બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO Anupam Kher Visited Ram Temple to see Ramlala with a muffler on his mouth
ADVERTISEMENT
અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થયું હતું. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી લાખોની સંખ્યામાં લોકો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. જણાવી દઈએ કે રાજનેતાઓ, બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા સેલેબ્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
कृपया अंत तक देखे: कल मैं आमंत्रित अतिथि बनकर राम मंदिर गया था! पर आज सबके साथ चुपचाप मंदिर जाने का मन किया।भक्ति का ऐसा समंदर देखने को मिला कि हृदय गद गद हो उठा।लोगों का राम जी को देखने का उत्साह और भक्तिभाव देखते ही बन रहा था।जब मैं निकलने लगा तो एक भक्त हल्के से कान में बोला,… pic.twitter.com/S0O5X3TVSk
— Anupam Kher (@AnupamPKher) January 23, 2024
ADVERTISEMENT
23 જાન્યુઆરીએ પ્રથમ દિવસે રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તે જ સમયે બોલિવૂડના એક દિગ્ગજ અભિનેતા પણ તે જ ભીડમાં પહોંચ્યા હતા. હાલ એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
વિડીયોમાં જોઈ શકે છે કે અભિનેતા મફલર વડે ચહેરો છુપાવીને રામલલાના દર્શન કરવા માટે પંહોચ્યાં હતા, જેથી લોકો તેમને ઓળખી ન શકે. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ અનુપમ ખેર હતા, જે મંગળવારની સવારે ભગવાન રામના દર્શન કરવા સામાન્ય માણસની જેમ મંદિર પહોંચ્યા હતા.
વધુ વાંચો: શું કંગના રનૌત આ યુવકને ડેટ કરી રહી છે? અયોધ્યાનો ફોટો વાયરલ થતા તોડ્યું મૌન, જુઓ શું કહ્યું
ADVERTISEMENT
અભિનેતાએ પોતે એમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતાં લખ્યું કે. 'કૃપા કરીને અંત સુધી જુઓ: ગઈકાલે હું આમંત્રિત મહેમાન તરીકે રામ મંદિર ગયો હતો! પણ આજે બધા સાથે શાંતિથી મંદિરે જવાનું મન થયું. ભક્તિનો એવો સાગર જોયો કે મારું હ્રદય ઊભરાઈ આવ્યું. રામજીના દર્શન માટે લોકોનો ઉત્સાહ અને ભક્તિ જોવાલાયક હતી. હું જવા લાગ્યો ત્યારે એક ભક્તે મારા કાનમાં કહ્યું કે, 'ભાઈ, મોઢું ઢાંકશો તો કંઈ નહીં થાય! રામલલા તમને ઓળખી ગયા! જય શ્રી રામ.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.