ ટીમમાં દિલ્હી અને ભોપાલથી ASIના નિષ્ણાંત શામેલ છે. આજ રમઝાનના જુમ્માની નમાન પણ થશે આ કારણે સુરક્ષા મોટી પ્રાથમિકતા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ભૂતાનના પારો એરપોર્ટ પર PM મોદીનું દબદભાભેર સ્વાગત, ખુદ રાજા સામે આવ્યાં
હિંદૂ સંગઠનો અનુસાર ધાર સ્થિત કમાલ મૌલાના મસ્ઝિદ હકીકતે માતા સરસ્વતી મંદિર ભોજશાળા છે. જેને 1034માં રાજા ભોજે સંસ્કૃતના અભ્યાસ માટે બનાવ્યું હતું. પરંતુ બાદમાં મુગલ આક્રાંતાઓએ તેને તોડી નાખ્યું હતું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.