બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / After 30 years, Saturn's rare shasha raja yoga, Jalsa Jalsa for this zodiac sign till 2025

જ્યોતિષ શાસ્ત્ર / 30 વર્ષ બાદ શનિનો દુર્લભ શશ રાજયોગ, 2025 સુધી આ રાશિના જાતકોને જલસો જ જલસો

Ajit Jadeja

Last Updated: 11:32 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યાયના દેવતા અને ઇચ્છિત ફળ આપનાર શનિદેવ અમુક સમયગાળા પછી રાશિ પરિવર્તન કરે છે.

ન્યાયના દેવતા અને ઇચ્છિત ફળ આપનાર શનિદેવ અમુક સમયગાળા પછી રાશિ પરિવર્તન કરે છે. જેની અસર 12 રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. એક રાશીમાં અઢી વર્ષ સુધી રહે છે. જેને  કારણે એક રાશિમાં પાછા ફરવામાં લગભગ 30 વર્ષ લાગે છે. આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે. પોતાની રાશિમાં સ્થિત હોવાને કારણે શશ નામનો રાજયોગ રચાઈ રહ્યો છે. આ દુર્લભ રાજયોગને પંચમહાપુરુષ યોગમાંનો એક ગણવામાં આવે છે. આ રાજયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. કુંભ રાશિમાં શશ રાજયોગ બનવાથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ પોતાની રાશિ મકર અથવા કુંભ રાશિમાં હોય અથવા તેના ઉચ્ચ રાશિ તુલા રાશિમાંથી પસાર થયા પછી જન્માક્ષરના કેન્દ્રમાં સ્થિત હોય, ત્યારે આ યોગ બને છે. અત્યાર સુધી આ રાજયોગની અસર વધારે જોવા મળી નથી, કારણ કે શનિ રાહુના નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં સ્થિત હતો. પરંતુ હવે ધનુરાશિના પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કર્યો છે. આવી સ્થિતિમાં આ રાજયોગના ફલ ચોક્કસપણે દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે આવશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લગ્ન ભાવમાં શશ રાજયોગ રચાઈ રહ્યો છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ પણ મળશે. વર્ષ 2025 સુધીમાં શનિના રાશિ પરિવર્તનને કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. કોર્ટના મામલાઓમાં તમને રાહત મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આ સાથે તમને માનસિક અને શારીરિક તણાવથી પણ રાહત મળશે. વેપારમાં પણ તમને ઘણો ફાયદો થશે. પાર્ટનરશીપમાં કરેલા ધંધામાં પણ તમને ઘણો ફાયદો થશે. તમને બિનજરૂરી ખર્ચમાંથી રાહત મળી શકે છે. કરિયરમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવનો હવે અંત આવી શકે છે. દાંપત્ય જીવનમાં જ સુખ આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં પણ શશ રાજયોગનો સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. નાણાકીય સ્થિતિ સારી રહી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. કોર્ટના મામલામાં તમને સફળતા મળી શકે છે. આ રાશિમાં શનિ ચોથા ભાવમાં સ્થિત છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને સ્થાવર મિલકતનો લાભ મળી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે.

આ પણ વાંચોઃ  ધર્મ / હનુમાન જયંતી બાદ આ 6 રાશિના જાતકોનો થશે ભાગ્યોદય, નહીં ખૂટે ધનના ભંડાર

મકર રાશિ

મકર રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. ગુરુ નક્ષત્રમાં હોવાને કારણે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. શશ રાજયોગના નિર્માણથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. તમને વિદેશથી આર્થિક લાભ થઇ શકે છે. વાહન, મિલકત, જમીન, પ્લાન્ટ વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. તમને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે.

(disclaimer- આ માહિતી વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરી રજૂ કરવામાં આવી છે. સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ