બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kangana ranaut dating rumours with ease my trip co founder nishant pitti photos viral

મનોરંજન / શું કંગના રનૌત આ યુવકને ડેટ કરી રહી છે? અયોધ્યાનો ફોટો વાયરલ થતા તોડ્યું મૌન, જુઓ શું કહ્યું

Published By: Vikram Mehta

Last Updated: 03:42 PM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની ચર્ચા કરવામાં આવી રહી છે. કંગના અન્ય એક કારણોસર ચર્ચાનો વિષય બની ગઈ છે. અયોધ્યાથી સામે આવ્યા આ ફોટોઝ.

  • કંગના રનૌત હંમેશા લાઈમલાઈટમાં રહે
  • શું કંગના રનૌત આ વ્યક્તિને ડેટ કરી રહી છે?
  • અયોધ્યાથી સામે આવ્યા આ ફોટોઝ

કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ની ચર્ચા કરવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. અભિનેત્રી કંગના રનૌત અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં શામેલ થઈ હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થયા પછી કંગના રનૌતે ‘જય શ્રીરામ’ના નારા લગાવીને આ ઐતિહાસિક દિવસની ઊજવણી કરી હતી. કંગના અન્ય એક કારણોસર ચર્ચાનો વિષય બની ગઈ છે. 

કંગના રનૌત કયા કારણોસર ચર્ચામાં આવી?
કંગના રનૌત હંમેશા લાઈમલાઈટમાં રહે છે. હાલમાં કંગના પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. પહેલા કંગના રનૌત અને ઋતિક રોશન રિલેશનમાં હોવાની ચર્ચા કરવામાં આવી રહી હતી. હવે કંગના અને ઈઝ માય ટ્રિપના ફાઉન્ડર નિશાંત પિટ્ટી રિલેશનમાં હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. અયોધ્યામાં કંગના અને નિશાંત પિટ્ટીનો ફોટો સામે આવ્યા પછી આ તેમની રિલેશન અંગે ચર્ચા થઈ રહી છે. 

અયોધ્યાથી કંગના અને નિશાંત પિટ્ટીનો અલગ અલગ સમયનો ફોટો સામે આવ્યા છે. એક ફોટોમાં કંગનાએ પેસ્ટલ ગ્રીન કલરનો સલવાર અને તેની ઉપર શાલ ઓઢી છે. બીજા ફોટોમાં અભિનેત્રીએ સાડી પહેરી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. 

કંગનાએ વાત ખોટા ગણાવી
કંગનાએ આ અફવા અંગે મૌન તોડ્યું છે અને આ પ્રકારની મીડિયા ખોટી જાણકારી ના ફેલાવવાનો આગ્રહ કર્યો છે. કંગનાએ કહ્યું છે કે, તે બીજા કોઈને ડેટ કરી રહી છે, જે અંગે યોગ્ય સમયે જાહેરાત કરશે. 

યૂઝર્સ રિએક્શન
કંગના અને નિશાંત પિટ્ટીનો ફોટો સામે આવતા લોકોએ અલગ અલગ રિએક્શન આપ્યા છે. યૂઝર્સે રિએક્શન આપ્યું છે કે, ‘કંગનાની બેડ ટ્રિપ થઈ રહી છે. જેના જવાબમાં કહ્યું ઈઝ માય ટ્રિપ’. અન્ય યૂઝરે કમેન્ટ કરી કે, ‘માલદીવ ગયા વગર જ માલદીવ થઈ ગયું.’ તો બીજા યૂઝરે કમેન્ટ કરી કે, ‘આ વ્યક્તિને ખબર જ નથી કે, તેની સાથે શું થશે.’

વધુ વાંચો: રામ મંદિરમાં આલિયાએ પહેરેલી સાડી તૈયાર કરવામાં લાગેલો 10 દિવસનો સમય, કિંમત અને ખાસિયતો ચોંકાવનારી

કંગના વર્કફ્રંટ
કંગના રનૌતની પ્રોફેશનલ લાઈફની વાત કરવામાં આવે તો કંગના રનૌત ભારતની પહેલી અને એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. 14 જૂનના રોજ કંગનાની ફિલ્મ ‘ઈમરજન્સી’ રિલીઝ થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut ease my trip co founder nishant pitti kangana and nishant pitti photos kangana ranaut dating rumours nishant pitti ઈઝ માય ટ્રિપ કો ફાઉન્ડર કંગના ફોટોઝ કંગના રનૌત નિશાંત પિટ્ટી entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ