બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / actor reached ram temple hiding face recording video devotee Said ramlala recognized you

મનોરંજન / મોં છુપાવીને બોલિવુડ એક્ટરની રામ મંદિરમાં એન્ટ્રી, Video બનાવીને કહ્યું 'રામલલાએ ઓળખી લીધો'

Manisha Jogi

Last Updated: 08:34 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થયું હતું. સેલેબ્સ સ્ટાર્સ, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા સેલેબ્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

  • 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન
  • આ અભિનેતા મોઢુ ઢાંકીને દર્શન કરવા પહોંચ્યો
  • Video બનાવીને કહ્યું 'રામલલાએ ઓળખી લીધો'

અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થયું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ દિગગ્જ આ રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા. ભગવાન રામના  દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી રહી છે. રાજનેતાઓ, બોલિવુડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના અનેક સેલેબ્સ સ્ટાર્સ, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા સેલેબ્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. અભિનેતા અનુપમ ખેર સામાન્ય લોકોની જેમ 23 જાન્યુઆરીના રોજ રામજીના દર્શન કરવા માટે અયોધ્યા ગયા હતા. 

23 જાન્યુઆરીએ પ્રથમ દિવસે રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓએ ખૂબ જ મહેનત કરવી પડી હતી. બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અયોધ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

વધુ વાંચો: બોલિવૂડના આ અભિનેત્રીની દીકરીને ડેટ કરી રહ્યો છે અરબાઝ ખાનનો દીકરો? વાયરલ થઈ લેટેસ્ટ તસવીરો

વિડીયોમાં જોઈ શકાય છે કે, અભિનેતા અનુપમ ખેર મફલર વડે ચહેરો છુપાવીને રામલલ્લાના દર્શન કરવા માટે પહોચ્યાં હતા. અનુપમ ખેરે આ વિડીયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, 'કૃપા કરીને અંત સુધી જુઓ: ગઈકાલે હું આમંત્રિત મહેમાન તરીકે રામ મંદિર ગયો હતો. આજે તમામ લોકો સાથે મંદિરે જવાનું મન થયું. ભક્તિનો એવો સાગર જોયો કે મારું હ્રદય ગદગદ થઈ ગયો. રામજીના દર્શન માટે લોકોનો ઉત્સાહ અને ભક્તિનો સાગર છલકાઈ રહ્યો હતો. હું નીકળવા લાગ્યો ત્યારે એક ભક્તે મારા કાનમાં કહ્યું કે, 'ભાઈ, મોઢું ઢાંકશો તો કંઈ નહીં થાય! રામલલ્લા તમને ઓળખી ગયા! જય શ્રી રામ.'
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ