બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Politics / After Gujarat-Himachal now focus of BJP-Congress on these 9 states

રાજકારણ / ગુજરાત-હિમાચલ બાદ હવે આ 9 રાજ્યો પર ભાજપ-કોંગ્રેસનું ફોકસ, રાજકીય પક્ષો રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત

Priyakant

Last Updated: 04:36 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના નેતાઓ સાથે તો નડ્ડા અને શાહની હાજરીમાં સ્થાનિક ભાજપના નેતાઓ સાથે બેઠક

  • કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 9 રાજ્યોમાં 2023માં ચૂંટણી
  • ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, તેલંગાણા અને નાગાલેન્ડમાં પણ ચૂંટણી 
  • મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી 
  • BJP રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા અને શાહની હાજરીમાં તાજેતરમાં ત્રિપુરાના નેતાઓ સાથે થઈ હતી બેઠક 

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે કોંગ્રેસ આવતા વર્ષે યોજાનારી રાજ્યોની ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતાઓ સાથે બેઠક કરી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી. કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત 8 રાજ્યોમાં 2023માં ચૂંટણી યોજવાની છે. મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટક કોંગ્રેસના નેતાઓને એક થઈ ચૂંટણી લડવા સૂચના આપી છે. કર્ણાટકમાં પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર અને વિધાનસભાના વિપક્ષ નેતા સિદ્ધારમૈયા વચ્ચેનો જુથવાદ એ કોઈ રહસ્ય નથી. અગાઉ ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધી પણ બંને નેતાઓને સાથે લઈને ગયા હતા. 

ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્રિપુરામાં હાલ ભાજપનું શાસન છે. ચૂંટણીની રણનીતિને ધ્યાનમાં રાખીને ભાજપે અહી મુખ્યમંત્રી બદલી નાખ્યા છે. આ સાથે જ તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતા સામે થવાને કારણે પાર્ટીની સ્થિતિ નબળી બની છે.  આ તરફ મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સમર્થિત સરકાર છે. જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે. મેઘાલયમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો તૃણમુલ કોંગ્રેસમાં સામેલ થયા બાદ ટીએમસી વિધાનસભામાં વિપક્ષી પાર્ટી બની ગઈ છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી માટે પાયાના સ્તરે સંગઠન તૈયાર કરવું પડશે. 

શું કહ્યું કોંગ્રેસ નેતાએ ? 

કોંગ્રેસ પાર્ટીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, જે રાજ્યોમાં 2023માં ચૂંટણી થવાની છે તેમની રાજ્યવાર બેઠકો યોજીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. પાર્ટીને મધ્યપ્રદેશ જીતવાની સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં સત્તા જાળવી રાખવાનો પડકાર છે. આ ત્રણ રાજ્યોમાં પક્ષ જુથવાદ સામે ઝઝૂમી રહ્યો છે. આવતા વર્ષે તેલંગણામાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. નોંધનિય છે કે, ભારત જોડો યાત્રાને પણ આ રાજ્યમાં ખૂબ જનસમર્થન મળ્યું હતું. 

લોકસભા ચૂંટણી પહેલા પૂર્વોત્તરના ચાર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ નવી રણનીતિ તૈયાર કરી રહ્યું છે. આમાં સૌથી અગત્યની બાબત એ છે કે, પ્રાદેશિક મુદ્દાઓ અને સ્થાનિક નેતૃત્વને મહત્વ આપવું. આમાંથી ત્રિપુરામાં ભાજપની પોતાની સરકાર છે, જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં તે ગઠબંધન સરકારોનો ભાગ છે.  ત્રિપુરામાં પાર્ટીની આંતરિક જૂથબંધી પર ભાજપ કડકાઇ દાખવી રહી છે. જ્યારે અન્ય રાજ્યોમાં પોતાના ગઠબંધનને મજબૂત કરવાનો આગ્રહ કરી રહી છે. 

ભાજપના નેતૃત્વએ તાજેતરમાં ત્રિપુરાના નેતાઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હતા. સૂત્રો મુજબ આ બેઠકમાં પાર્ટીએ પ્રદેશ નેતાઓને સ્પષ્ટ કહી દીધું છે કે, તેમણે જુથવાદનો અંત આણવો જોઈએ અને એક થઈને ચૂંટણી લડવી જોઈએ. મહત્વનું છે કે, હિમાચલમાં તાજેતરમાં મળેલા પછડાટમાં ભાજપ પોતાના જુથવાદનો હિસ્સો રહ્યો છે. ત્રિપુરામાં ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ પહેલા નેતૃત્વએ થોડા મહિના પહેલા જ નેતૃત્વ બદલીને વિપ્લવ દેવના સ્થાને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 

ત્રિપુરાની સાથે સાથે આ વર્ષે મતદાન થનારી નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમમાં પણ ભાજપ પોતાની તાકાત વધારવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ નાગાલેન્ડ અને મેઘાલયમાં ગઠબંધન સરકારોનો ભાગ છે. બંને રાજ્યોમ ભાજપ સ્થાનિક મુદ્દા અને નેતાઓને લઈને આગળ વધી રહ્યું છે.  

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને રાજ્યોમાં પાર્ટી સ્થાનિક મજબૂત નેતાઓને બોર્ડમાં લાગવામાં લાગેલી છે. જેથી તે પોતાની તાકત વધારી શકે. મિઝોરમમાં ભાજપ સરકારનો હિસ્સો નથી, પરંતુ સત્તાધારી એમએનએફ NDAની સાથે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાજપ સમગ્ર પૂર્વોત્તરને કોંગ્રેસના શાસનથી મુક્ત રાખવાનો પ્રયાસ કરી રહી છે. પૂર્વોત્તરના 7 રાજ્યો અને સિક્કિમ સહિત 8 રાજ્યોમાં કોંગ્રેસની કોઈ સરકાર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ